in

આપણા ગુજરાતમાં બ્રેઇન દર્દીઓના અંગદાનને એક વર્ષમાં 162 માણસોની જિંદગી પાછી આપી

આપણા ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૧૯માં અમદાવાદની સિવિલ હોસ્પિટલ સિવાય ગુજરાતની બીજી વિવિધ ખાનગી ૧૭ હોસ્પિટલોમાં બ્રેઈન ડેડ જાહેર કરેલા દર્દીઓના અંગદાને ૧૬૨ માણસોને નવજીવન બક્ષ્યું છે. બ્રેઈન ડેડ દર્દી થકી સૌથી વધુ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ૧૩૯ થયા છે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં કુલ ૨૩ ટ્રાન્સપ્લાન્ટ થયા છે,રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં બ્રેઈન ડેડ દર્દીના ટ્રાન્સપ્લાન્ટ થાય તે માટે ૧૭ હોસ્પિટલોને સત્તા બક્ષવામાં આવી છે, ખાનગી હોસ્પિટલોમાં વર્ષ ૨૦૧૯માં ૧૭ કિડનીના, ૩ લીવરના અને ૩ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. આવી રીતે કુલ ૨૩ વ્યક્તિઓને નવજીવન બક્ષવામાં આવ્યું છે જ્યારે અમદાવાદની ઈન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ૮૭ કિડની અને ૫૨ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે. બ્રેઈન ડેડ જાહેર થયેલા દર્દીના સગાં અંગદાન માટે સંમત થતાં ગુજરાતમાં કુલ ૧૬૨ લોકોને નવી જિંદગી પરત મળી છે. જોકે અમદાવાદ સિવિલમાં વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮ની સરખામણીએ કિડની અને લીવરના ટ્રાન્સપ્લાન્ટના આંકડા ઘટયા છે, જેની પાછળ લોકોમાં જોઈએ તેટલી જાગૃતિ ન હોવાનું કારણ બતાવાઈ રહ્યું છે. આ કારણસર જ ડિસેમ્બર ૨૦૨૦ની સ્થિતિએ અમદાવાદ સિવિલમાં કિડની તથા લીવર દાનમાં મળે તે માટેનું વેઈટિંગ લિસ્ટ અંદાજે ૫૫૦ નજીક પહોંચી ગયું છે,

• સિવિલમાં બે વર્ષમાં કેટલા અંગદાન?

૨૦૧૭ ૧૦૪ કિડની ૬૩ લીવર
૨૦૧૮ ૯૪ કિડની ૪૯ લીવર
૨૦૧૯ ૮૭ કિડની ૫૨ લીવર

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

CAA ને ધ્યાનમાં લઈ ફરી એકવકત ઓવૈસીએ આપી દીધું ભડકાઉ નિવેદન, બોલ્યા કાગળ માંગશો તો…

સચિન તેંડલકર ઓસ્ટ્રેલિયન ટીશર્ટ પહેરી મેદાનમાં આવી ગયો, પહેલા બોલ પર ફોર ફટકારી