લગ્ન પછી તમારે કેમ જીવવું એ તમારે બંને એ નક્કી કરવા નું છે નહિ કે સમાજે !

Please log in or register to like posts.
News

રોજબરોજ ની બોરિગં જિંદગી જીવવી કે એકબીજાને પ્રેમ હૂંફ આપી ને એ બોરિંગ જિંદગી માં પ્રાણ પુરવા  એ તમારા પર આધાર રાખે છે.

હવે હું તારો થઇસ અને તું મારી ,
આગળ કેમ જીવવું
એ આપણે નક્કી કરવાનું છે

એકબીજા સાથે લડવું કે
એક થઇ ને દુનિયા સામે લડવું
એ આપણે નક્કી કરવાનું છે

જે મળવાનું નથી એની પાછળ ભાગવું કે
જે છે એમાં ખુશીઓ શોધવી
એ આપણે નક્કી કરવાનું છે

એકબીજાને ભૂલો માટે આખી જીન્દગી કોસતા  રહેવું  કે
નાની નાની વાતો માં એકબીજાની તારીફ કરતા રહેવું
એ આપણે નક્કી કરવાનું છે

કોઈ ત્રીજા વ્યક્તિ ને આપણા સંસાર માં દખલ કરવા દેવી  કે
આપણા  બંને વચ્ચે ના પ્રોબ્લેમ્સ આપણે જ સોલ્વ કરવા
એ આપણે નક્કી કરવાનું છે

એકબીજાથી અમુક વાતો છુપાવવી કે
એકબીજા સાથે બિન્દાસ ખુલ્લી કિતાબ બનીને જીવવું
એ આપણે નક્કી કરવાનું છે

એકબીજા માટેનો પ્રેમ છુપાવવો કે
બિન્દાસ બની પ્રેમ કરવો
એ આપણે નક્કી કરવાનું છે

બસ, એમ જ બોરિંગ પતિ પત્ની બની ને જિંદગી કાઢી નાખવી કે
એકબીજાના દોસ્ત , પ્રેમી ,  અને  હમસફર બની જિંદગી જીવી નાખવી
એ આપણે નક્કી કરવાનું છે

– અંકિત સાદરીયા

આધુનિક પતિપત્ની બંને પાસે સ્વતંત્રતા છે , પોતાની અભિવ્યક્તિ છે , અને મોડર્ન જમાનો છે. તો બંને એકબીજાના હરીફ થવાના બદલે હમસફર થઇ ને  જિંદગી જીવી શકે. આખરે નાની નાની ખુશીઓ ને એન્જોય કરી ને જિંદગી કાપવાને બદલે જિંદગી જીવી  શકે. છેલ્લે તો તમે બે જ એકબીજાના છો. કેવી રીતે જીવવું, કેવીરીતે જિંદગી નો આનંદ લેવો એ તમારે જ નક્કી કરવાનું છે. બીજાની અંદર થી ઘીસીપીટી અને બહાર થી ઝગમગતી જિંદગી જોઈ ને અંજાવા કરતા , તમારી લાઈફ માં તમે મસ્ત રહો. જિંદગી એકબીજાની બાહો માં જ જીવી જાણો.

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.