in

એક એવો ચમત્કારિક મંત્ર છે જે બોલવાથી પ્રાપ્તિ થાય છે ધનની , ગરીબમાંથી બની જાય છે રાજા

જો રાત્રે સુતા પહેલા આ શબ્દ બોલવામાં આવે તો ગરીબીમાંથી થવાય છે રાજા 

દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચડાવ તો આવતા જ હોય છે, સુખ અને દુઃખ પણ એક સિક્કાના બે ભાગ છે અને આપણું જીવન પણ તેના અનુસાર જ ચાલે છે. કોઈ એક જ વ્યક્તિ કદી ખુબ જ સુખી હોય છે તો ક્યારેક તેના જીવનમાં ખુબ જ દુઃખ પણ આવી જતું હોય છે.અમુક સારો સમય હોય છે જયારે અધરું કાર્ય પણ સરળતાથી પૂરું થઇ જતું હોય છે પરંતુ જ્યારે માણસનો મુશ્કેલ સમય હોય છે ત્યારે નાનું અને સહેલું કામ પણ ખુબ જ અઘરું લાગતું હોય છે. તો ચાલો જાણીએ કે આપણે સુતા પહેલા એવા કયા બે શબ્દ બોલવાના છે તો તેના માટે આખો લેખ ખુબજ સારી રીતે વાંચશો.

મુશ્કેલીના સમયે ઘણા બધા એવા ઉપાયો હોય છે જે કામ આવતા નથી અને તે ઉપયોગી પણ નથી થતા .ફક્ત ઈશ્વરની પ્રાથના એક માત્ર એવી વસ્તુ છે જે ક્યારેય આપણા પર દુઃખ નથી આવવા દેતું.ભગવાન આપણી મોટામાં મોટી તકલીફ પણ દુર કરવાનો આપણાને રસ્તો બતાવે છે. એવું કહેવાય છે કે દરેક મનુષ્ય પોતાની કિસ્મત લઈને પૃથ્વી પર આવતો હોય છે.જયારે વ્યક્તિના જીવનમાં સંકટ આવે તો પણ ઈશ્વરની પ્રાથના આપણને તે સંકટમાંથી બહાર કાઢે છે.

પરંતુ શરત એક જ વિશ્વાસ , જો આપણા મનમાં વિશ્વાસ હોય તો કોઈ પણ કામ સફળ થઇ જાય છે. આપણે જયારે આખો દિવસ કામ કરીને થાકીયે છે ત્યારે કેટલીકવાર આપણે ભગવાનને યાદ કર્યા વગર સુઈ જતા હોઈએ છીએ. આવી ભૂલ કદી પણ ન કરવી જોઈએ. ભાગદોડવાળી લાઈફમા લગભગ એવું બધા સાથે થાય છે. પરંતુ શું જ્યાં ભગવાનને કોઈ યાદ કરતુ નથી ત્યાં ગરીબી નિવાસ કરે છે.

મનુષ્ય સવારે ઉઠતા પહેલા અથવા જો રાત્રે સુતા પહેલા ભગવાનનું નામ લે તો તેના ઘરમાં વૈભવ અને ધન આગમન કરે છે, બધા જ પ્રકારના કષ્ટ પણ દુર થાય છે. તો ચાલો હવે તમને જણાવીએ એવા બે શબ્દ કે જેનાથી તમને ઘરમાં ધનનું આગમન થઇ શકે. તમારા નસીબના બધા દરવાજા પણ ખુલી જશે અને વર્ષોજુના અટકેલા કામ પણ થવા લાગશે. તો ચાલો જાણીએ કે કયા છે તે બે શબ્દ.

– સૌપ્રથમ નામ છે “ભગવાન શ્રી કૃષ્ણ.”  ભગવાન શ્રી કૃષ્ણનું નામ લઇ લઈએ તો બધા જ સંકટ દુર થાય છે અને ભગવાનની કૃપા હંમેશા આપણા પર વરસે છે. ફક્ત ભગવાન શ્રી કૃષ્ણનું નામમાં જ એક એક પૂર્ણ મંત્ર રહેલો છે. ભગવાન શ્રી કૃષ્ણ એ વિષ્ણુના અવતાર છે તે તો આપણે બધા જાણીએ છીએ. એટલા માટે તેના નામના સ્મરણથી જ બધા કષ્ટ દુર થાય છે. અને જો રોજ આ મંત્રનો જપ કરવામાં આવે તો તમારા જીવનમાં ક્યારેય પણ દુઃખ નહિ આવે.

” કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને,

પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ”

આ મંત્રનો જપ કરવાથી આપણા દુઃખ, કલેશ, ડર, નિરાશા બધી જ પ્રકારની નિરાશા દુર થશે.

બીજો શબ્દ એવો છે જે લોકો ધન માટે પરેશાન રહે છે, જેની પાસે ધન સ્થિર રહેતું નથી તેના માટે ભગવાન શ્રી કૃષ્ણનો એક વિશેષ મંત્ર છે “ગોવલ્લભાય સ્વાહા”. આ એવો મંત્ર છે જેનાથી અપાર ધનની પ્રાપ્તિ થાય છે. પરંતુ આ મંત્રનું ઉચ્ચારણ સ્પષ્ટ કરવું જરૂરી છે. પરંતુ જો ખોટા શબ્દ બોલવામાં આવે તો કોઈ લાભ મળતો નથી. જો આ મંત્રનું રોજ રટણ કરવામાં આવે તો તમે ખુબ જ ધનિક બની શકો છો. આ મંત્ર અને અને ભગવાન શ્રી કૃષ્ણનું નામ સવારે ઉઠો ત્યારે અને સાંજે સુતા પહેલા એકવાર લો અને પછી તમે જોવો કે તમારા જીવનમાં કેવા ફેરફાર થાય છે તમને પણ પછી હેરાની થશે.

આ લેખ વાંચી લીધા પછી ઘણા લોકો વિચારશે કે હું તો રોજ ભગવાનને યાદ કરું છુ. અને દિવસ રાત ભગવાનનું નામ લઉં છુ પણ કઈ ફાયદો થતો નથી. તો એમ વિચારો કે કદાચ તમારી અત્યારે જેવી હાલત છે જો તેનાથી પણ ખરાબ હાલત હોત જો તમે ભગવાનને યાદ ના કરતા હોત. માટે અત્યારે જે કઈ પણ છે તેટલામાં જ ભગવાનનો આભાર માનવો જોઈએ તેથી પરમ પરમાત્મા પર શંકા કરવી પાપ છે માટે એવું વિચારવું પણ નહિ. એક સારો દિવસ તમારો પણ દિવસ આવશે જયારે ભગવાન તમારી પ્રાર્થના સંભાળશે ,  માટે કૃષ્ણનું નામ લેતા રહો …

ટિપ્પણી

આ ફળ એવું છે જે છે ગુણોનો ભંડાર અને તેને ખાવાથી અનેક રોગોથી બચી શકશો

જાણો એક એવા પાંદડા વિષે જે કરે છે આખા શરીરની સફાઈ અને શરીર બની જશે લોખંડ સમાન