in

શું તમે જાણો છો પતંગિયા ઈંડા મુકવા માટે 500 કિલોમીટર દૂર આવે છે? જાણો તેના પાછળનું એક સત્ય

Image result for butterfly eggs

Related image

Advertisements

આ ઋતુમાં આપણે ત્યાં કેટલાક પતંગિયાં ટોળાં બનાવીને ઊડતાં ક્યારેક ને ક્યારેક તો જોવા મળી જ જાય છે, પણ દક્ષિણ ભારતમાં આ ઋતુમાં આકાશમાં ઘણી મોટી સંખ્યામાં અસાધારણ પતંગિયાંનું ટોળું સ્થળાંતર કરતું દેખાવા મળે છે. આ પતંગિયાંનું સ્થળાંતર મુખ્યત્વે પશ્ચિમ તથા પૂર્વના પટ્ટામાં જોવા મળે છે. મહત્વની વાત તો એ છે કે સ્થળાંતર કરી આવી રહેલાં પતંગિયાઓ પાછા ફરતાં નથી. અહીં સંવનન કરીને ઈંડાં મૂક્યા પછી એ મૃત્યુ પામે છે. મિલ્કવીડ બટરફ્લાય દર વર્ષે આ રીતે સ્થળાંતર કરે છે. તેઓ દૂધ ધરાવતા છોડ પર પોતાનાં ઇંડાં મૂકી દેતા હોય છે. એેપ્રિલ તથા જૂન વચ્ચે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૃઆત પહેલાં લાખો પતંગિયાં ૫૦૦ કી.મી. કાપીને પૂર્વીય મેદાની વિસ્તારમાં ફક્ત મેટિંગ કરવા આવે છે. અહીં રોકાઈને મેટિંગ કરી ઈંડાં મૂકે છે. છેવટે બધાં પતંગિયાં મોત પામે છે. ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે એમના ઈંડાંમાંથી ઈયળ તથા કોશેટો બાદ પછીના બચ્ચાં જન્મે છે. તેઓ રીવર્સ પ્રવાસ શરૃ કરે છે.

ટિપ્પણી
Advertisements

શિયાળાની આ કડકડતી ઠંડીમાં ઘરે જ આ રીતે બનાવો મૂળાની ભાજી, ખાતા જ રહી જશો

ક્લબ ફેક્ટરીમાંથી ખરીદી કરનાર વ્યક્તિઓ માટે આવ્યા ખરાબ સમાચાર, તમને પધરાવી દેવામાં આવે છે નકલી માલ