ના હોય! લગ્ન એક દિવસ પહેલા છોકરીઓ વિચારતી હોય છે કંઇક ‘આવું’

Please log in or register to like posts.
News

કોઇપણ છોકરીના જ્યારે પોતાના લગ્નની વાત આવે ત્યારે તેના મગજમાં અનેક પ્રકારના તર્ક-વિર્તકો શરૂ થઇ જતા હોય છે. જો કે તમને એવુ લાગતું હશે કે લગ્નનાં એક દિવસ પહેલા છોકરીઓ તેમના લગ્ન અને હનીમૂન માટે વિચારતી હશે. પરંતુ તમે આ બાબતે ખોટા છો. તો જાણી લો તમે પણ આજે કે, લગ્ન પહેલા છોકરીઓ શું વિચારતી હોય છે.

સામાન્ય રીતે મોટાભાગની દરેક છોકરીઓ લગ્ન પહેલા એવું વિચારે છે કે, શું હું અત્યારે લગ્ન કરીને ઉતાવળ તો નથી કરતીને. શું મારે હજુ વધારે સમય લેવો જોઇતો હતો?

મોટાભાગની છોકરીઓ હંમેશા પોતાના માતા-પિતાના ખર્ચાને લઇને ચિંતામાં રહેતી હોય છે. આ માટે તેઓ લગ્નમાં થનાર ખર્ચા માટે પણ જરૂરથી વિચારે છે. દરેક છોકરી એવું વિચારે છે કે, શું મારા લગ્ન મારા પપ્પા પર બોજ તો નથી બની રહ્યા ને? શું મે મારા લગ્નમાં જરૂરિયાત કરતાં વધારે ખર્ચા તો નથી કર્યા ને?

લગ્ન થતાની સાથે જ છોકરીઓને પોતાના પિયરમાં જવા-આવવાનું ઓછુ થઇ જાય છે, ત્યારે છોકરીઓને લગ્નના એક દિવસ પહેલા એવો વિચારે આવે છે કે મારા સાસરે હું આરામથી તો રહી શકીશ ને, અને લગ્ન કરીને હું કોઇ ભૂલ તો નથી કરી રહી ને…

આ સાથે છોકરીઓ એવુ પણ વિચારતી હોય છે કે, શું હું જે ઘરમાં જવાની છું તે લોકો મારાથી ખુશ રહેશે. સૌથી વધારે તે છોકરાની મમ્મી માટે વિચારે છે. કે શું તે મને પોતાની માનશે?

દરેક છોકરી લગ્ન પહેલા એવું જરૂરથી વિચારે છે કે, શું અમે જીવનભર સાથ નિભાવી શકીશું. જો કે આ સવાલ તો પતિ અને પત્ની બંનેની સમજદારી પર નિર્ભર હોય છે. પરંતુ એક સર્વે અનુસાર દરેક છોકરી લગ્ન પહેલા તેના પતિ માટે જરૂરથી આ વસ્તુ વિચારતી હોય છે.

પોતાના લગ્ન પહેલા છોકરીઓને મનમાં એવો પણ સવાલ થતો હોય છે કે, જો મારાથી સરખી રીતે રિલેશન નહિં રખાય તો મારા પતિને કેવુ લાગશે.

Source: Sandesh

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.