પાઈ પાઈ કરી ને 57 હજાર નું ચિલ્લર જમા કર્યું, બાઈક ખરીદવા ગયો તો રોવા જેવો થઈ ગયો ડીલર

Please log in or register to like posts.
News

હસીબ હિન્દુસ્તાની નામની વ્યક્તિ બાઇક ખરીદવા રૂ. 57,000 ની ચિલર સાથે શોરૂમ સુધી પહોંચી હતી અને ત્યાં હાજર બધા લોકો ને આઘાત લાગ્યો હતો. શોરૂમમાં આટલુ બધું ચિલ્લર જોઈને , પેહલા તો હસીબના આ પ્રસ્તાવ ને સ્વીકારવાનો ઇનકાર કર્યો, પરંતુ તેની વાર્તા સાંભળ્યા પછી, શોરૂમ વાળા માની ગયા અને હસીબને તેની મનપસંદ બાઇક હીરો સ્પ્લેન્ડર આપી હતી.


હસીબ, જે એક, બે, પાંચ અને દસ રૂપિયાના સિક્કા સાથે શોરૂમમાં પહોંચી ગયા હતા, તેમણે કહ્યું હતું કે તેમના પરિવારમાં દસ લોકો હતા, જેઓ છેલ્લા ત્રણ વર્ષથી બાઇક ખરીદવા માટે એક એક પૈસો જોડી રહ્યા હતા અને 2 દિવસ એમણે 57000 જોડ્યા હતા. આ સાંભળ્યા પછી, શોરૂમ ડીલરની આંખોમાં આંસુ આવી ગયા હતા.

લગભગ તમામ સ્ટાફને ચિલ્લરની ગણતરી માટે બેસાડવા પડ્યા હતા અને તેઓ ત્રણ કલાકમાં કામ પૂર્ણ કરી શક્યા હતા. વેપારીએ જણાવ્યું હતું કે હસીબ 10 ના 322 સિક્કા, 1,545 5 ના સિક્કા, 15,645 બે ના સિક્કાઓ અને 14,600 એક ના સિક્કાઓ લઈ ને આવ્યો હતો.

મોદી દ્વારા પ્રેરણા:

હસીબે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દ્વારા તેમને પૈસા ઉમેરવા માટે પ્રેરણા મળી હતી, જેમાં તેમણે નાની રકમ બચાવવા માટે સલાહ આપી હતી. હસીબના જણાવ્યા મુજબ, ત્યારથી તેમનું કુટુંબ પૈસા ઉમેરી રહ્યું હતું.

શોરૂમ વાળા એ જણાવ્યું હતું કે તમામ ચિલ્લરની રકમ બેંકમાં જમા કરવામાં આવશે જેથી ખુલ્લા નાણાંની અછતને અમુક અંશે ઘટાડી શકાય. હસીબ રેસીન, મધ્યપ્રદેશમાં દુકાન ચલાવે છે. તે ગુરુવારે (ઑક્ટોબર 12) તેમના ઘરની નજીક ના હીરો ના શો રૂમમાં બાઇક લેવા પહોંચ્યા હતા.

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.