in

એમ કહેનાર કે ‘હું ચા નથી પીતી’ એમને વાંચવા જેવો ખાસ લેખ

તમને ઘણી વાર તમારી આજુબાજુ એવા લોકો ચોક્કસ મળતા હશે કે જેઓ ચા (Tea) પીવાની મનાઈ કરતા હોય છે. એમના માટે તો ચા પીવી ખરાબ ટેવ હોય છે. તેઓનું માનવું એવું હોય છે કે, ચા પીવાથી એની ઉંધી અસર હેલ્થ (Health) પર થતી હોય છે, પરંતુ હાલમાં જ થયેલા એક રિસર્ચ (Research) માટેના આંકડા સામે આવ્યા છે , એ માહિતીમાં એવું જાણવા મળ્યું છે કે, ચોક્કસ માત્રામાં ચા પીવાથી ઘણા પ્રકારના ફાયદા થાય છે.

Image result for chai

Advertisements

રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે, નિયમિત રૂપે ચા પીતા લોકોના દિમાગનો પ્રત્યેક હિસ્સો ચા ન પીનારા લોકોની સરખામણીમાં યોગ્ય રીતે સંગઠિત હોય છે. મગજનો પ્રત્યેક હિસ્સો વ્યવસ્થિત રહે એ વાત સ્વસ્થ કોગ્નિટીવ પ્રોસેસ સાથે જોડાયેલું છે. આ પરિણામો સુધી પહોંચી શકાય એના માટે રિસર્ચમાં 36 ઉંમરલાયક લોકોના ન્યૂરોઈમેજિંગ ડેટાન પર રિસર્ચ કરાયું હતું.

Image result for chai

આ રિસર્ચ નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુર દ્વારા કરવામાં આવ્યું છે. રિસર્ચમાં સામેલ એક સહાયક પ્રોફેસર તેમજ ટીમ લીડર ફેંગ લેઈએ એવું જણાવ્યું છે કે, અમારું પરિણામ મગજના ઢાંચા પર ચી પીવાથી થતી સકારાત્મક યોગદાનની પહેલીવાર પુષ્ટિ કરે છે અને એ જણાવે છે કે, નિયમિત રીતે ચા પીવાથી મગજના તંત્રમાં ઉંમરને લીધે આવનારા ઘટાડાથી બચાવે છે.

Advertisements

Image result for chai

આ રિસર્ચમાં એવું કહેવાયું છે કે ચા પીવી એ હેલ્થ માટે લાભકારક છે અને એના સકારાત્મક પ્રભાવોમાં મિજાજમાં સુધાર થવું અને હૃદય તેમજ નસ સંબંધિત બીમારીથી બચવુ સામેલ છે. આ રિસર્ચ 2015થી માંડીને 2018 ની વચ્ચે 60 વર્ષથી વધારે ઉંમરના 6 વૃદ્ધો પર રિસર્ચ કરાયું હતું , એમાં એમની હેલ્થ, લાઈફસ્ટાઈલ અને મનોવૈજ્ઞાનિક હેલ્થ સંબંધિત ડેટાને પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

Image result for chai

Advertisements

સ્પર્ધકોનું જે પરિણામ આવ્યું એમાં જાણવા મળ્યું છે કે, જે લોકો આશરે 25 વર્ષ સુધી અઠવાડિયામાં ઓછામાં ઓછા ચાર વખત ગ્રીન ટી, ઉલૂંગ ટી કે બ્લેક ટી પીએ છે, એમના દિમાગનો હિસ્સો વધારે પ્રભાવી સ્તરે એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ રિસર્ચ એજિંગ જનરલમાં પ્રકાશિત કરાયું છે. (એજન્સીથી ઈનપુટ)

ટિપ્પણી
Advertisements

શું તમે ફ્રીઝમાં રાખેલા લોટમાંથી બનાવેલી રોટલી ખાઓ છો ? તો થઇ જજો સાવધાન

મોઢું સ્વચ્છ ના રાખવાને કારણે પણ થઇ શકે છે હૃદયને લગતી બીમારી