છત્તીસગઢની સ્કૂલોમાં બ્લૂ વ્હેલની જાળઃ 36 સ્ટુડન્ટના હાથમાં નિશાન

Please log in or register to like posts.
News

ડેથ ગેમ બ્લૂ વ્હેલનો ખૌફ યથાવત જ છે જેનું સૌથી ગંભીર ઉદાહરણ છત્તીસગઢમાં જોવા મળ્યું છે, જયાં 36 બાળકોને બ્લૂ વ્હેલની ચેલેન્જમાં ફંસાઈને પોતાના હાથના કાંડા પર કટ મૂક્યાં છે. ગુરૂવારે પોલીસે બાલોદના સ્કૂલમાં 6 વિદ્યાર્થીઓને બ્લૂ વ્હેલ ગેમ રમતા પકડ્યા હતા. તો દંતેવાડાના સ્કૂલ પ્રિન્સિપાલે વરિષ્ઠ અધિકારીઓને લખેલા એક પત્રમાં જણાવ્યું કે 30 વિદ્યાર્થીઓના કાંડા પર કટના નિશાન મળ્યાં છે. આ તમામ લોકો ખતરનાક ઓનલાઈન ગેમ રમે છે તેવી આશંકા છે. તો હિમાચલ પ્રદેશમાં ગેમ ખેલી રહેલાં 10 વર્ષના સ્ટૂડન્ટે આત્મહત્યા કરી લીધી છે. તેને સુસાઈડમાં લખ્યું છે કે, “એક પઝલ સોલ્વના કરવાથી તે પોતાનો જીવ આપી રહ્યો છે.”

પોલીસ આવી તો સ્કૂલમાંથી ભાગી ગયા બાળકો

 • બાલોદ એસપી દિપક ઝાના જણાવ્યા મુજબ, “પોલીસને જાણકારી મળી હતી કે એક પ્રાઇવેટ સ્કૂલમાં ભણતાં કેટલાંક વિદ્યાર્થીઓ બ્લૂ વ્હેલ ગેમ રમે છે. પોલીસ જ્યારે ત્યાં પહોંચી તો બધાં જ ભાગી ગયા હતા. આ બાબતની જાણકારી તેમના વાલીઓને આપવામાં આવી છે. પોલીસે તપાસ માટે મોબાઈલ જપ્ત કરી લીધા છે.”
 • દંતેવાડાના એસપી અભિષેક પલ્લવે કહ્યું કે, “ગુરૂવારે જ્યારે અમે સ્કૂલે પહોંચ્યા તો 30 બાળકોમાંથી 26 ગેરહાજર હતા. તમામ 8-10 ધોરણમાં અભ્યાસ કરી રહ્યાં છે. કેટલાંક બાળકોના કાંડા પર ક્રોસ બનેલું છે તો કોઈના કાંડા પર લાઈન દોરેલી છે. કેટલાંકના ઈજાઓના નિશાન તો હજુ સુકાયાં પણ નથી.ત્યારે આ વિદ્યાર્થીઓ બ્લૂ વ્હેલ ગેમ રમે છે કે આ નિશાન કોઈક અન્ય વસ્તુ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.”
 • અહીં બાળકોના કાંડા પર કટના નિશાન તે સમયે મળ્યાં જ્યારે સ્કૂલમાં બુધવારનાં રોજ તપાસ કરવામાં આવી. 30 બાળકોના કાંડા પર કટના નિશાન મળ્યાં હતા અને સ્ટૂડન્ટની બેગમાંથી સર્જિકલ બ્લેડ મળી હતી. જે બાદ પ્રિન્સિપાલે વરિષ્ઠ અધિકારીઓને પત્ર લખ્યો હતો. તમામ બાળકોની કાઉન્સલિંગ કરવામાં આવી રહી છે.

વિદ્યાર્થીએ કહ્યું – મિત્રો પાસેથી પડકાર મળ્યો તો કાંડુ કાપ્યું

 • દંતેવાડામાં 4 વિદ્યાર્થીઓની પૂછપરછ દરમિયાન જણાવા મળ્યું કે, “અમે આર્થિક રીતે નબળા છીએ, અમને કહેવામાં આવ્યું કે આવું કરવાથી પૈસાદાર થઈ જવાશે. પિતા શરાબ પીવે છે, મેં સાંભળ્યું હતું કે આવું કરવાથી ખરાબ આદતો છૂટી જાય છે. બીજાએ કહ્યું કે મિત્રો પાસેથી મળેલી ચેલેન્જના કારણે તેને પોતાના હાથ પર ક્રોસ બનાવ્યું હતું.”

જશપુરમાં 25 હજાર લોકોએ બ્લૂ વ્હેલ ગેમ સર્ચ કરી

 • છેલ્લાં 7 દિવસમાં છત્તીસગઢના જશપુરમાં 25 હજારથી વધુ લોકોએ બ્લૂ વ્હેલ ગેમ સર્ચ કરી છે. IT એક્સપર્ટના દાવા મુજબ જશપુર પછી દુર્ગ-ભિલાઇ પ્રદેશમાં બીજા નંબર પર છે, જયાં 15 હજાર લોકોએ આ ડેથ ગેમનું ઓનલાઇન સર્ચ કર્યુ હતું. ત્રીજા નંબરે પર જગદલપુર છે જયાં 12 હજાર લોકોએ આ ગેમને ઇન્ટરનેટ પર શોધી હતી.
 • ગુગલ ટ્રેન્ડના તાજા રિપોર્ટ મુજબ આ ગેમ વિશ્વભરમાંથી ભારતમાં સૌથી વધુ સર્ચ થઈ રહી છે. નોર્થ રાજ્ય મણિપુર, નાગાલેન્ડ, મેઘાલય, કેરળ અને ઝારખંડમાં આ ગેમનું સૌથી વધુ સર્ચ અને ડાઉનલોડ કરવામાં આવી રહી છે. વિશ્વમાં જે 50 શહેરોમાં આ ગેમનું સૌથી વધુ સર્ચ થયું છે તેમાં ભારતના 30 શહેરો છે.

હિમાચલના વિદ્યાર્થીએ ફાંસી લગાવી

 • હિમાચલ પ્રદેશમાં ગુરૂવારે બ્લૂ વ્હેલ ગેમના કારણે મોતનો પહેલો મામલો સામે આવ્યો છે. 10 વર્ષના એક બાળકે ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. બાળકે સુસાઈડ નોટ પણ મુકી છે. જેમાં લખ્યું છે કે, “એક પઝલ સોલ્વ ન કરવાના કારણે હું આત્મહત્યા કરી રહ્યો છું.”
 • આત્મહત્યા કરનારો વિદ્યાર્થી બાધૂ વિસ્તારના ગુરૂકુળ પબ્લિક સ્કૂલમાં 5મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તેની બોડી ઘરની છત પર લટેકલી મળી હતી. તપાસ કર્યા બાદ પોલીસે જણાવ્યું કે આ પઝલ નહીં પરંતુ બ્લૂ વ્હેલ ગેમ હતી. બાળક એક ફેમિલી મેમ્બરના મોબાઈલમાં ગેમ રમતો હતો.
  બ્લૂ વ્હેલ ગેમ નહીં એક ટ્રેપ
 • ટીનેજર્સ ગેમ માનીને બ્લૂ વ્હેલની ફંદામાં ફંસાય જાય છે. છેલ્લાં કેટલાંક દિવસોથી સોશિયલ મીડિયા પર બ્લૂ વ્હેલ એપ્લિકેશન શોધવામાં આવી રહી છે, પરંતુ હકિકતે આ કોઈ ગેમ કે એપ્લિકેશન નથી. આ ગુનાહિત માનસિકતા ધરાવતાં લોકોનું એક ટ્રેપ છે. આ ટ્રેપમાં ફંસાયને વિશ્વભરના 130થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. આ ટ્રેપમાં માસૂમ બાળકો સહેલાયથી ફંસાય જાય છે.
 • બ્લૂ વ્હેલની પાછળ રશિયાના ફિલિપ બુડઇકિન નામના માનસિક રીતે બિમાર વ્યક્તિનું ભેજું છે. તેની ધરપકડ થઈ ચુકી છે અને તે ત્રણ વર્ષની સજા કાપી રહ્યો છે. ગેમથી પહેલી મોતનો મામલો 2015માં આવ્યો હતો. ધરપકડ પછી ફિલિપે કહ્યું હતું કે, “ગેમનો હેતુ સમાજને સાફ કરવાનો છે.” ફિલિપની નજરમાં સુસાઈડ કરનારા તમામ લોકો બાયો વેસ્ટ છે
Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.