તમારા માટે ખુબ કામની બનશે Google ક્રૉમની આ 6 Tricks. એક નજર કરી જુઓ….

Please log in or register to like posts.
News

દુનિયામાં સૌથી મોટું સર્ચ એન્જિન ગૂગલ 19 વર્ષનું થઇ ગયું છે. આ 19 વર્ષમાં ઘણાબધા ઇનોવેશન આવ્યા તેમાંનું એક છે. ગૂગલ ક્રૉમ. ગૂગલે ક્રૉમને 2008 માં લૉન્ચ કર્યું હતું. આ બ્રાઉઝર લાઇટવેટ અને યૂઝર ફ્રેન્ડલી છે અને આજે કરોડો લોકો આનો યૂઝ કરે છે. પણ આની કેટલીક ટિપ્સ એવી છે જે તમારા કામને આસાન બનાવી દે છે. અહીં અને તમને google ક્રૉમની આવી 6 સિક્રેટ ટિપ્સ બતાવીએ છીએ, જે તમને કામ આવી શકે છે.

1. હેન્ગિંગથી બચાવશે ક્રૉમ

ક્રૉમની પાસે પોતાનું ટાસ્ક મેનેજર છે, આનો યૂઝ ક્રૉમના Tools માં જઇને કરી શકો છો. અહીં Task Manager માં જઇને તમે તે સમય પર બધા ટેબ્સ અને બેકગ્રાઉન્ડ પ્રૉસેસને જોઇ શકો છો. સાથે બ્રાઉઝર હેન્ગ થાય તો સીધા ટાસ્ક મેનેજરમાં જઇને ટેબ બંધ કરી શકો છો. આ માટે End Process પર ક્લિક કરવું પડશે.

2. ઇઝી એન્ડ ફાસ્ટ કેલક્યૂલેશન

બહુજ ઓછા લોકો જાણે છે કે ક્રૉમ દ્વારા તમે ફાસ્ટ કેલક્યૂલેશન પણ કરી શકો છો. આ માટે તમારે ગૂગલ સર્ચમાં જવાની જરૂર નથી. જો તમે 50 feet to inches ટાઇપ કરો છો તો આનો જવાબ 600 ઇંચ તમને ત્યાં જ મળી જશે. આ માટે Enter key ને પ્રેસ પણ નહીં કરવી પડે. આ ટિપ્સનો યૂઝ કરી તમે ટેમ્પરેચર, ડિસ્ટન્સ અને વેટનું કેલક્યૂલેશન પણ કરી શકો છો.

3.પોતાની પર્સનલ ઇન્ફોર્મશન રાખો સેફ


[widgets_on_pages id=”1″]
ક્રૉમને યૂઝ કરવાનો એક ફાયદો એ પણ છે કે આમાં તમે ડિવાઇસમા હિસ્ટ્રી, પાસવર્ડ અને બુકમાર્ક્સને સેફ રાખી શકો છો. આ માટે તમારે પોતાના ગૂગલ એકાઉન્ટની સાથે સિંક કરવાની જરૂર નથી. આને એક્ટિવ કરવા માટે તમારે સેટિંગ્સમાં જઇ એડવાન્સ્ડ સિંક સેટિંગ પર જવું પડશે. અહીં તમે કોણે સિંક કરવા માંગો છો, તેનો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો.

4. મીડિયા પ્લેયરનું કામ કરશે ક્રૉમ

ક્રૉમનો યૂઝ વીડિયો જોવા માટે પણ કરી શકાય છે. આ માટે તમારે અલગથી મીડિયા પ્લેયર એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરવાની જરૂર નથી. આ માટે તમારે બસ ફાઇલને ઓપન ટેબમાં ડ્રેગ કરવી પડશે. આમ કરવાથી વીડિયો પ્લે થઇ જશે.

5. ડબલ ક્લિક પર મળશે વર્ડ ડેફિનેશન

ગૂગલ ડિક્શનેરી ક્રૉમનું બીજું એક સિક્રેટ ફિચર છે. આને એકવાર ઇન્સ્ટૉલ કર્યા પછી આ હંમેશા કામ આવે છે. આ ડિક્શનેરીને ક્રૉમના સ્ટૉરમાંથી ઇન્સ્ટૉલ કરી શકાય છે. આમાં ક્રૉમમાં કંઇપણ વાંચતી વખતે કોઇપણ શબ્દ પર ડબલ ક્લિક કરતાંજ તેની ડેફિનેશન પૉપ-અપ વિન્ડોમાં મળી જાય છે. આની સાથે લિંક પણ હોય છે જેના પર જઇ તમે તે શબ્દ વિશે વધુ માહિતી મેળવી શકો છો.
[widgets_on_pages id=”1″]
6. બ્રાઉઝિંગ સેશનને સેવ કરી શકો છો

ઘણીવાર આપણે બ્રાઉઝિંગ સેશનને સેવ કરવા ઇચ્છીએ છીએ જેથી તેનો યૂઝ પછીથી કરી શકાય. આ માટે તમારે સેટિંગ્સમાં જઇ Bookmarks માં Bookmark Open Pages ને સિલેક્ટ કરવું પડશે. આમ કરતાં તમારી બધી open ટેબ ન્યૂ ફૉલ્ડરમાં સેવ થઇ જશે. તમે ઇચ્છો તો આ ફૉલ્ડરને નામ પણ આપી શકો છો અને જ્યારે ઇચ્છો ત્યારે તેનો યૂઝ પણ કરી શકો છો.

સંકલન // પ્રતિક એચ જાની

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.