in

500 માંથી 499 માર્ક લાવવા વાળી સીબીએસઈ ટોપર એ બતાવ્યું પોતાનું સિક્રેટ

12માં માં સીબીએસઈ માં ટોપ કરવાવાળી હંસિકા શુક્લા એ ખોલ્યું રહસ્ય, બતાવી પોતાની સિક્રેટ સ્ટડી ટેક્નિક

જ્યારે પણ પરીક્ષા ના પછી રિઝલ્ટ આવવા નો વારો આવે છે તો બધા નુ દિલ જોર જોર થી ધક ધક કરવા લાગે છે. પછી ભલે સ્ટુડન્ટ ભણવા માં નબળું હોય અથવા ઘણો સારો હોય. દરેક રીઝલ્ટ ના સમયે થોડા નર્વસ થઈ જાય છે. જ્યાં એક બાજુ નબળા વિદ્યાર્થી ને કોઈ રીતે પાસ થવા નું ટેન્શન હેરાન કરે છે તો ત્યાં જ હોશિયાર બાળકો ને ટોપ કરવા ની ચિંતા હેરાન કરે છે. મન માં ને મન માં જ અંદર થી દરેક સ્ટુડન્ટ ની ઈચ્છા હોય છે કે જીવન માં ઓછા માં ઓછું એક વાર તો જરૂર ટોપ કરે.

પરંતુ આ સપના ને પુરા થવું દરેક ના ભાગ્ય માં નથી હોતું. મહેનત તો ઘણા લોકો કરે છે પરંતુ નંબર 1 માત્ર એક જ વ્યક્તિ આવે છે. આવા માં કેટલાક લોકો ના મગજ માં આવું ચાલે છે આખરે પોતાના ભણવા માં કઇ રણનીતિ અપનાવતા હશે કે એ ટોપ કરી જાય છે. આ વાત ને ધ્યાન માં રાખતા આજે અમે તમને સીબીએસઇ 2019 ટોપર છોકરી નું સિક્રેટ બતાવવા જઈ રહ્યા છીએ.

બે છોકરીઓ એ એક સાથે કર્યું ટોપ

ગુરુવારે સીબીએસઇ (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન) દ્વારા 12 મા ધોરણ નું પરિણામ જાહેર કરવા માં આવ્યું. આ વખતે ટોપ લિસ્ટ માં મુખ્ય રીતે છોકરીઓ એ બાજી મારી લીધી. એમાં બે છોકરીઓ એ 500 માંથી 499 માર્ક લાવી ને સંયુક્ત રીતે ટોપ કર્યું છે. આ બે છોકરીઓ હંસિકા શુક્લા (DPS ગાઝિયાબાદ) અને કરિશ્મા અરોરા ( એસ. ડી. પબ્લિક સ્કૂલ, મુજફ્ફરનગર) ની છે. સાથે જ આવા પ્રકાર ના માર્ક લાવવું દરેક સ્ટુડન્ટ નું સપનું હોય છે. આવા માં આજે અમે તમને ટોપર હંસિકા શુક્લા ના વિશે કેટલીક રસપ્રદ વાતો અને એમની ભણવા ની ટેકનીક ના વિશે બતાવીએ.

હંસિકા નો માત્ર અંગ્રેજી માં કપાયો 1 માર્ક

500 માંથી 499 માર્ક્સ લાવવા વાળી હંસિકા શુક્લા નો માત્ર અંગ્રેજી વિષય માં એક માર્ક કપાયો છે. આના સિવાય ઇતિહાસ, મનોવિજ્ઞાન, રાજનીતિક વિજ્ઞાન અને મ્યુઝિક માં એમને 100 માંથી 100 માર્ક મળ્યા છે. હંસિકા ના પિતા (સાકેત કુમાર શુક્લા) રાજ્યસભા માં ડેપ્યુટી સેક્રેટરી ના પદ પર કાર્યરત છે, જ્યારે એમની માતા (મીના શુક્લા) વીએમએલજી ડિગ્રી કોલેજ માં પ્રોફેસર છે. જ્યારે હંસીકા થી એમના ફ્યુચર પ્લાન ના વિશે પૂછવા માં આવ્યું તો એમણે બતાવ્યું એ મોટી થઇ ને IAS બનવા માંગે છે અને સાથે એવા બાળકો ને ભણાવી ને મોટો માણસ બનાવવા માંગે છે જે પૈસા ની કમી ના કારણે ભણી નથી શકતા. હંસિકા 12 મા પછી મનોવિજ્ઞાન ની સ્ટડી કરવા માંગે છે અને આના માટે તેમની પહેલી પસંદ દિલ્હી યુનિવર્સિટી રહેશે.

આ છે હંસિકા નું ટોપ કરવા નું સિક્રેટ

જ્યારે એક ઇન્ટરવ્યૂ ના સમયે હંસિકા થી ટોપ કરવા ના સીક્રેટ પૂછવા માં આવ્યું તો એમણે કીધું, “મે તો ટોપ કરવા ના વિશે ક્યારેય નહતું વિચાર્યું. હા મને સારા નંબર આવવા નો આત્મવિશ્વાસ હતો. મારા સિક્રેટ બસ આ જ છે કે તમે મહેનત કરતા જાવ અને ટોપ કરવા ના પ્રેશર ની જગ્યા એ સારા નંબર લાવવા નું વિચારો.” હંસિકા આગળ કહે છે કે, “મે પરીક્ષા માટે સતત ભણ્યુ નથી, પરંતુ એક કલાક ભણતી હતી એક કલાક રેસ્ટ પણ કરતી હતી.” હંસિકા પોતાની આ સફળતા નો શ્રેય પોતાના ટીચર્સ અને માતા-પિતા ને આપે છે. ભણવા લખવા સિવાય હંસિકા ને બેડમિન્ટન અને સ્વિમિંગ નો પણ શોખ છે.

બતાવી દઇએ કે બીજા નંબર પર 3 છોકરીઓ સંયુક્ત રીતે આવી છે ત્યાં જ ત્રીજા નંબર પર કુલ 18 સ્ટુડન્ટ સંયુક્ત રીતે છે જેમાં 11 છોકરીઓ છે. તમે ટોપર્સ ની આખી લિસ્ટ અહી જોઈ શકો છો.

ટિપ્પણી

તૈમુર અલી ખાન ની પોપ્યુલારિટી થી હેરાન પાડોશી, પહોંચી ગયા સ્ટેશન

આજે માતા બગલામુખી જયંતી પર બની રહ્યો છે શુભ યોગ, આ 6 રાશિઓ નું ચમકશે ભાગ્ય, મળશે મોટી ખુશી