ફક્ત ગાયમાં જ હોય છે આ અદભૂત ક્ષમતા, વર્ષોથી કરે છે દિશાસૂચનનું કામ

Please log in or register to like posts.
News

ગાયમાં એક અદભૂત ક્ષમતા હોય છે, તેને વિશે થોડા વર્ષો પહેલાં ધ્યાન આપવામાં આવ્યું ન હતું.

સાયન્ટિફિક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ગાયના દૂધમાં અનેક ચમત્કારિક ગુણ હોય છે. ગાયમાં અનેક ખાસ ક્ષમતા હોય છે. જેમકે ગાયને ઋતુની જાણકારીનો ખ્યાલ હોય છે. તેમને વરસાદની શક્યતાનો ખ્યાલ પહેલેથી આવી જાય છે. ગાયની એક અન્ય અદભૂત ક્ષમતા છે, જેને વિશે કેટલાક વર્ષો પહેલાં ધ્યાન આપવામાં આવ્યું નથી. આ ક્ષમતાની સાથે ગાયોને દુનિયાભરમાં ફેલવામાં મદદ મળે છે. ગાયોના શરીરમાં હોય છે કુદરતી કંપાસ…

  • સાયન્ટિસ્ટનું કહેવું છે કે ગાયોના શરીરમાં પ્રાકૃતિક કંપાસ (દિશા સૂચક) હોય છે. જે ચુંબકીય કંપાસની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં આવીને સ્થિર થઇ દાય છે. આ રીતે ગાય ચરતી સમયે હંમેશા ઉત્તર દિશા તરફ મોઢું રાખે છે.
  • એ જરૂરી નથી કે દરેક ગાયનું મોઢું ઉત્તર દિશા તરફ જ હોય, પણ કોઇ પણ ઝુંડમાં એક -બેને છોડીને વધારે ગાયો આ રીતે જ તરતી જોવા મળે છે. આ સિવાય કેટલીક ગાયોનું મોઢું દક્ષિણ તરફ પણ જોવા મળે છે. એટલે કે અપવાદોને છોડીને ચરતી સમયે ગાયનું મોઢું ચુંબકીય સોયની જેમ ઉત્તર કે દક્ષિણની તરફ જ હોય છે.
  • આ કિસ્સામાં ખાસ વાત એ છે કે ગાય યૂરોપની હોય કે ભારતની, તેનો વ્યવહાર સામાન્ય હોય છે. એટલું નહીં વાતાવરણ, તડકો, હવા અને સમય વગેરેથી તેને કોઇ ફરક પડતો નથી. મોટાભાગની ગાયો ઉત્તર કે દક્ષિણ તરફ મોઢું કરીને ઘાંસ ચરે છે અથવા તો બેસીને વાગોળે છે.
  • ગાયના આ અનોખા વ્યવહાર માટેના સબૂત ગૂગલ અર્થ ઇમેજિસથી મળ્યા છે. 2008માં યૂનિવર્સિટી ઓફ ડુઇસબર્ગ-એસેનના ડૉ. સેબાઇન બેગૉલ અને સાથીઓએ ગૂગલ અર્થ સેટેલાઇટ ઇમેજિસનો સ્ટડી કર્યો. આ ચિત્ર ભારત, આયરલેન્ડ, બ્રિટેન, અમેરિકાના હતા.
  • તેમના એનાલિસિસથી ખ્યાલ આવે છે કે દુધારુ પશુઓના ઝુંડમાં પૃથ્વીનું મેગ્નેટિક ફીલ્ડના અનુસાર નોર્થ સાઉથમાં મોઢું કરીને ઘાસ ચરવાની પ્રવૃત્તિ કરાય છે. જોવાની વાત તો એ છે કે પૃથ્વીના નોર્થ સાઉથ પોલ અને મેગ્નેટિક નોર્થ સાઉથમાં થોડું અંતર છે.
  • સાયન્ટિસ્ટ રિસર્ચ કરી રહ્યા છે કે ગાયોના વાડમાં પૂર્વ પશ્ચિમની તરફ બેસવાથી તેમની દૂધ આપવાની ક્ષમતા પર નકારાત્મક અસર તો થતી નથીને…

સાયન્ટિસ્ટનું અનુમાન છે કે લાખો વર્ષો પહેલાં જંગલી ગાયોને આફ્રિકા, એશિયા અને યૂરોપના મેદાનમાં ફરવા અને ફેલાવવામાં આ ક્ષમતા મદદ કરતી હશે. મેગ્નેટિક ફીલ્ડની જાણકારી અનેક પ્રવાસી પક્ષીઓને માઇગ્રેશનમાં મદદકરે છે અને તે રસ્તો ભટકતા નથી.

ગૂગલ સેટેલાઇટ ઇમેજીસમાં એ પણ જોવા મળ્યું છે કે હરણ પણ ગાયોની જેમ જ વ્યવહાર કરે છે. એટલે કે ચરતા કે બેસતા તેનું મોઢું ઉત્તર દિશા તરફ હોય છે.

Soucre: Divyabhaskar

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.