in ,

આ છોકરો પબજી ગેમ સતત 6 કલાક રમવાને કારણે મરી ગયો, કારણ જાણીને ઉડી જશે હોશ

દોસ્તો આજકાલ આપણે દરેક જગ્યાએ જોઈ રહ્યા છે કે આજના યુવાનોમાં મોબાઈલ કેટલો ક્રેઝ કેટલો વધી ગયો છે. એવા સમયે આજકાલ લોકો મોબાઈલથી એટલા નજીક આવી ગયા છે કે આજે વ્યક્તિ બીજા વ્યક્તિથી દુર થઇ રહ્યો છે. દોસ્તો આ લેખમાં આજે એક એવી સત્ય ઘટના વિશે જણાવવાના છે કે જે વાંચીને તમે પણ કંપી ઉઠશો. આજકાલ મોબાઈલમાં જે ગેમ રમવામાં આવે છે એ ગેમને લીધે એક નાના એવા યુવાનનું મૃત્યુ થયું છે. આ યુવાન 16 વર્ષનો હતો અને એ એક ગેમના કારણે મૃત્યુના મુખમાં જતો રહ્યો.

Advertisements

દોસ્તો આજે બધા જ લોકો મોબાઈલમાં આવતી એક ગેમથી ખુબ જ પરિચિત જ છે. દોસ્તો , અમે વાત કરી રહ્યા છે PUBG ગેમની. દોસ્તો આ ગેમને લીધે એક 16 વર્ષના એક યુવાન છોકરાનું મૃત્યુ થયું હતું. આ પાછળનું કારણ જાણશો તો તમે પણ ચોંકી જશો. ચાલો તો જાણી લઇએ કે કઈ રીતે થયું આ છોકરાનું PUBG ગેમ રમતા રમતા મૃત્યુ.

આ ઘટના છે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા નીમચ ગામની. આ છોકરો ફક્ત 16 વર્ષનો હતો અને એનું નામ છે ફુરકાન કુરેશી. આ ઘટના તાજેતરમાં જ બનીને સામે આવી છે. ફુરકાન કુરેશી બારમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો અને એને PUBG રમવાનો ખુબ જ શોખ હતો. પણ ધીમે ધીમે આ છોકરાને PUBG ગેમની ખુબ જ લત લાગી ગઈ હતી. એને PUBG રમવાનો એટલો બધો શોખ થઇ ગયો હતો કે પોતે કલાકો સુધી એક જ જગ્યાએ બેસીને PUBG જ રમ્યા રાખતો હતો.

Advertisements

તે એક દિવસ PUBG ગેમ રમવા બેઠો. રમતા રમતા સમય સતત પસાર થવા લાગ્યો. તે સતત એક જ જગ્યા પર બેસીને 6 કલાકથી ગમે રમી રહ્યો હતો. તે ગેમ રમતા રમતા અચાનક જ બુમો પાડવા માંડ્યો , એ છોકરો જોરથી બોલવા લાગ્યો બ્લાસ્ટ કર, બ્લાસ્ટ કર એવી બુમો પાડવા માંડ્યો. પણ અચાનક જ બુમો પાડતાની સાથે જ તે બેહોશ થઇ ગયો. એ પછી એને બેહોશીની હાલતમાં જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પણ દાખલ કરતાની સાથે જ એવી જાણ થઇ કે જ્યારે તે બેહોશ થયો એ જ સમયે એનું મૃત્યુ થઇ ગયું હતું.

મૃત્યુ પામનાર બાળકના પિતાનું નામ છે હારુન કુરેશી. એમણે પોતાના પુત્ર પર એવું બયાન આપ્યું હતું કે તે આગળની રાત્રીએ સતત 2 વાગ્યા સુધી PUBG રમતો હતો. પણ તેમ છતાં બીજા દિવસે સવારમાં ઉઠીને પણ ગેમ રમવા બેસી ગયો હતો. પછી એ લગભગ 6કલાકથી સતત ગેમ રમતો હતો. જ્યારે એ બેહોશ થયો તો એટલું જ બોલ્યો કે બ્લાસ્ટ કર બ્લાસ્ટ. આ શબ્દને બોળ્યાપછી એ તરત જ ઢળી ગયો હતો. ફુરકાન કુરેશીના પિતાએ જણાવ્યું હતું કે મારો પુત્ર ખુબ જ સક્રિય રહેતો હતો. એ બધી જ બાબતમાં ઘણો જ હોંશિયાર પણ હતો. એમણે એવું પણ કીધું હતું કે તેનો પુત્ર ફુરકાન કુરેશી અજમેર પાસે આવેલું નસીરાબાદમાં રહેતો હતો. આ સમયે તે એક ફેમીલી ફંક્શન માટે ગહરે આવ્યો હતો. જ્યાં આ ઘટના બની હતી.

Advertisements

જે હોસ્પિટલમાં ફુરકાન કુરેશીનું ચેકઅપ કરવામાં આવ્યું ત્યાંના ડોકટર કાર્ડિયોલોજિસ્ટ અશોકભાઈ જૈને એવું કીધું હતું કે ફુરકાનને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યો એ જ સમયે એની પલ્સ બંધ થઇ ગઈ હતી. એ પછી એને ઇલેક્ટ્રિક શોક આપીને ફરીવાર ચાલુ કરવાના પણ પ્રયત્નો કરવામાં આવ્યા પણ બધા જ પ્રયાસો નિષ્ફળ ગયા. અશોક જૈને જણાવ્યું હતું કે સતત ગેમ રમવાને લીધે એના હૃદયની ગતિ ખુબ જ વધી રહી હતી. જેના લીધે કાર્ડિયાક એરેસ્ટ આવ્યું હતું. ડોકટરે એમ જણાવ્યું હતું કે બાળકો ગેમ રમવાની સાથે પોતાનું સર્વસ્વ ગેમમાં લગાવી દેતા હોય છે. જેના લીધે તેઓ આવેશમાં આવીને પછી હૃદયના હુમલાના શિકાર બની જતા હોય છે. પણ ફુરકાન કુરેશીના પિતાએ એમ કહ્યું હતું કે ફુરકાનને હૃદયને લગતી કોઈ પણ સમસ્યાઓ હતી નહીં.

ફુરકાન કુરેશીના પરિવારે એમ જણાવ્યું હતું કે ફુરકાન PUBG ગેમ સતત રમ્યા કરતો હતો અને છેલ્લા લગભગ દોઢ વર્ષથી આ ગેમનો હેવાયો થઇ ગયો હતો. એક જ દિવસમાં એક જ જગ્યાએ બેસીને સતત બે, ત્રણ, ચાર અને ક્યારેક તેનાથી પણ વધારે કલાકો તે PUBG ગમે રમ્યા રાખતો હતો. પણ દોસ્તો સાચે જ દુઃખની બાબત એ પણ હતી કે તે દિવસે ફુરકાન કુરેશીની સગાઇ થવાની હતી અને એ જ દિવસે તે સતત છ કલાક ગેમ રહ્યો હતો.પછી જ્યારે તે બેહોશ થયો એની ફક્ત ત્રણથી ચાર જ મિનીટમાં જ આખા શરીરનો રંગ બદલાઈ ગયો હતો.

Advertisements

તો દોસ્તો ફુરકાન કુરેશીનું મૃત્યુ ગેમમાં વધુ પડતા એક્સાઈટમેન્ટને લીધે નીપજ્યું હતું. પોતે ગેમમાં એટલી હદે ઘુસી ગયો હતો કે કાર્ડિયાક એરેસ્ટ થઇ ગયું અને એ જ સમયે એનું મૃત્યુ થઇ ગયું હતું. તો મિત્રો આ ગેમ આપણને મૌત સુધી પણ લઇ જઈ શકે છે , એટલે જે પણ કોઈ આવી બધી ગેમ રમતા હોય તો આજે જ બંધ કરી દેજો અને આ લેખને બધા સુધી પહોંચાડી દો અને આ રીતે બધાને જાગૃત કરો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

04 ડિસેમ્બર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

ખરાબ નજર થી બચવા માટે શરીર માં ક્યાં લગાવવું જોઈએ કાળો ટીકો? જાણો લગાવવા ની યોગ્ય રીત