in

માસિક રાશિફળઃ ડિસેમ્બર 2019, જાણો આગામી મહિનામાં તમારા અધૂરા કાર્યો પૂરા થશે કે નહીં

મેષ

આવા તબક્કામાં મૌન એ શ્રેષ્ઠ ઉપાય છે કારણ કે આપની વાણીની કટુતા કોઈને નારાજ કરી શકે છે. સાથે સાથે પેટની તકલીફો પણ આપને સતાવશે. સંતાનો કે વડીલો પાછળ આકસ્મિક ધનખર્ચ થાય. હાથમાંથી પૈસા પાણીની જેમ વહેવા લાગશે. પ્રેમીજનો વચ્‍ચે વાદવિવાદ થવાથી ખટરાગ ઊભો થઈ શકે છે. વિજાતીય પાત્ર તરફનું આકર્ષણ કોઈ અવિચારી હરકત ન કરાવે તે જોજો, અન્યથા બદનામી વ્હોરવાનો વારો આવશે. મહિનાના ઉત્તરર્ધમાં પરિવારમાં પણ સુખ શાંતિ જળવાશે. નોકરિયાતોને ઓફિસમાં અનુકૂળ વાતાવરણ રહે. આપની કોઈ સિદ્ધિ આપની બઢતીનું કારણ બની શકે છે. નોકર વર્ગ આપના માયાળુ સ્વભાવનો ગેરલાભ લેવાનો પ્રયાસ કરશે. જો કે આરોગ્‍ય સુખાકારી જળવાઈ રહેશે. આર્થિક લાભ થશે પરંતુ આવશ્‍યક બાબતો પાછળ ખર્ચ થતા છેવટે હાથમાં સિલક નહીં રહે. હરીફો અને પ્રતિસ્‍પર્ધીઓને આપ મ્હાત કરી શકશો. વૈભવી મોજશોખ અને મનોરંજનથી આપ ખૂબ પ્રસન્‍ન રહેશો. મોજશોખ પુરા કરવા આપ ખિસ્સા ખાલી કરતા અચકાશો નહીં. ઉત્તમ દાંપત્‍યસુખ મળે. વેપારીઓને વિદેશ સાથેના વેપારમાં ફાયદો થાય. મિત્રો સાથે વાદવિવાદ ટાળજો અને શક્ય હોય તો સમાધાનકારી વલણ અપનાવજો.

Advertisements

વૃષભ

મિત્રો અને સ્‍વજનો સાથે ખુબ આનંદ ઉલ્‍લાસથી સમય પસાર કરશો. જીવનસાથી પરત્‍વે આપ વિશેષ આકર્ષણ અનુભવશો તેમ જ દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. પ્રણય સંબંધો પાંગરે તેવી શક્યતા છે. આપ મહેનત કરવામાં પાછા પડતા નથી માટે જ અત્યાર સુધી કરેલી મહેનતના ફળ સ્વરૂપે કાર્ય સફળતા આપની રાહ જોઇ રહી છે. આ કારણે આપનો આનંદ- ઉત્‍સાહ બમણો થશે. ઘર-ઓફિસ કે સમાજ, કોઈપણ જગ્યા એ જશો ત્યાં આપની સિદ્ધિ અને પ્રગતિની ચર્ચા થશે અને આપના પર પ્રસંશાઓનો વરસાદ થશે. ભાગ્‍યદેવીનો પ્રબળ સહકાર આપને મળશે. કાર્યક્ષેત્રે હરીફો કે પ્રતિસ્પર્ધીઓ આપની સમક્ષ ઘુંટણિયા ટેકવશે. આપને આંખોની સમસ્યા થવાની શક્યતા છે. નકારાત્‍મક વિચારો દૂર કરવા. સ્નાયુનો દુઃખાવો, સાંધાનાં દર્દ, કફ, છાતીમાં દર્દ કે અન્‍ય કોઇ વિકારથી પરેશાની અનુભવાય. સંતાનો કે સ્વાસ્થ્ય પાછળ ધનખર્ચ થઇ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં શરૂઆતમાં થોડી તકલીફો પછી રાહત મળે. અત્યારે અભ્યાસમાં તમારે આયોજનપૂર્વક આગળ વધવું ખૂબ જરૂરી છે.

મિથુન

Advertisements

આયાત નિકાસ, કલર કેમિકલ્સ, રેફ્રિજરેશન, એરકન્ડિશનિંગ, ચાંદીની વસ્તુઓ, પ્રવાહી વગેરે ચીજો સાથે સંકળાયેલો વેપાર કે નોકરી કરતા હશે તેમને સારો ફાયદો થશે. વેપારીવર્ગને ઉઘરાણીમાં નાણાં છુટ્ટા થાય. માન પ્રતિષ્‍ઠા અને ઉચ્‍ચ હોદ્દો મળશે. જોકે, સ્વાસ્થ્ય બાબતે મહિનાના પૂર્વાર્ધમાં માનસિક અજંપો અને શરીરમાં બેચેની વર્તાય. સંતાનોના અભ્યાસ અને કારકીર્દિની પસંદના પ્રશ્‍નો ખાસ મુંઝવશે. જોકે, પારિવારિક અને સાંસારિક જીવનમાં સુખસંતોષની લાગણી અનુભવશો. આપના માટે લાભકારક પુરવાર થશે. નોકરી ધંધામાં અનુકૂળ પરિસ્થિતિ સર્જાતા આપને સારો એવો ધનલાભ થાય. આપ હવે સમજી ગયા છો કે આજના જમાનામાં પૈસો જ પરમેશ્વર છે માટે પોતાનું અને પરિવારનું ભાવિ સુરક્ષિત કરવા માટે લાંબાગાળાના આર્થિક આયોજનો સફળતાપૂર્વક પાર પાડશો. લગ્‍નોત્સુક યુવક- યુવતીઓને માટે લગ્‍નયોગ સંભવિત છે. જોકે, પારસ્પરિક વિશ્વાસની વાત આવે ત્યારે આપનું મન થોડુ આશંકામાં અથવા અકળાયેલું રહે. અત્યારે સંબંધોમાં અતિ ઉતાવળ અથવા ગુસ્સો આપના માટે મુશ્કેલી સર્જી શકે છે. વિદ્યાર્થી જાતકોને અભ્યાસમાં પહેલા સપ્તાહમાં સારી રુચિ રહે પરંતુ તે પછી મહેનત વધારવી પડશે.

કર્ક

પ્રોફેશનલ મોરચે આ મહિનો ખાસ કરીને નોકરિયાતોને સારી તકો અપાવી શકે છે. જેઓ પરિવર્તન કરવા માંગે છે તેમના માટે પણ આ દિશામાં ગતિવિધીઓ તેજ થશે. જોકે, હાથમાં રહેલું કામ પાર પાડવા માટે વધુ મહેનત કરવાની તૈયારી રાખવી. પરિવાર અને વ્‍યવસાયના ક્ષેત્રે સમયનું સંતુલન જાળવવામાં અત્યારે તમને વાંધો નહીં આવે. કામકાજના સ્થળે કાર્યબોજ વધતા તબિયતમાં થોડોક થાક વર્તાશે પરંતુ તેની પાછળ આર્થિક લાભ દેખાતાં આપ તે કામ ઉત્સાહથી કરશો. પરિવારમાં અત્યારે ક્રોધમાં આવીને કોઈની સાથે તણાવ વધવાની શક્યતા હોવાથી શક્ય હોય એટલો સંયમ રાખવો. વાણીમાં સૌમ્યતા રાખવી. મનને હળવું રાખવા માટે ઇશ્વર નામ સ્‍મરણ અને સારૂં વાંચન કે પ્રવૃત્તિ જ એકમાત્ર ઉપાય છે. વિદ્યાર્થીવર્ગને પૂર્વાર્ધમાં વાંધો નહીં આવે. પહેલા સપ્તાહ પછી તમને અભ્યાસમાં ઘણી રુચિ વધશે પરંતુ છેલ્લું સપ્તાહ સામાન્ય રહેશે. સ્વાસ્થ્ય બાબતે આ મહિનામાં ગાફેલ રહેવું નહીં કારણ કે થોડું ટેન્શન અને થોડું કામનું ભારણ તમારા સ્વાસ્થ્ય પર ઝડપથી અસર કરી શકે છે.

Advertisements

સિંહ

આ મહિનામાં આપનું આર્થિક પાસું સદ્ધર બને તેવા યોગો જણાય છે. પરિવારના સભ્‍યો સાથે સંઘર્ષ ટાળવો કારણ કે પૂર્વાર્ધમાં કેટલીક વખત વાણી કે વર્તનમાં અહંના કારણે કોઇપણ વ્યક્તિ સાથે તણાવ સર્જાઇ શકે છે. સંતાનોના અભ્યાસ કે પરિવારમાં કોઈ પ્રસંગ પાછળ આકસ્મિક ધનખર્ચ થાય. પ્રેમસંબંધોમાં પણ અત્યારે તમે ધીમી ગતિએ આગળ વધો અને તે બાબતો થોડી અનિશ્ચિતતા પણ વર્તાશે. આવી સ્થિતિમાં પ્રિયપાત્ર પ્રત્યે સમર્પણ ભાવના અને સંબંધોમાં કટિબદ્ધતા સૌથી વધુ ઇચ્છનીય છે. ધંધામાં ભાગીદારો સાથે આંતરિક મતભેદો ટાળવા અને તમારી વચ્ચે કોઇ બાબતે અસ્પષ્ટતા ના રહે તેનું ધ્યાન રાખવું. શક્ય હોય તો ધાર્મિક પુસ્તકો વાંચવા અથવા સત્સંગમાં ભાગ લેવો. કોઇ ધાર્મિક સ્‍થળની મુલાકાત થઇ શકે છે. આ સમયમાં વિદેશથી સારા સમાચાર આવે. ટૂંકાગાળાની યોજનાઓમાં ઉતાવળે નિર્ણય લેવાના બદલે પરિસ્થિતિ જોઈને પગલું ભરવું. આ મહિનામાં તમે મોટાભાગે સ્વાસ્થ્ય સુખાકારી માણી શકો પરંતુ ઉત્તરાર્ધમાં ખાસ કરીને ત્વચાને લગતી સમસ્યા, ગુપ્તભાગોની તકલીફો અથવા એલર્જીની સમસ્યા થઇ શકે છે.

કન્યા

Advertisements

નોકરિયાત વર્ગને હરીફોની ચાલ નિષ્‍ફળ જશે તેમ જ કાર્યસ્થળ પર કોઈ નવા અને લાભદાયી સમાચાર મળી શકે છે. વૈભવી મોજશોખ અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં આપ રચ્યાપચ્યા રહેશો. એશઆરામ અને મનોરંજનને લગતી પ્રવૃત્તિઓનો ભરપૂર આનંદ માણ્યા બાદ તાજગીનો અનુભવ કરશો. વિજાતીય પાત્રો તરફ વિશેષ આકર્ષણ રહેશે. ઉત્તમ દાંપત્ય સુખ માણી શકશો. વેપારધંધાના ક્ષેત્રે કોઈ નવી શરૂઆત માટે લાભદાયી સમય છે. ભાગીદારીમાં લાભ થાય. આપનું દરેક કાર્ય સરળતાપૂર્વક પાર પડે. નોકરીમાં ઉપરી અધિકારીઓ આપની કામગીરીથી સંતુષ્ટ થશે. બઢતી મળવાની અથવા આ પ્રકારનો કોઇ અન્ય લાભ થવાની શક્યતા નકારી શકાય નહીં. વ્યવસાયિક અને પારિવારિક જીવનમાં કોઈ મહત્વના મુદ્દે ચર્ચાવિચારણા વખતે વધુ સ્પષ્ટતા રાખવાની સલાહ છે. નોકરિયાત વર્ગને ઓફિસના કામકાજ અર્થે બહારગામ જવાનું થાય. વડીલો સાથે સંબંધો સુલેહભર્યા રહેશે. સરકાર તરફથી લાભ મળે તેમ જ કોઈ સરકારી કોન્ટ્રાક્ટ કે ઓર્ડર મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે મધ્યમ તબક્કો છે. ઉત્તરાર્ધમાં ઇતરપ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ છે. સ્વાસ્થ્ય બાબતે ખાસ વાંધો નહીં આવે પરંતુ ખભા, ગરદન અથવા દાંતમાં દુખાવો થઇ શકે છે.

તુલા

આ મહિનામાં સરકાર સંબંધિત કાર્યો થાય તેમજ ઉત્તરાર્ધમાં તમે પ્રોફેશનલ મોરચે કોઇ શરૂઆત કરો અથવા સાહસવૃત્તિ વધે તેવી પણ શક્યતા છે. જોકે, કોઇપણ મહત્વનો નિર્ણય લેવામાં ગાફેલ રહેવું નહીં તેમજ બીજા પર આંધળો વિશ્વાસ મુકવો નહીં. ધર્મ, આધ્યાત્મ કે તત્વજ્ઞાન તરફનું વલણ રહે. સહોદરો અને મિત્રો સાથે સંબંધો થોડા નાજૂક રહેશે. શેર-સટ્ટાકીય બાબતોમાં ગણતરીપૂર્વકનું જોખમ લેવાથી લાભ થાય પરંતુ જન્મકુંડળીમાં પણ શેરબજારને લગતો લાભદાયક યોગ હોવો જોઇએ. પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી મિત્રતા રહે. ઘરમાં માંગલિક પ્રસંગ બનવાની શક્યતા છે. સાહસને પુરૂષાર્થથી વ્યાવસાયિક ક્ષેત્રે સફળતા મળે. સંતાનો સાથે વૈચારિક મતભેદ થાય. તેમના અંગે ચિંતાઓ રહે. જમીન- ધન અને ભૌતિક સુખ સમૃદ્ધિમાં વધારો થાય પણ તેના અંગે જે પ્રશ્ન આવે તેમાં ફટાફટ નિર્ણય લઇને ઉકેલતા રહેવા. જે વ્યક્તિ ટેલિકૉમ્યુનિકેશન, ટ્રાન્સ્પોર્ટ, પબ્લિકેશનના વ્યવસાયમાં હોય તેમના માટે બીજા સપ્તાહથી બહેતર તબક્કો શરૂ થશે. વિદ્યાર્થીઓ એકધારી ગતિએ અભ્યાસમાં આગળ વધશે પરંતુ કોઇ નિર્ણય લેવામાં ઉતાવળ ના કરવી.

Advertisements

વૃશ્ચિક

આપ સમાજકલ્‍યાણ માટે આગળ આવશો જેને કારણે આપની સાર્વજનિક છબી સુધરશે. નવા-નવા મિત્રોના સંપર્કમાં આવશો અને તેમની મદદથી તમારા કામમાં સરળતા વધશે. પ્રોફેશનલ મોરચે પણ નવા સંબંધો વિકસે અને તેનાથી ફાયદો થાય તેવી શક્યતા છે. તમારા મનમાં કદાચ નવા-નવા આઇડીયા આવે પણ તેને પાછા ખેંચવા પડી શકે છે. નવા-નવા મોરચા ખૂલે તો તે બધામાં આપે હિંમતપૂર્વક સામનો કરીને પાર પડવું જ પડશે પણ આને એક ચેલેન્‍જ સમજીને તમારી યોગ્‍યતા સિદ્ધ કરવાનો અવસર પણ મળશે. ઘર, પરિવાર બાળકો, પ્રિયજનો, સ્નેહીઓ બધા જ તમારા સ્નેહની ઇચ્છા રાખશે માટે તેમને પૂરત સમય આપવો. આપ માત્ર આપના વ્યક્તિત્વમાંથી જ નહીં પણ આજુબાજુના વાતાવરણમાંથી દોષોને શોધી શોધીને દૂર કરવા પ્રયત્ન કરશો. આ મહિનામાં ખાસ જ્યાં વાણી અથવા કમ્યુનિકેશનનું પ્રભૂત્વ હોય ત્યાં વધુ સ્પષ્ટતા રાખવી. વિદ્યાર્થીઓને શરૂઆતમાં અભ્યાસમાં થોડા અવરોધો આવી શકે છે પરંતુ સમય જશે તેમ સ્થિતિ થાળે પડશે. સ્વાસ્થ્ય બાબતે અત્યારે થોડુ સાચવશો તો ખાસ વાંધો નહીં આવે.

ધન

Advertisements

આપ દૃઢ મનોબળ અને ભરપૂર આત્‍મવિશ્વાસથી દરેક કાર્યો શરૂ કરશો અને કામ પ્રત્યે કટિબદ્ધતા પણ રાખશો પરંતુ જો વ્યાપક રીતે વિચાર કરવામાં આવે તો તમારામાં આળસ વૃત્તિ પણ રહેશે. સાથે સાથે વૈચારિક ગડમથલ પરેશાન કરી શકે છે. આવી સ્થિતિમાં મજબૂત મનોબળ રાખવું અતિ આવશ્યક છે. સંબંધોમાં પણ તમે ઝડપથી આગળ વધવાનું વિચારો પરંતુ ક્યાંકને ક્યાંક શંકાઓ જન્મતા આગળ વધ્યા પછી તમે પાછા પડો. જો પહેલાથી સંબંધો હોય તો અત્યારે તમારી વચ્ચે પારસ્પરિક વિશ્વાસ અને સમર્પણની ભાવના વધુમાં વધુ હોય તે અપેક્ષિત છે. ઉપરી અધિકારીઓ સાથે પૂર્વાર્ધમાં તણાવ ના આવે તેનું ધ્યાન રાખવું. ઉત્તરાર્ધમાં સ્થિતિ સુધરશે પરંતુ છેલ્લા સપ્તાહમાં તમે અનેક અવરોધ, ગુંચવણો અને વિપત્તિઓમાં ઘેરાઇ શકો છો. આવી સ્થિતિમાં તમારું પૂર્વાયોજન, શાંત ચિત્ત અને સમાધાનકારી વલણ તમને બહાર નીકળવામાં મદદ કરી શકે છે. કલાકારો અને રમતવીરો પણ પોતાની પ્રતિભા દેખાડી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં પોતાની કારકીર્દિ પ્રત્યે વધુ ગંભીર થવાની જરૂર છે. કોર્ટ કચેરીના મામલામાં સાવધાનીથી આગળ વધવું.

મકર

પ્રોફેશનલ મોરચે આપનું દરેક કામ આત્મવિશ્વાસ અને દ્રઢ મનોબળથી કરવું પડશે. નોકરિયાતો તેમના હરીફોને પછાડી શકે પરંતુ ઉત્તરાર્ધમાં ઉપરીઓ સાથે કોઇ બાબતે તણાવ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વ્યવસાયમાં આપની બૌદ્ધિક ક્ષમતા પ્રદર્શિત થશે તેમજ ઉત્સાહ પણ વધશે. જોકે, એક વાત ધ્યાનમાં રાખજો કે કામકાજના સ્થળે સ્વભાવ વધુ ઉગ્ર બની શકે છે તેથી જીભ પર લગામ રાખવી પડશે નહીં તો કોઇની સાથે મતભેદ થઇ શકે છે. કામકાજ અર્થે બહારગામ જવાનું આયોજન થાય. વિજાતીય પાત્રો સાથેની મુલાકાત આનંદદાયક રહે પરંતુ મહિનાના પૂર્વાર્ધમાં તમે સંબંધોમાં કટિબદ્ધતા રાખો તે સૌથી આવશ્યક છે. આપે મોટાભાગના સમયમાં સ્વાસ્થ્યની પણ ખાસ સંભાળ રાખવી પડશે અને ખાસ કરીને છેલ્લા સપ્તાહમાં વધુ સાચવવું જરૂરી છે. કદાચ ડૉક્ટરની મુલાકાત લેવી પડે તેવી પણ સંભાવના છે. ઉત્તરાર્ધમાં આપને નકારાત્મક વિચારો અવળા માર્ગે જવા પ્રેરશે, તેથી આ સમય દરમ્યાન ખોટા કાર્યોમાં ન ફસાઇ જાવ તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. ધાર્મિક અને માંગલિક પ્રસંગોમાં જવાનું થાય અથવા કોઈ તીર્થધામની મુલાકાત શક્ય બનશે. પરદેશ વસતા સ્‍વજનોના સમાચાર મળે.

Advertisements

કુંભ

આ મહિને પૂર્વાર્ધમાં પ્રિયજનોનું સાનિધ્ય આપને ખુશી આપશે. સંબંધોમાં લાગણીઓનું ઊંડાણ વધશે. ઉત્તરાર્ધમાં ખાસ કરીને તમારામાં વિજાતીય આકર્ષણ રહે પરંતુ સંબંધોમાં સમર્પણ ભાવના વધારજો. ઉત્તરાર્ધમાં તમારે પોતાના સાથી પ્રત્યે વધુ કટિબદ્ધ થવું જરૂરી છે. શરૂઆતના પખવાડિયામાં નાણાંકીય ફાયદો થઇ શકે છે જ્યારે ઉત્તરાર્ધમાં મોજશોખ અને વૈભવી જીવનશૈલીમાં મોટા ખર્ચ કરવામાં તમે પાછા નહીં પડો. આવી સ્થિતિમાં આવકજાવકનું સંતુલન રાખવાની તેમજ તમારી આર્થિક જરૂરિયાતો અનુસાર આગળ વધવાની જવાબદારી તમારી પોતાની છે. મકાન-મિલ્કત, વાહન કે જમીન અંગેના કાર્યોમાં ફાયદો થઇ શકે છે. પ્રોફેશનલ મોરચે પૂર્વાર્ધમાં ખાસ કરીને પ્રિન્ટિંગ, રસાયણ, સરકારી કાર્યો વગેરેમાં સારી રીતે આગળ વધશો. ઉત્તરાર્ધમાં તમને કેટલાક લાભ મળી શકે છે પરંતુ છેલ્લું સપ્તાહ દરેક મોરચે સાચવવા જેવું છે પ્રેમસંબંધોની શરૂઆત અથવા લગ્ન અંગેનો નિર્ણય લેવા માટે અત્યારે સમય ઠીક નથી. વધારે પડતી ભાવુકતાથી પ્રેરાઈને કોઈ નિર્ણય ન લેતાં. આમ તો, તમારું સ્વાસ્થ્ય સારું જ રહેશે મહિનાના ઉત્તરાર્ધમાં ચેતાતંત્રને લગતી ફરિયાદો, સ્નાયુઓમાં દુખાવો થઇ શકે છે.

મીન

નાણાંનું આયોજન કરવા માટે અનુકુળ સમય છે પરંતુ જુગાર કે સટ્ટાકીય પ્રવૃત્તિઓથી દૂર રહેવું. સાહિત્ય-કલા પરત્વે આપને રુચિ રહે. કમ્યુનિકેશન બાબતે પહેલા સપ્તાહમાં સાચવજો. પ્રિયપાત્ર સાથેની રોમાંચક ક્ષણો આપ માણી શકશો. ખાસ કરીને ઉત્તરાર્ધનો તબક્કો પ્રણય પ્રસંગો માટે અનુકૂળ બનશે. પરિવારમાં સૌહાર્દ ટકાવી રાખવા માટે તમારે વધુ પ્રયાસ કરવા પડે અને ક્યાંક તમે સાચા હોવા છતાં સામેની વ્યક્તિની ખુશી માટે સમાધાનકારી નીતિ અપનાવવી પડશે. ઉત્તરાર્ધમાં યશકીર્તિ અને આનંદની પ્રાપ્‍તિ થાય. મોસાળપક્ષ તરફથી સારા સમાચાર મળે તેમજ લાભ થાય. આ મહિનામાં ખાસ કરીને વાહનો, કૃષિ અથવા તેને લગતા કાર્યો, સ્થાવર મિલકતોને લગતા કાર્યો, મશીનરી વગેરેમાં ખર્ચની શક્યતા વધુ છે. ઉત્તરાર્ધમાં પ્રોફેશનલ મોરચે કંઇપણ નવું કરવાના બદલે તમારી યથાસ્થિતિ જાળવી રાખો અને નોકરીમાં હોદ્દો વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરો તેવી સલાહ છે. છેલ્લા સપ્તાહમાં કોઇપણ મહત્વનો નિર્ણય લેવાનું ટાળજો. વિદ્યાર્થીઓ અભ્યાસમાં એકંદરે આગળ વધી શકે પરંતુ ઉત્તરાર્ધમાં તમારું મન ઇતરપ્રવૃત્તિઓ તરફ વળે તેવી શક્યતા હોવાથી સાચવજો. સ્વાસ્થ્ય બાબતે ખાસ કરીને શરીરની ગરમી, ત્વચમાં બળતરા અથવા એસિડિટી, આંખોમાં બળતરાની શક્યતા વધશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

03 ડિસેમ્બર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આ 2 વર્ષની બાળકીએ લતા મંગેશકર જેવા ગીતો ગાયા હતા, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે