in

જો ચૈત્ર નવરાત્રીમાં કરવા છે માતાજીને પ્રસન્ન ? તો પહેરો આ કલરના કપડા

નવરાત્રી એટલે ભક્તિની ઉપાસના કરવાનું ખુબ જ મોટું પર્વ. જો તમારી સાધનાથી નવરાત્રિમાં માતાજી પ્રસન્ન થઇ જાય તો એ માતાજી તમારી પર આખું વર્ષ પોતાની કૃપા રાખે છે. અને ચૈત્રી નવરાત્રિમાં માતાજીને કઈ રીતે પ્રસન્ન કરી શકાય એના માટે શાસ્ત્રોમાં અલગ અલગ ઉપાયો જણાવવામાં આવ્યા છે. જો ભક્તિભાવથી કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરે છે તો એને સારુ ફળ મળે છે. તો ચાલો જાણીયે કે કઈ રીતે માતા જગદંબાને પ્રસન્ન કરી શકીયે છે ?

જો ભક્તોને માતાજીને પ્રસન્ન કરવા છે તો તે નવ દિવસ સુધી અલગ-અલગ કલરના કપડા પહેરીને માતાજીને પ્રસન્ન કરી શકે છે. તો ચાલો જાણી લઈએ કે કયા દિવસે માતાજીને કયો કલર ગમે છે. તો આ નવરાત્રીના નવમીમાં રવિ પુષ્ય યોગ પણ થઇ રહ્યો છે. તો આ સમયે જો માતાજીની પૂજા કરવામાં આવે તો એનાથી જે પણ કામ ધાર્યું હોય એમાં સફળતા મળી શકે છે. જો માતાજીના ભક્તો આ નવ દિવસ દરમિયાન માતાને પ્રસન્ન કરવા માટે જે તે રંગ મુજબ કપડાં પહેરે અને સાથે જ એવા જ રંગનો પ્રસાદ માતાજીને ચડાવે છે તો એ ભક્ત પર માતાની કૃપા હંમેશા બની રહે છે.

નવરાત્રિનો જે પહેલો દિવસ હોય છે એ શૈલપુત્રીનો દિવસ હોય છે, તો આ દિવસે પીળા રંગના કપડા પહેરવા જોઈએ. નવરાત્રીનો બીજો દિવસ માં બ્રહ્મચારિણીનો હોય છે, તો આ દિવસે ભક્તે લીલા કલરના કપડા પહેરવા જોઈએ. નવરાત્રીનો ત્રીજો દિવસ મા ચંદ્રઘંટાનો હોય છે, તો આ દિવસે ભક્તે ભૂરા કલરના કપડાં પહેરવા જોઈએ. નવરાત્રીનો ચોથો દિવસે માં કુષ્માંડાને પ્રસન્ન કરવા માટે કેસરી રંગના કપડા પહેરવા જોઈએ.

નવરાત્રીનો પાંચમો દિવસ સ્કંદ માતાનો હોય છે, તો આ દિવસે ભક્તે સફેદ કલરના કપડા પહેરવા જોઇએ. નવરાત્રીનો છઠ્ઠો દિવસ માં કાત્યાયનીનો હોય છે, તો જયારે પૂજા કરવા બેસો છો તો લાલ રંગના કપડા અવશ્ય પહેરવા. નવરાત્રીનો સાતમો દિવસ કાલરાત્રિ માની પૂજાનો હોય છે અને આ દિવસે વાદળીના કલરના કપડા ચોક્કસ પહેરવા. નવરાત્રીના આઠમા દિવસે મહાગૌરીને પ્રસન્ન કરવા માટે ગુલાબી કલરના કપડા ચોક્કસથી પહેરવા જોઇએ. નવરાત્રિના નવમા દિવસે સિદ્ઘિરાત્રિની પૂજાનું ઘણું જ મહત્વ રહેલું હોય છે, તો આ પૂજા કરતી વખતે પર્પલ કલરના કપડા પહેરીને જ પૂજા કરવી જોઇએ.

ટિપ્પણી

25 માર્ચ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો ચૈત્રી નવરાત્રીમાં કયા 5 ઉપાયોથી દેવી માં થશે તમારા પર પ્રસન્ન !!