in

ગાય ને થઈ ગયો કપડા ની દુકાન થી પ્રેમ, રોજ આવી ને બેસે છે ગાદલા પર, જુઓ વિડિયો

આપણા દેશ માં ગાય ને ભગવાન નો દરજ્જો મળેલો છે. અહીંયા ઘણા લોકો ગાય ને માતા કહી ને બોલાવે છે. ગાય ને હિંદુ ધર્મ માં એક પવિત્ર પ્રાણી માનવા માં આવે છે. લોકો ગાય ની પૂજા પણ કરે છે. ઘણા લોકો નું માનવું છે કે ગાય ને રોટલી આપો, એમની સેવા કરવી અથવા એમને ઘર માં પાળવું ઘણું શુભ હોય છે. ગાય એક એવું પ્રાણી છે જે ભારતીય રોડ પર સરળતા થી જોવા મળે છે. દરેક ગલી, ચાર રસ્તા પર ગાય ફરતી દેખાય છે. સામાન્ય રીતે ગાય રોડ પર જ ફરે છે. એ કોઈ ના ઘરે અથવા દુકાન ની અંદર નથી જતી. જો કે આજે અમે તમને એક એવી ગાય થી મળાવવા જઈ રહ્યા છીએ જેને કપડા ની દુકાન થી પ્રેમ થઇ ગયો છે. વાત એવી છે કે આ ગાય દરરોજ કપડા ની દુકાન પર જઈ ને બેસે છે. આવો આખી બાબત ને વિસ્તાર થી જાણીએ.

Advertisements

વાસ્તવ માં આ દિવસો માં ઇન્ટરનેટ પર એક વીડિયો ઘણો ઝડપ થી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો માં ગાય દુકાન ની અંદર ગાદલા પર આરામ કરતી દેખાઈ રહી છે. જાણકારી ના પ્રમાણે આ વિડિયો આંધ્રપ્રદેશ ના Mydukur નો છે. અહીંયા કપડા ની દુકાન છે જેની અંદર એક ગાય પાછલા 8 મહિના થી દરરોજ આવે છે. આ ગાય દરરોજ દુકાન ની અંદર આવી ને 2 થી 3 કલાક બેસે છે. રસપ્રદ વાત તો એ છે કે દુકાન ના માલિક ને ગાય ના આવવા થી કોઇ મુશ્કેલી નથી. પરંતુ જ્યારે ગાય દુકાન ની અંદર આવે છે તો માલિક તેના માટે ગાદલા અથવા ચાદર પાથરી દે છે. પછી ગાય ઉપર બેસી ને આરામ કરે છે.

દુકાન નો માલિક બતાવે છે કે ગાય કોઈને નુકશાન નથી પહોંચાડતી. અહિયાં સુધી કે દુકાન ની અંદર કોઈ ગંદકી પણ નથી કરતી. ગાય જ્યારે આવે છે દુકાન ના માલિક એને ચારો ખવડાવે છે અને તેની પૂજા પણ કરે છે. ગાય ના હોવાથી દુકાનદાર ને પણ ફાયદો થયો છે. હવે આ ગાય ને દુકાન ની અંદર જોઈ ગ્રાહકો નું રસ વધી જાય છે અને દુકાન માં વારંવાર આવે છે. આવી રીતે દુકાન ના માલિક અને ગાય બંને ખુશ છે.

Advertisements

આ એક ઘણું સારું ઉદાહરણ છે કે કઈ રીતે માણસ અને પ્રાણી એક સાથે મળી ને સમાજ માં રહી શકે છે. ગાય ને પણ એક શાંત પ્રાણી માનવા માં આવે છે. સામાન્ય રીતે કોઇ ને કોઇ નુકસાન નથી પહોંચાડતી. ગાય ની સેવા કરવા નું પણ એક અલગ સુખ હોય છે. એને જોઈ ને મન માં એક અલગ પ્રકાર ની શાંતિ મળે છે. આ એક રીતે એવું જ છે જેમ કુતરા પાળવા વાળા લોકો એની સાથે ખુશી નો અનુભવ કરે છે.

Advertisements

પ્રાણી કોઈ પણ હોય એમની સાથે આપણ ને માનસિક રીતે લાભ જરૂર મળે છે. પછી આ કેસ માં દુકાનદાર નો પ્રેમ જોઈ ગાય દરરોજ આવે છે. નહીં તો બીજા દુકાનવાળા તો ગાય ને જોતા જ ભગાડી દે છે. એને અંદર બેસાડવા ના વિશે તો કોઇ વિચારતું પણ નથી. આખી બાબત વિશે તમારું શું મંતવ્ય છે અમને જરૂર જણાવો.

ટિપ્પણી
Advertisements

10 નવેંબર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આર્થિક તંગી થી લડી રહેલા મહાનાયક માટે વરદાન બન્યું હતું આ શો, સિદ્ધાર્થ બાસુ એ બતાવી આખી વાત