in

શાસ્ત્રો પ્રમાણે આ 10 વસ્તુઓનું દાન કરવાથી જ મળે છે પુણ્ય

હિન્દૂ ધર્મમાં વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે તહેવાર કે વિશેષ દિવસે વસ્તુઓનું દાન કરવામાં આવે તો પાપોથી મુક્તિ મળી જાય છે. એટલું જ નહિ જો કોઈ ગ્રહની ખરાબ દશા કુંડળીમાં ચાલી રહી હોય તો ગ્રહના હિસાબે વસ્તુઓનું દાન કરવાથી ગ્રહ શાંત થઇ જાય છે.

Advertisements

ઘણા લોકો છે કે જે દાન જરુરથી કરતા હોય છે. જો કે ઘણા ઓછા લોકોને જ ખબર હોય છે દાન કઈ રીતે કરવામાં આવે છે, એની માહિતી હોય છે. જો આપણે સાચી વિધિની સાથે વસ્તુઓનું દાન કરીયે છે તો જ આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ગ્રહોના પ્રકોપથી બચી શકાય છે.

દાન કરવા સાથે જોડાયેલી કેટલીક મહત્વની જાણકારી :

– શાસ્ત્રોમાં દાન કરવા માટે એવું કહેવામાં આવ્યું છે કે દરેક માણસે પોતાની કમાઈના 10 % દાન ચોક્કસ કરવું જોઈએ.

– ગરીબ વ્યક્તિઓ અથવા પંડિતોને દાન કરવાનું જ પુણ્ય મળે છે. માટે તમારે આ બંને સિવાય કોઈ બીજા વ્યક્તિઓને વસ્તુઓ દાન ના કરવી જોઈએ.

Advertisements

– દાન કરવાનો ઉત્તમ સમય સવારનો હોય છે માટે હંમેશા સવારને સમયે જ દાન કરવું.

– ક્યારેય પણ કોઈ બીજાની વસ્તુઓનું દાન ના કરવું અને ના તો કોઈની પાસેથી ઉધાર લઈને વસ્તુઓ દાન કરવી, એવું કરવાથી દાનનું પુણ્ય તમને મળતું નથી.

– હંમેશા શાંત અને ખુશ મનથી જ વસ્તુઓનું દાન કરવું અને દાન કરતી વખતે ક્રોધ ના કરવો.

Advertisements

દાન કરવાની વિધિ :

– દાન કરવાની વિધિ પ્રમાણે તમે જે દિવસે દાન કરવાના હોય એ દિવસે સવારે ઉઠીને સૌથી પહેલા સ્નાન કરવું અને સૂર્યદેવને અર્ધ્ય આપવું. એ પછી દાન આપવાની વસ્તુઓને મંદિરમાં રાખવી અને ભગવાનની પૂજા કરવી.

– પૂજા કર્યા પછી તમારે એ વસ્તુઓનું દાન કરવું, જયારે પણ તમે કોઈ વસ્તુનું દાન કરો તો એ વસ્તુઓની સાથે પૈસા ચોક્કસ આપવા.

Advertisements

– દાન આપ્યા પહેલા તમારે પંડિત પાસેથી દાન આપવાનો શુભ સમય જાણી લેવો અને શુભ સમય પર જ વસ્તુઓનું દાન કરવું.

– મકર સંક્રાતિ , અગિયારસ , અમાસ અને પૂનમના દિવસે તમારે વસ્તુઓનું દાન ચોક્કસ જરૂર કરવું.

કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ ?

આપણા શાસ્ત્રોમાં એ વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે વ્યક્તિઓએ કઈ વસ્તુઓનું દાન કરવાથી પુણ્ય મળે છે. આપણા શાસ્ત્રોમાં એવી 10 વસ્તુઓ જણાવવામાં આવેલી છે. જેનું દાન કરવું ઉત્તમ માનવામાં આવે છે અને આ 10 વસ્તુઓના નામ આ પ્રકારે છે : ગાય, ભૂમિ, તલ, સોનું, ચાંદી, ઘી, વસ્ત્ર, અનાજ , ગોળ અને મીઠું વગેરે.

Advertisements

ઉપર જણાવેલી વસ્તુઓ સિવાય સૂર્ય ગ્રહની ખરાબ દશા હોય તો તમારે પીળાં રંગની વસ્તુઓ દાન કરવી, મંગળવાર ગ્રહની દશા ખરાબ હોય તો ગળી વસ્તુઓનું દાન કરવું, ગુરુ ગ્રહ જો ખરાબ દિશામાં હોય તો તમારે કેળાનું દાન કરવું, શુક્ર ગ્રહ ભારે હોય તો તમારે મૂળાનું દાન કરવું અને શનિ ગ્રહના પ્રકોપથી બચવા માટે કાળી વસ્તુઓ, તેલ અને ચંપલનું દાન કરવું.

ટિપ્પણી
Advertisements

આ સ્થાને શ્રાદ્ધ કરવાથી પ્રાપ્ત થાય છે અપાર પુણ્ય, શું કારણ છે કે નદી તળાવોમાં જ થાય છે પિંડદાન ?

વિવેક થી ગળે મળતા પતિ થી ગુસ્સે થઈ ઐશ્વર્યા, ગુસ્સા માં પૂછ્યું – ‘ચોંટવા ની શું. . .’