બાળપણ ખોવાયુ

Please log in or register to like posts.
News

બાળપણનુ મારૂ ફળિયુ ખોવાયુ
અને
રમતો હુ એ મારુ આંગણુ ખોવાયુ

નથી છીપાતી તરસ ફ્રીજના પાણીથી
કેમકે
રસોડામાં રમતું એ પાણીયારુ ખોવાયુ

નથીરે આવતુ લુંછવા આંસુ આજ કોઈ
અને
મારી મા લૂંછતી એ આજ ઓઢણુ ખોવાયુ

થાકી જવાય છે થોડુ જ અંતર ચાલતા હવે
જયારે
કિલોમીટર દોડાવતુ એ મારુ પૈડુ ખોવાયુ

બત્રીસ ભાતના ભોજન કયા ભાવે છે હવે
ત્યારે
ગોળ ઘીનુ મારી માબેનીનુ એ ચુરમુ ખોવાયુ

મારવા પડે છે દરેક દ્વારે ટકોરા હવે
કેમ કે
સીધો જાતો એ ખુલ્લુ હવે બારણું ખોવાયુ

નથી ભૂંસી શકતો હવે લખેલુ આ કાગળનુ
અને
ત્યાં તો દફ્તરની એ મારી પેનને પાટીયું ખોવાયુ

હજારો દોસ્તો છે ફેસબુક અને વોટસએપમા
પણ
લંગોટીયા યાર સાથેનુ મારું આખે આખું ગામ ખોવાયુ

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.