in

ધંધો આ રીતે કરો તો કોઈ દિવસ તકલીફ ન પડે – મોટી કંપનીઓ પણ આ રીતે જ ચાલે છે – કોઈ પણ ધંધાનું રહસ્ય..

અભ્યાસ પછીની લાઈફ જોબ કે બિઝનેસમાં સેટ થવા માટેની હોય છે. એમાં જો પેઢીનો કોઈ બિઝનેસ હોય તો વાત અલગ છે પણ અમુક એવા વ્યક્તિઓ હોય છે જેની પાસે કોઈ જ આધાર નથી હોતો, તેને તેના દમ અને સાહસ પર જ બધું કરવું પડે છે. તો એ માટે સૌથી ખાસ કે સાહસ કરવાની હિંમત હોવી જોઈએ. તો આજનો આર્ટીકલ તમને ખુબજ કામ આવશે. જો તમે બિઝનેસમાં ફેમ, નેમ અને એ સાથે સારી એવી કમાણી કરવા ઈચ્છો છો તો તમારે આ આર્ટીકલને ખાસ વાંચવો જોઈએ.

ઘણા યુવકો મનથી મજબૂત હોય છે જેને કોઇપણ કામ કરવામાં આળસ નથી આવતી અને બધે જ સફળ થઈને બતાવે છે. એમ સામે એવા યુવકો પણ છે જે સાહસ કરવામાં બહુજ ડરે છે.એમ, મોટાભાગના લોકો તેના આવા ડરને કારણે બિઝનેસને વધુ ઉંચાઈ સુધી લઇ જઈ નથી શકતા. તો આજના આર્ટીકલમાં અમુક ખાસ વાત જણાવી છે જેને જાણીને તમે જુસ્સાથી ભરપૂર થઇ જશો સાથે એવી વાતો પણ જાણવા મળશે જે તમને ઉંચાઈ સુધી લઇ જવા માટે રોકતી હોય છે. તો આ આર્ટીકલ જીવનની જડીબુટ્ટી સમાન સાબિત થશે.

બિઝનેસમાં પગ જમાવવાની ઘણા લોકોની ચાહના હોય છે તો એ મંઝીલ મેળવવા માટે મહેનત તો કરવી જ પડે સાથે સમયનો પણ ભોગ આપવો પડે છે. તો સમય જતા બીઝનેસ માર્કેટમાં મોટું નામ બનાવી શકાય છે. સામાન્ય રીતે આ બધી વાતો આપણે જાણીએ જ છીએ એ પણ ખાસ જાણવા જેવી વાત હોય તો એ બિઝનેસમાં સારી નામના, સારી ઇન્કમ  – ફેમ, નેમ બધું એકસાથે કવર કરીને રીતે આગળ વધી શકાય ખરૂ? તો એ માટે અમુક લાઈફ અને વર્ક સીસ્ટમના નિયમને ફોલો કરવા પડે તો તમને કોઈ સકસેસ થતા રોકી શકે નહીં. નીચેના પેરેગ્રાફમાં અમે અમુક મુદાઓ લખ્યા છે જે બધાને જાણવા જેવા છે.

(૧) ખુદનો સવાલ  – ખુદનો જવાબ :

સૌથી વધુ અગત્યની વાતમાં તમે કયો વ્યવસાય કરવા માંગો છો અને શા માટે એ જ બીઝનેસ કરવામાં રસ પડે છે? તમારા ધંધાનું લક્ષ્ય શું છે?મતલબ કે બિઝનેસ કરીને તમે ક્યાં સુધી પહોંચવા માંગો છો.  તમારે કોઈ વસ્તુનું પ્રોડક્શન કરવું છે અથવા તો કોઈ સર્વિસીસ આપવી છે?શું તમારા હોબીને વ્યવસાયનું રૂપ આપવા માંગો છો અથવા તો કંઈક કરવા માંગો છો તે ક્ષેત્રમાં તમને સારો અનુભવ છે,જેમાં તમારી પ્રોડક્ટ કઈ થશે? તમારા ગ્રાહક કોણ હશે?આવા બધા પ્રશ્નોનો જવાબ લખીને ડાયરીમાં નોંધ કરો જેને ફરી ફરીને વાંચતા રહો જેનાથી તમને એનર્જી મળતી રહેશે. આટલા પ્રશ્નો તમને જાત સાથે થશે તો તમને ખબર પડશે કે અંતે તમે તમારી જાત માટે શું કરવા ઈચ્છો છો?

(૨) પ્લાન ફોર ડીઝાઇન ઓફ બિઝનેસ :

વ્યવસાય શરૂ કર્યા પહેલાં તમારા વ્યવસાયની સ્ટ્રેટેજી શું છે?એ જાણવું જોઈએ. તમારા વ્યવસાયમાં શ્રેષ્ઠતા કેવી રીતે લાવી શકો છો અથવા કઈ પ્રકારની સેવાઓ આપી શકાય જેને કારણે વધુ ગ્રાહકો જોડાયેલા રહે? આ જવાબ તમને ખબર હોવી જોઈએ. તમારો કારોબાર કેવી રીતે માર્કેટમાં અલગ છાપ ઉભી કરશે? તમારા વ્યવસાયને ડેવલપ કરવાના આઇડિયામાં આવી વિશિષ્ટતાનું પ્લાનિંગ કરવાથી બિઝનેસ ડીઝાઇન તૈયાર થાય છે જે તમને સફળતાની ઉંચાઈ સુધી લઇ જાય છે. આ બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ.

(૩) બીઝનેસ લોકેશન :

તમે જે પ્રકારનો બિઝનેસ કરવા માંગો છો અથવા કરી રહ્યા છો તો તેમાં સૌ પ્રથમ લોકેશન ખૂબ જ અગત્યનું હોય છે. જે ટાઇપનો બિઝનેસ છે તેને આગળ આવવા માટે આસપાસનું વાતાવરણ અસર કરે છે. તમારા બીઝનેસની વધુ માર્કેટ બને એ રીતે લોકોની વચ્ચે રહેવું ખાસ મહત્વનું છે.

(૪) માર્કેટ સર્ચિંગ અનેડ રીસર્ચ :

તમે ગમે ત્યાં માર્કેટ શરૂ કરી શકો છો વિવિધ માર્ગોથી સંશોધન કરી શકો છો. ઇન્ટરનેટથી માહિતી એકત્રીત, મોટા-મોટા વ્યવસાયી સંપર્ક દ્વારા, માર્કેટના જાણકારો સાથે મળીને અથવા ઇ મેઇલ દ્વારા, માર્કેટની મોટી કંપનીઓના અહેવાલ વાંચવાથી તમે વધુ સારા સંશોધન કરી શકો છો. સૌથી વધુ કઇ આઇટેમ વેચાય છે અને શા માટે? પ્રોડક્ટમાં આવી કઇ ખામીઓ છે જે તમારા પ્રોડક્ટમાં દૂર કરો અને માર્કેટમાં લીડર બની શકાય છે. ઉપરાંત જો તમે કોઈ સર્વિસ આપવાનો બીઝનેસ કરતા હોય તો ખાસ યાદ રાખો માર્કેટમાં કઈ રીતને સર્વિસને લોકો વધુ પસંદ કરે છે એ રીતે તમે પણ કંઇક નવું આપીને ગ્રાહકને આકર્ષી શકો છો.

આ ચાર મુદ્દાઓ એવા છે જેને યાદ રાખવાથી તમે બિઝનેસને સારી એવી સકસેસ તરફ લઇ જઈ શકો છો. એ સાથે તમને એ પણ જણાવી દઈએ કે આ એવા મુદ્દાઓ છે જે મોટી વર્ષો જૂની ચાલતી કંપનીઓ પણ ફોલો કરે છે. જો તમે પણ આ રીતે બીઝનેસને સેટ કરતા જશો તો તમને પણ જરૂરથી ફેમ, નેમ સાથે સારી ઇન્કમ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Jo Baka” ને..

#Author : RJ Ravi

ટિપ્પણી

આ ઉંમર છે લગ્ન કરવાની એકદમ પરફેક્ટ ઉંમર – તો જીવનમાં જમાવટ થઇ જાય – જાણીને તમે આનંદમાં આવી જશો..

ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિર ને બતાવ્યું હતું ઘર ની સુખ-સમૃદ્ધિ બનાવી રાખવા નું રહસ્ય