in

વાળ તમારા વ્યક્તિત્વ માં ચાર ચાંદ લગાવે છે તો પોતાનો ચેહરો જોવો અને વાળની સ્ટાઈલ પસંદ કરો

તમારા વાળ તમારા વ્યક્તિત્વ પર છાપ છોડવામાં ઘણો વધારે ભાગ ભજવે છે. ચેહરા પછી વ્યક્તિના વાળ જ લોકોને સૌથી પહેલા દેખાય છે.  તમારી વાળની સ્ટાઈલ ફિલ્મો કે બીજા લોકોને જોઇને નહિ પરંતુ તમારા ચેહરા ની બનાવટ ના હિસાબ થી હોવી જોઈએ. આમ તો ભારત માં વધારે લોકોમાં સમસ્યા એ છે કે સારી વાળની સ્ટાઈલ બનાવવા માટે એમના માથામાં વધારે વાળ જ નથી. પણ જો તમારા વાળ ભરપૂર છે તો આની સાથે અનુભવ કરવા તૈયાર છો તો બસ તમારા ચેહરાનો આકાર જોવો અને વાળની સ્ટાઈલ બદલી નાખો.

1. ત્રીકોની ચેહરો

ત્રીકોની ચેહરો એટલે તમારું માથું અને ગાલ લગભગ બરાબર અને થુડ્ડી નોકીલી છે. તમને તમારા માથા અને જડબાના હિસાબ થી વાળ ખુલ્લા રાખવા પડશે. આવા ચેહરા માટે quiff,fringe અને pompadour ત્રણેય વાળની સ્ટાઈલ સારી લાગશે. જેનાથી તમારો ચેહરો હર્યો ભર્યો લાગશે.

2. Oval Face Shape / અંડાકાર ચેહરો

અંડાકાર ચેહરો એટલે એની લંબાઈ પહોળાઈ થી વધારે હોય છે. થુડ્ડી ગોળ હોય છે એટલે કે અને ગાલ બહાર નીકળેલા નથી દેખાતા એમના પર કેટલીય જાતના હેયર સ્ટાઈલ સારા લાગે છે આવા ચેહરા પર voluminous pompadour એટલે કે આગળની તરફથી વાળ ઉભા હોય,અથવા તો એક આંખની તરફ થી વાળ ઢળતા હોય એવા સારા લાગશે. તમે નાના-નાના વાળ પણ રાખી શકો છો

3. Square Face Shape / ચોરસ ચેહરો

જો તમારા ચેહરા ની લંબાઈ અને પહોળાઈ લગભગ એક જેવી છે અને jawline દેખાય છે તો તમારી પાસે ચકાસવા માટે કેટલીય હેયર સ્ટાઈલ છે. તમારા પર લાંબા અંને જાડા વાળ સારા લાગશે. Quiff  હેયર કટ તમારી પર સારી લાગશે. બસ ધ્યાન માં રાખવું કે તમે તેને સારી રીતે સંભાળી શકો કેમ કે આવા વાળ કોરા સારા નથી લાગતા.

4. Heart Face Shape / દિલ આકાર

દિલ આકાર એ હોય છે જેનું માથું ગાલ થી વધારે પહોળું હોય છે. અને થુડ્ડી ગોળ હોય છે આવા લોકોને પોતાની હેયર સ્ટાઈલ ખૂબજ સંભાળવી પડે છે તમારે એવી હેયર સ્ટાઈલ રાખવી જોઈએ જેનાથી તમારી થુડ્ડી વધારે પાતળી ના દેખાય. આવામાં તમારા ચેહરા પર textured fringe કે dimensional quiff સારી લાગશે.

5. Diamond Face Shape / ડાયમંડ આકાર

ડાયમંડ આકાર નો ચેહરો એવો હોય છે જેમનું માથું ગાલ ના બરાબર હોય અથવા તો વધારે પહોળો હોય અને ચીક બોન દેખાતી હોય. આવા ચેહરા પર textured અને angular fringe હેયર સ્ટાઈલ તમારા ચેહરા પર સારી લાગશે.

6. ગોળ ચેહરો

જો તમારો ચેહરો ગોળ છે એટલે કે તમારા ગાલ માથાથી થોડા પહોળા છે, ચીક બોન દેખાતી નથી અને થુડ્ડી પણ ગોળ છે તો તમારા પર કોઈ નોકીલો કે એન્ગલ વાળી હેયર સ્ટાઈલ જોઈએ. હેયર સ્ટાઈલ એવી હોય જેનાથી તમારા પર કોઈ આકાર દેખાય અને ગોળ ના દેખાય લાંબો ચેહરો દેખાડવા માટે pompadour હેયર સ્ટાઈલ સારી લાગશે. Side part હેયર સ્ટાઈલ પણ સારી લાગશે.

7. Rectangle ચેહરો

જો તમારા ચેહરા ની લંબાઈ પહોળાઈ કરતા વધારે છે તો તમને એવી હેયર સ્ટાઈલ જોઈએ જેનાથી તમારો ચેહરો વધારે લાંબો ના દેખાય. એવામાં pompadours એટલે કે આગળ થી ઉભા વાળ કે વાળેલા હોય એવા વાળ તમારા માટે નથી સારા. તમારા વાળ જો એક બાજુ હોય તો વધારે સારું રેહશે. Slicked back હેયર સ્ટાઈલ અથવા તો પાછળ ની તરફ અંબોડો તમારા પર સારો લાગશે.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.
ટિપ્પણી

આ મોબાઈલ લાવીને ઉપાધિ કરી છે !

સ્કૂલમાં અભ્યાસ છોડીને પોતાના શૌખને બનાવ્યું કેરિયર, માત્ર 21ની ઉમરમાં જ ગીનીસ અને લિમ્કા વર્લ્ડમાં મેળવ્યું અનોખુ સ્થાન…