ઠંડા કે ગરમ, ક્યા પાણીથી વાળ ધોવા જોઈએ?

Please log in or register to like posts.
News

કેવા પાણીથી વાળ ધોવાથી વાળ બને છે લાંબા અને સુંદર

અમદાવાદઃ સામાન્યરીતે તમને શિયાળામાં ગરમ પાણીથી અને ઉનાળામાં ઠંડા પાણીથી વાળ ધોતા હશો પરંતુ તેમ છતા બધી જ ઋતુમાં વાળનું ખરવાનું અને ટૂટવાનું હંમેશા ચાલુ જ રહે છે. ત્યારે વાળ માટે કેવા પાણીથી નહાવામાં આવે તો તે વધુ મજબૂત અને શાઇની બને? જો તમે જુદી જુદી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હોય છતા વાળની સમસ્યા હોય તો તેનો મતલબ છે તમે જે પાણીથી નહાવ છો તે યોગ્ય નથી.

માટે આટલું જાણવું જરુરી

જે માટે જરુરી છે કે તમે પણ વાળ ધોવા માટે કેવું પાણી જોઈએ તેના વિશે જાણો અને અમલ કરો. કેવા પાણીથી વાળ ધાવોથી શું અસર થાય તે અંગે વિસ્તૃત જાણકારી મેળવો.

ગરમ પાણીથી વાળ ધોવાથી…

– ગરમ એટલે કે નવસેકું પાણીથી વાળ ધોવાથી તમારા ખોળાના કારણે સ્કાલ્પના બંધ થઈ ગયેલા છીદ્રો ખૂલી જાય છે. ખૂલા રોમછીદ્રોના કારણે જ્યારે તેલ નાખો ત્યારે તેનો સીધા જ ફાયદો તમારા સ્કાલ્પને પણ મળે છે. જેથી તે વધુ મજબૂત અને ગાઢ બને છે. જ્યારે નવસેકું પાણીથી નહાવાથી વાળમાંથી મેલ પણ ખૂબ સરસ રીતે દૂર થઈ જાય છે.

– તો બીજી તરફ નવસેકું પાણી વાળને ડ્રાય અને ફ્રિઝી પણ બનાવે છે. કેમ કે તેનાથી તમારા માથામાં રહેલું નેચરલ ઓઇલ અને મોઇશ્ચર ઓછું થઈ જાય છે. જેના કારણે વાળ રુક્ષ લાગે છે.

ઠંડા પાણીથી વાળ ધોવામાં આવે તો…

– ઠંડા પાણીથી વાળ ધોવાથી નેચરલ ઓઇલ દૂર નથી થતું તેના કારણે સ્કાલ્પ હાઈડ્રેટ જ રહે છે. તેમજ ઠંડા પાણીથી રોમછિદ્રો ખુલતા નથી. જેન કારણે બહારની ગંદકી અને એક્સેસ ઓઇલ સ્કાલ્પમાં નથી જતું. કેમ કે ખુલ્લા છિદ્રોના કારણે વાળના મૂળમાં બહારનું પ્રદૂષણ, ધૂળ-માટી જવાનો ભય વધી જાય છે.

– ઠંડુ પાણી વાળનું વૉલ્યુમ ઓછું કરે છે. કેમ કે આ પાણીએ નહાવાથી સ્કાલ્પ પર એક્સેસ ઓઇલ બાકી રહી જાય છે જેના કારણે વાળ તેલથી ભારે થઈને સ્કાલ્પ સાથે જ ચોટીને રહી જાય છે.

5/5તો પરફેક્ટ વાળ માટે શું કરવું?

– ખૂબ જ નવસેકા પાણીથી વાળ ધોવાની શરુઆત કરો. શેમ્પૂ સાથે સ્કાલ્પ પર ધીમે ધીમે મસાજ કરો અને તેના પર જામેલ મેલ અને વધારાના ઓઇલને દૂર કરો.

– શેમ્પૂને નવસેકા પાણી દ્વારા ધોઈ નાખો અને હવે કંડિસનર લગાવો.

– પાંચ મિનિટ બાદ કંડિશનરને ઠંડા પાણીથી ધોઈ નાખો.

Source: IamGujarat

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.