in

બોલિવૂડ માં પગ મૂકવા ની પહેલા બેકરી શોપ ચલાવતા હતા આ એક્ટર, આવી રીતે મળી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં એન્ટ્રી

બોમન ઈરાની બોલિવૂડ ના ઓળખીતા અભિનેતા છે. ફિલ્મી કરિયર માં એક થી ચઢિયાતી એક સુપરહિટ ફિલ્મો આપી છે. બોમન ઈરાની “મુન્નાભાઈ એમબીબીએસ”, “3 ઈડિયટ”, “જોલી એલએલબી” અને “સંજુ” જેવી ફિલ્મો માં યાદગાર અભિનય કરી ચુક્યા છે. બોમન ઈરાની નો જન્મ 2 ડિસેમ્બર 1959 મુંબઈ માં થયો હતો. તમને જાણી ને આશ્ચર્ય થશે કે બોમન ઈરાની એ 42 વર્ષ ની ઉંમર માં બોલિવૂડ માં પગ મૂક્યો. ઘણા ઓછા લોકો જાણે છે કે બોલિવૂડ માં આવવા ની પહેલાં બોમન ફોટોગ્રાફી કરતા હતા. બોમન ઈરાની ને ફોટોગ્રાફી કરવાનો ઘણો શોખ છે. જ્યારે બારમા ધોરણ માં ભણતા હતા ત્યાર થી સ્કૂલ માં થવાવાળી ક્રિકેટ મેચ માં ફોટો ખેંચતા હતા. જેના માટે એમને કેટલાક પૈસા પણ મળતા હતા.

Advertisements

બોમન ઈરાની એ પ્રોફેશનલ તરીકે પહેલીવાર પુના માં બાઇક રેસ ની ફોટોગ્રાફી કરી હતી. એના પછી બોમન ને મુંબઈ માં આવેલ બોક્સિંગ વર્લ્ડકપ ની મેચ કવર કરવા નો ચાન્સ મળ્યો. બોમન ઇરાની એ મુંબઈ ના મીઠીબાઈ કોલેજ થી ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ભણવા નું પૂરું કર્યા પછી એમણે 2 વર્ષ સુધી મુંબઈ ની તાજ હોટલ માં નોકરી કરી. બોમન ઈરાની વેઈટર અને રૂમ સર્વિસ સ્ટાફ નું કામ કરતા હતા. કેટલીક અંગત મજબૂરીઓ ના કારણે બોમન ઇરાની ને આ નોકરી છોડવી પડી. નોકરી છોડ્યા પછી બોમન ફેમિલી ની સાથે જ કામ કરવા લાગ્યા. બોમન ની માતા ની એક બેકરી ની દુકાન ચાલતી હતી. જેમાં બોમન 14 વર્ષો સુધી કામ કરતા રહ્યા.

એક દિવસ બોમન ઈરાની ની મુલાકાત કોરિયોગ્રાફર શ્યામક દાવર થી થઈ. શ્યામક એ એમને થિયેટર માં કામ કરવા ની સલાહ આપી. શરૂઆત ના સમય માં બોમન વધારે પડતા કોમેડી રોલ ઓફર કરવા માં આવતા હતા. બોમન પારસી છે એટલા માટે એમના દ્વારા કરવા માં આવેલા વધારે પડતા પાત્ર પારસી હતા. ધીરે-ધીરે બોમને પોતાના અભિનય દ્વારા થિયેટર ની દુનિયા માં પોતાની એક અલગ ઓળખાણ બનાવી લીધી. થિયેટર કર્યા પછી બોમને 2001 માં ઇંગ્લિશ ફિલ્મો “એવરી બડી સેઇઝ આઈ એમ ફાઈન” અને “લેટ્સ ટોક” માં કામ કરવા નો અવસર મળ્યો. આ ફિલ્મ માં બોમન ના કામ ના ઘણા વખાણ થયા. વર્ષ 2003 માં બોમન ની ફિલ્મ “મુન્નાભાઈ એમબીબીએસ” માં કામ કરવાનો અવસર મળ્યો. આ ફિલ્મ ના જબરજસ્ત હિટ અને સફળ થયા પછી બોમન ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં પોતાની એક અલગ ઓળખાણ બનાવી.

Advertisements

બોમન ઈરાની અત્યાર સુધી 50 થી વધારે ફિલ્મો માં કામ કરી ચૂક્યા છે. બોમન ઈરાની અત્યાર સુધી “હનીમુન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ”, “દોસ્તાના”, “યુવરાજ”, “થ્રી ઇડિયટ્સ”, “તીન પત્તી”, “હમ તુમ ઔર ઘોસ્ટ”, “હાઉસફૂલ”, “હાઉસફુલ ટુ” અને “સંજુ” હિન્દી ફિલ્મો માં કામ કર્યું છે. આ બધી ફિલ્મો માં બોમને અલગ અલગ પાત્ર કર્યા. જેને દર્શકો એ ઘણું પસંદ કર્યું. બોમન ઈરાની હંમેશા અલગ અલગ રીત ના પાત્ર કરે છે. એ પોતાને બધા પાત્ર માં એવી રીતે ઢાળી લે છે કે જેમને જોયા પછી એવું લાગે છે કે આ પાત્ર એમના માટે જ બન્યું હોય. બોમન ઈરાની પોતાની દરેક ફિલ્મ માં પોતાના અભિનય દ્વારા દર્શકો નું દિલ જીતી લે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

શરીર માં આવી રહેલી ખંજવાળ આપે છે આ સંકેત, જાણો માથા થી પગ સુધી ખંજવાળ નો શું હોય છે અર્થ

બદલાઈ રહ્યો હોય હથેળી નો રંગ તો થઇ જાઓ સાવધાન, બગડતા સ્વાસ્થ્ય નું રહસ્ય ખુલી જાય છે હથેળીઓ