રોજ આ એક ટેવ વિકસાવો… લાંબા ગાળે ફાયદો થશે…

Please log in or register to like posts.
News

જી હા! હું આજે તમને એક એવી ટેવ વિષે જણાવવા નો છું જે ટેવ તમને અત્યારે તો ફાયદો કરશે પણ ભવિષ્ય માં પણ ફાયદો કરી આપશે. આ ટેવ મોટા ભાગ ના રાજકારણીઓ, સીઈઓ, ક્રિકેટર અને લેખકો વાપરે છે. આ ટેવ છે- પોતાની રોજનીશી એટલે કે ડાયરી લખવા ની…

જો તમે મને હજુ પણ ઇન્સ્ટાગ્રામ પર @harshil_s_mehta અને ફેસબુક પર @harshil.mehta.5030 પર ફોલો ન કર્યો હોય તો કરી લેજો. આ લેખ કેવો લાગ્યો તે મેસેજ કરી જરૂર જણાવજો જેથી હું તમારા માટે નવા નવા લેખ લખતો રહું.

તમારે તમારી રોજનીશી લખવા ની ટેવ ડેવેલોપ કરવી જ જોઈએ. તેના ફાયદા અઢળક છે. તેના અમુક ફાયદા વિષે જોઈ લઈએ.

  1. તમે રોજ સવારે ડાયરી લખશો તો તેમાં તમારો કયો સમય ક્યાં આપવા નો હોય છે. તેની સરખી રીતે નોંધ કરી શકશો. તેથી તમારે એ સમય મુજબ ચાલવું પડશે અને તેથી તમારો નકામો સમય ક્યાંય નહિ બગડે.
  2. રોજ ડાયરી લખવા થી તમારું કોઈ અગત્ય નું કામ બાકી નહિ રહી જાય. કારણ કે તમારે રોજ એ કામ જોવા નું આવશે.
  3. ડાયરી લખવા થી તમારે ક્યાં સમય કાઢી શકાય, તેના વિષે ખબર પડશે. તમારો સમય ક્યાં બગડે છે, કેટલો સમય બગડે છે તે પણ ખબર પડશે.
  4. અને લાસ્ટ તમે આખી દુનિયા ને ઉલ્લુ બનાવી શકો પણ પોતાની જાત ને ક્યારેય નહિ. અને ડાયરી લખવા થી રોજ તમારે તમારી જાત ને જવાબ આપવા પડશે.

આ વાંચ્યા પછી મોટાભાગ ના લોકો ડાયરી લખવા નું વિચારશે અને અમુક જણા ચાલુ પણ કરી દેશે. પણ અમુક જણા ને હવે પ્રશ્ન એમ થાય કે તમે ડાયરી લખશો શેમાં? તો જવાબ છે…

 

  • રોજ ની ડાયરી બનાવી શકાય.
  • મોબાઈલ માં એપ્લીકશન ડાઉનલોડ કરી શકાય.
  • કમ્પ્યુટર માં વર્ડ કે નોટપેડ માં લખી શકાય.
  • અથવા તો સાદા કાગળ માં લખી શકાય.

ડાયરી લખતા લખતા કઈ કઈ બાબતો નું ધ્યાન રાખવું અને કઈ બાબત નો સમાવેશ કરવો એ હવે આવતા લેખ માં… કારણ કે જો એ લખવા જઈશ તો બહુ જ લાબું થઇ જશે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.