in

પરિવાર ની ઈચ્છા ની વિરુદ્ધ આ 7 સ્ટાર્સે ઘરે થી ભાગી ને કર્યા હતા લગ્ન

જ્યારે દિલ થી પ્રેમ હોય છે તો દુનિયા ની કોઈ તાકાત તેમને મળવા થી નથી રોકી શકતી. પ્રેમ ના પછી હંમેશા લોકો નો બીજો સ્ટેપ લગ્ન નો જ હોય છે. જોકે ભારત માં જો ધર્મ, જાતિ અને ઉંમર માં વધારે અંતર હોય તો ઘરવાળા લગ્ન માટે તૈયાર નથી થતા. આવા માં ઘણા પ્રેમી જોડા ઘરે થી ભાગી ને લગ્ન કરી લે છે. બોલિવૂડ સ્ટાર્સ આ કામ માં પાછળ નથી. આજે અમે તમને એવા સ્ટાર્સ ના વિશે બતાવીશું જેમણે પરિવાર ની મરજી વિરુદ્ધ ઘરે થી ભાગી ને લગ્ન કર્યા હતા.

જીતેન્દ્ર અને શોભા

Advertisements

પોતાના જમાના ના હેન્સમ સુપરસ્ટાર જીતેન્દ્ર એ હેમા માલીની થી લઈ ને શ્રીદેવી અને જયા પ્રદા બધા ની સાથે અફેર ચલાવ્યું હતું. જોકે જ્યારે વાત લગ્ન ની આવી ત્યારે એર હોસ્ટેસ શોભા ની સાથે સાત ફેરા લીધા. જીતેન્દ્ર ની પુત્રી એકતા કપૂર એ એકવાર પોતાના ઇન્સ્ટાગ્રામ પર મમ્મી પપ્પા નો ફોટો શેર કરતા બતાવ્યું હતું કે આજ થી 43 વર્ષ પહેલા બંને એ શરદ પૂર્ણિમા ના દિવસે ભાગી ને લગ્ન કર્યા હતા.

આમિર ખાન અને રીના દત્તા

આમિર ખાન અને રીના દત્તા એકબીજા ના પાડોશી હતા. જોકે આમિર મુસ્લિમ અને રીના હિન્દુ હતી આ કારણ થી લગ્ન માં મુશ્કેલીઓ આવી રહી હતી. બંને ની ઉંમર પણ ઓછી હતી તો એમણે પુખ્તવય ના થવા ની રાહ જોઈ. પછી જ્યારે આમિર 21 વર્ષ ના અને રીના 19 વર્ષ ની થઈ તો 18 એપ્રિલ 1986 એ ઘર થી ભાગી ને રજીસ્ટર ઓફિસ માં લગ્ન કરી લીધા. જોકે વર્ષ 2002 માં બંને ના છૂટાછેડા થઈ ગયા.

Advertisements

સૈફ અલી ખાન અને અમૃતા સિંહ

સૈફ 21 ના અને અમૃતા 33 ની હતી જ્યારે બંને ની વચ્ચે પ્રેમ થયો હતો. ઉંમર નું આટલું બધું અંતર અને અલગ ધર્મ હોવા ના કારણે એમના ઘરવાળા લગ્ન માટે તૈયાર નહોતા. આવા માં બંને એ વર્ષ 1991 માં પોતાના પરિવાર ની મરજી વિરુદ્ધ જઈ ને લગ્ન કર્યા. જોકે વર્ષ 2004 માં બંને ના છૂટાછેડા થઈ ગયા હતા.

શમ્મી કપૂર અને ગીતા બાલી

Advertisements

વર્ષ 1995 માં આવેલી ફિલ્મ ‘રંગીન રાતે’ ની શૂટિંગ વખતે શમ્મી ને ગીતા થી પ્રેમ થયો. જોકે ગીતા ઉંમર માં શમ્મી થી મોટી હતી એટલા માટે એમને વિશ્વાસ હતો કે ઘરવાળા લગ્ન માટે માનશે નહીં. આ વિચારી ને બંને એ ભાગી ને મંદિર માં લગ્ન કર્યા હતા.

આશા ભોંસલે અને ગણપતરાવ ભોંસલે

ફેમસ સિંગર આશા ભોંસલે 16 વર્ષ ની ઉંમર માં 31 વર્ષ ના પર્સનલ સેક્રેટરી ગણપતરાવ ભોંસલે થી પરિવાર ની મરજી વિરુદ્ધ જઈ ને લગ્ન કર્યા હતા. 1949 મા થયેલા આ લગ્ન 1960 માં ટુટી ગયા. પછી આશ એ 1980 મા સિંગર અને કંપોઝર આર ડી બર્મન થી બીજા લગ્ન કર્યા હતા.

Advertisements

પદ્મિની કોલ્હાપુરી અને પ્રદીપ શર્મા

પદ્મિની ને ‘આપ જેસા યાર કહા’ ફિલ્મ ના પ્રોડ્યુસર પ્રદીપ શર્મા થી પ્રેમ થયો હતો. જાતિ અલગ હોવા ના કારણે ઘર માં લગ્ન માટે તૈયાર ન હતા. આવા માં પદ્મિની ઘર થી ભાગી ગઈ અને 14 ઓગસ્ટ 1986 એ પ્રદીપ ની સાથે મુંબઈ માં આવેલા એક મિત્ર ના ઘરે લગ્ન કરી લીધા.

શશી કપૂર અને જેનિફર કેંડલ

Advertisements

શશી અને જેનિફર થિયેટર માં સાથે કામ કરતા હતા. અહીંયા બંન્ને માં પ્રેમ થયો. જેનિફર ના પિતા લગ્ન માટે તૈયાર ન થયા તો ભાગી ને મુંબઈ આવી ગઈ અને જુલાઈ 1958 માં શશી થી લગ્ન કરી લીધા. જોકે 1984 માં જેનિફર નું કેન્સર ના કારણે નિધન થઈ ગયું.

ટિપ્પણી
Advertisements

આર્થિક તંગી થી લડી રહેલા મહાનાયક માટે વરદાન બન્યું હતું આ શો, સિદ્ધાર્થ બાસુ એ બતાવી આખી વાત

વર્ષો પછી છલક્યુ મલાઈકા અરોરા નું દુઃખ, કીધું – ‘એ દિવસો માં મારા શ્યામ રંગ ને લઈને. . . .’