માતા ની મુશ્કેલી ના જોઈ શક્યો દીકરો, ઘરે જ બનાવ્યું રોટી મેકર

Please log in or register to like posts.
News

પોતાની માતા અને ગામની ઘણી બીજી સ્ત્રીઓને ઘરમાં રોટલી બનાવતા ઘણી મુશ્કેલીનો સામનો કરતાં જોયું હતું. એટલા માટે રોટીમેકર બનાવવાનું વિચાર્યું.

કર્ણાટકમાં રહેવાવાળા 41 વર્ષના બોમઇની અંદર હંમેશાથી જ કંઈક નવું શોધવાની ઈચ્છા રહેતી હતી. આમણે ક્યારેક સાઇકલ બનાવવાની દુકાનથી પોતાની સફરની શરૂઆત કરી હતી અને આજે એમની પાસે લાઇસન્સ વાળી વર્કશોપ છે.

હમણાં જ એમણે એક એવો અનોખો રોટી મેકર ની શોધ કરી છે જે પારંપરિક રીતે જમવાનું બનાવવાની વિધિ થી જમવાનું બનાવવાથી થવાવાળા પ્રદૂષણમાં લગભગ 80 ટકા જેટલું કાપ મૂકી દેશે. એમણે પોતાની માતા અને ગામની ઘણી સ્ત્રીઓ ને રોટલી બનાવતી વખતે મુશ્કેલીઓનો સામનો કરતાજોયું હતું. એટલા માટે રોટીમેકર બનાવવાનું વિચાર્યું અને આ એમના માટે ફાયદાકારક સાબિત થયું.

બોમઇને પોતાનેરોટલીઓ ઘણી પસંદ છે. એ પોતાની માતાને આ મુશ્કેલ કામ કરતા હંમેશા જોતા હતા. એમની માતા રોટલી ને ગરમ રાખવા માટે સમાચાર પત્રમાં એમને વીતી દેતીહતી. આ જોઈને એમને નવા આવિષ્કાર નો વિચાર આવ્યો. બોમઈ ની રોટી મેકર મશીન સૌર ઊર્જા અને એસી કરંટ બંને થી ચાલે છે. આની કિંમત 15,000 રૂપિયા આવી છે. આને ઓપરેટ કરવું સહેલું છે.

આનો આકાર કોઈ સામાન્ય ઇંડકશન ની જેમ જ છે અને વજન 6 કિલો છે. એક કલાકમાં આ મશીન 180 રોટલીઓ બનાવી શકે છે. બોમઈ ખુશીથી કહે છે કે હવે એમની માતા ઘણી ખુશ છે અને વગર મહેનતે ઘણી સારી રોટલીઓ બનાવી શકે છે. બોમઇઇચ્છે છે કે આને મોટા સ્તર ઉપર ડેવલપ કરવામાં આવે, પરંતુ આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે એ મજબૂર છે.

એ કહે છે કે મેક ઈન ઈન્ડિયા અભિયાન દ્વારા એ રોટીમેકર ને સારી રીતે ડેવલપ કરવા માંગે છે જેના કારણે ગ્રામીણ લોકોને એનો લાભ મળી શકે. પરંતુ એના માટે એમને પૈસાની જરૂર છે. બોમઇ એરોટીમેકર ના સિવાય બીજી ઘણી વસ્તુઓ બનાવી છે જેનાથી ઘરનું કામ સરળતાથી કરી શકાય.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.