in

દીપિકાનો નવો એક ખુલાસો, ફિલ્મો સિવાય ક્રિકેટમાં પણ યૌન શોષણ થાય છે

વર્ષ 2018માં ભારતમાં શરૂ કરવામાં આવેલ અભિયાન #MeTooએ ભલભલાની સખત પોલ ખોલી નાખી હતી. આખા દેશમાં બોલિવૂડના નામી નામી માણસોની બેઈજ્જતી થઈ હતી. કોઈ અભિનેત્રીએ સાચી રીતે તો કોઈએ ખોટી રીતે હીરો અને ડાયરેક્ટર પર આરોપો લગાવવામાં આવ્યા હતા. જાણવા મળ્યું છે કે નાના પાટેકર પર તનુશ્રી દત્તાએ યૌન શોષણનો આરોપ નાખ્યો હતો ત્યારથી આ અભિયાન થંભવાનું નામ લેતું નથી.

https://i1.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/220px-Nana_patekar.jpg?w=662&ssl=1

Advertisements

હમણાં દીપિકા પાદુકોણને #MeToo અભિયાન વિષે સવાલ કરવામાં આવ્યો હતો તો તેણે કંઈક અલગ જ જવાબ આપ્યો હતો. એક ઈન્ટરવ્યૂમાં દરમિયાન દીપિકાને પુછવામાં આવ્યું કે તમે તમારી બોલિવૂડ સક્સેસ અને #MeToo અભિયાન વિશે જણાવો. ત્યારે દીપિકા થોડી અકળાય ગયેલી દેખાઈ હતી અને તેણે સ્પોર્ટમાં ક્રિકેટ પર આકરા પ્રહારો કર્યા હતા.

https://i2.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/Deepika-Padukone.jpg?w=662&ssl=1

મીટૂ સવાલનાં જવાબ આપતા દીપિકાએ જણાવ્યું હતું કે, આવા સવાલ શા માટે એક્ટરને જ પૂછવામાં આવે છે. કેમ કોઈ ક્રિકેટર કે પછી સ્પોર્ટ પર્સનને પુછવામાં આવતો નથી. શું બોલિવૂડમાં જ આવી ઘટના બને છે. બધી જગ્યાએ સ્ત્રીને આ ઘટનાનો સામનો કરવો પડે છે. યૌન શોષણ માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જ હિસ્સો નથી, પણ દરેક જગ્યાએ આ પરેશાની થઈ રહી છે. આ વાતને બધી જગ્યાએથી ખત્મ કરી નાખવી જોઈએ.

Advertisements

 

દીપિકા પાદુકોણના ફિલ્મી પ્રોજેક્ટ વિશે થોડી વાત કરીએ તો તે જલ્દી જ છપાકમાં જોવા મળવાની છે. આ ફિલ્મ મેઘના ગુલઝારે ડાયરેક્ટ કરી છે. આ સિવાય તે ફિલ્મ 83માં પતિ રણવીર સિંહ સાથે પણ જોવા મળવાની છે. આ બંન્ને ફિલ્મ 2020માં રિલીઝ કરવામાં આવશે.

ટિપ્પણી
Advertisements

કેમ રિલાયન્સ જિયો પરથી વાત કરવા ચૂકવવા પડશે પૈસા ? જાણવા મળી નવી જ વાત

ક્યારેક આ એક્ટરના માથે છત પણ નહતી, સંઘર્ષ કરીને આ રીતે કર્યું બોલીવુડ પર રાજ