in

નવરાત્રી માં વાવણી કરવા માં આવતા જવ આપે છે ભવિષ્ય માં થવાવાળી ઘટનાઓ ના સંકેત, આવી રીતે જાણી શકો છો ભવિષ્ય

નવરાત્રી નું પર્વ ધુમધામ થી મનાવવા માં આવે છે અને આ પર્વ ના સમયે નવ દિવસ માતા ની પૂજા કરવા માં આવે છે. નવરાત્રી ના પહેલા દિવસે માતા ની સ્થાપના કરવા માં આવે છે અને જવ ની વાવણી કરવા માં આવે છે. નવરાત્રી ના દિવસે જવ ની વાવણી થી એક કથા પણ જોડાયેલી છે. એવું માનવા માં આવે છે કે જ્યારે આ સૃષ્ટિ ની શરૂઆત થઈ હતી પેહલા વાવણી ધરતી પર કરવા માં આવી હતી એ જવ હતી. એટલા માટે નવરાત્રી ના સમયે જવ ઉગાડવા માં આવે છે, અને જ્યારે પણ કોઈ દેવી-દેવતાઓ ની પૂજા થાય છે તો એમને જવ અર્પણ કરવા માં આવે છે. જવ ઘણું પવિત્ર માનવા માં આવ્યું છે, અને હવન ના સમયે જવ ની આહુતિ આપવા માં આવે છે. આટલું જ નહીં નવરાત્રી ના સમયે વાવણી કરવા માં આવેલી જવ ની મદદ થી માણસ ના ભવિષ્ય સાથે જોડાયેલી ઘણી મહત્વ ના સંકેત પણ મળી જાય છે.

જવ ની વાવણી કરવા માટે માટી ના પાત્ર અને માટી ની જરૂર પડે છે. સૌથી પહેલા પાત્ર ને સારી રીતે સાફ કરવા માં આવે છે. પછી અંદર માટી નાખી દેવા માં આવે છે અને માટી માં સારી રીતે જવ મિક્સ કરવા માં આવે છે. એના પછી આ પાત્ર માં પાણી નાખવા માં આવે છે નવરાત્રી ના નવ દિવસ સુધી દરરોજ જવ ને પાણી આપવા માં આવે છે. ત્યાં જ જવ કઈ રીતે, ક્યારે ઉગે છે અને એનો રંગ કેવો હોય છે. એના ઉપર ભવિષ્ય નિર્ભર કરે છે.

આવી રીતે ખબર પડે છે ભવિષ્ય

નવરાત્રી ના સમયે વાવવા માં આવેલ જવ જો બે-ત્રણ દિવસ માં જ અંકુરિત થઈ જાય. તો શુભ સંકેત હોય છે. એનો અર્થ થાય છે કે વ્યક્તિ ને જીવન માં જલ્દી જ સફળતા મળી જશે કોઈપણ કાર્ય પુરું થવા માં કોઈ મુશ્કેલી નહીં આવે. ત્યાં જ જવ અંકુરિત નથી થતાં તો એ અશુભ માનવા માં આવે છે અને એનો અર્થ થાય છે ઘણી મહેનત પછી કોઈ વસ્તુ ની પ્રાપ્તિ થશે.

જવ નું રંગ

જવ નો રંગ કેવો હોય છે એને જોઈ ને ભવિષ્ય ના વિશે બતાવી શકાય છે. જો તમે જવ વાવો છો જો એ નીચે થી અડધી પીળી અને ઉપર થી લીલી હોય તો, સમજી લો કે આ વર્ષ તમારા માટે અડધું સારુ રહેશે. ત્યાંજ જો જવ નો રંગ નીચે થી અડધો લીલો અને ઉપર થી અડધો પીળો હોય તેનો અર્થ એ કે વર્ષ ની શરૂઆત ના સમયે સારો રેહશે, પરંતુ પછી થી મુશ્કેલીઓ આવી શકે છે. જવ જો સંપૂર્ણ સફેદ અથવા લીલા રંગ માં ઉગે તો એને શુભ માનવા માં આવે છે. જવ નું આ રંગ હોવા નો અર્થ હોય છે માતા રાની તમારી પૂજા સ્વીકાર કરી લીધી છે અને તમારી દરેક ઈચ્છા માતા પૂરી કરશે.

અને જો જવ ન ઉગે તો અશુભ માનવા માં આવે છે. આના સિવાય જવ ની લંબાઈ તો સારી હોય તો ભવિષ્ય માટે સારું માનવા માં આવે છે. ત્યાં જ એની લંબાઇ ઓછી રહી જાય તો એ વસ્તુ નો સંકેત હોય છે કે તમારું વર્ષ સામાન્ય રહેશે.

આ નવરાત્રી માં તમે પોતાના ઘરે જવ ની જરૂર વાવણી કરો અને નવ દિવસ સુધી દરરોજ એને પાણી આપો. આવું કરવા થી માતા પ્રસન્ન થઈ જશે.

ટિપ્પણી

29 માર્ચ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આ 4 રાશિઓ ને મળશે જીવન ની મુશ્કેલીઓ થી શાંતિ, મા સંતોષી ના આશીર્વાદ થી પ્રબળ થશે ભાગ્ય