in

માત્ર એક રાત માં જ સ્ટાર બની ગઇ હતી આ 5 અભિનેત્રીઓ, આજે ગુમનામ થઈ ને કરી રહી છે આ કામ

ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં એન્ટર કરવું જેટલું મુશ્કેલ છે એટલું જ મુશ્કેલ અહીંયા પોતાનો પગ જમાવી રાખવા નું પણ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં દરેક દિવસે ઘણા બધા નવા ચહેરા પગ મૂકે છે, પરંતુ એ બિલકુલ પણ જરૂરી નથી કે બધા લોકો અહીંયા લાંબા સમય સુધી રહી શકે. આજે અમે તમને એવી સુંદર અભિનેત્રીઓ ના વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેમણે બોલિવૂડ માં પગ મુકતા જ દર્શકો ના દિલ જીતી લીધા, પરંતુ લોકો એમને ઘણી જલ્દી ભૂલી પણ ગયા.

સ્નેહા ઉલ્લાસ

વર્ષ 2005 માં રિલીઝ થયેલી ફિલ્મ “લકી નો ટાઈમ ફોર લવ” થી એક્ટિંગ કરિયર ની શરૂઆત કરવા વાળી સ્નેહા ઉલ્લાસ બોલિવૂડ માં પગ મૂકવા ની પહેલા જ ચર્ચા માં આવી ગઇ હતી. બધા લોકો એમને ઐશ્વર્યા રાય ની ડુપ્લીકેટ કહેવા લાગ્યા હતા. પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ ન કરી શકી. એના પછી એમણે બોલિવૂડ અને સાઉથ ની ઘણી બધી ફિલ્મો માં જોવા માં આવ્યો પરંતુ એમને સફળતા પ્રાપ્ત ના થઈ. અને સમય વિતવા ની સાથે ધીરે ધીરે ફિલ્મ ઈન્ડસ્ટ્રી થી ગાયબ થઈ ગઈ.

ડાયના પેન્ટી

વર્ષ 2012 માં રિલીઝ થયેલી ફિલ્મ “કોકટેલ” થી પોતાના એક્ટિંગ કરિયર ની શરૂઆત કરવાવાળી આ એક્ટ્રેસ એ પોતાની પહેલી ફિલ્મ થી દર્શકો ના દિલ માં પોતાની ખાસ જગ્યા બનાવી હતી. એના પછી ડાયના પેન્ટી “હેપ્પી ભાગ જાયેગી”, “લખનઉ સેંટરલ” અને “પરમાણુ ધ સ્ટોરી ઓફ પોખરણ” જેવી ફિલ્મો માં પણ દેખાઇ. એમની કોઇપણ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ ન કરી શકી. જેટલી ઝડપ થી ડાયના લોકો ની નજરો માં આવી એટલી ઝડપ થી એ બોલીવુડ થી ગાયબ થઈ ગઈ.

નરગીસ ફખરી

વર્ષ 2011 માં આવેલી ફિલ્મ “રોકસ્ટાર” થી બોલિવૂડ માં એન્ટ્રી કરવા વાળી નરગિસ પોતાની પહેલી જ ફિલ્મ થી બધા લોકો ને પોતાના દિવાના બનાવી લીધા હતા. આ ફિલ્મ માં એમની સાથે રણબીર કપૂર પણ મુખ્ય ભૂમિકા માં દેખાયા હતા. આના પછી નરગીસ ફખરી એ “મે તેરા હીરો”, “મદ્રાસ કેફે”, “ઢીશૂમ”, “હાઉસફૂલ 3”, “બેંજો” અને “અમાવસ” જેવી ફિલ્મો માં પણ દેખાઈ હતી, પરંતુ એ લોકો ના દિલ માં પોતાની ખાસ જગ્યા ન બનાવી શકી.

ભાગ્યશ્રી

સલમાન ખાન ની સાથે “મેને પ્યાર કિયા” થી અભિનય જગત માં પગ મૂકવા વાળી અભિનેત્રી ભાગ્યશ્રી ને લોકો આજે પણ યાદ કરે છે. એમણે પોતાની પહેલી જ ફિલ્મ થી દર્શકો ના દિલ માં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી હતી. “મેને પ્યાર કિયા” ના પછી ભાગ્યશ્રી ને ઘણી બધી ફિલ્મ ની ઓફર મળી, પરંતુ ભાગ્યશ્રી એ પહેલી ફિલ્મ પછી જ બિઝનેસમેન હિમાલય દાસાની ની સાથે લગ્ન કરી લીધા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી દૂર થઈ ગઈ.

અમીષા પટેલ

વર્ષ 2000 મા રિલીઝ થયેલી ફિલ્મ “કહો ના પ્યાર હે” થી અભિનય જગત માં પગ મૂકવા વાળી અમીષા પટેલ પોતાની સુંદર એક્ટિંગ અને માસૂમ ચહેરા ના કારણે રાતોરાત સુપરસ્ટાર બની ગઈ હતી. એના પછી ફિલ્મ “ગદર” માં પણ એમનો જાદુ ચાલ્યો. પરંતુ ઘણી જલ્દી એ ફિલ્મ ઈન્ડસ્ટ્રી થી ગાયબ થઈ ગઈ.

ટિપ્પણી

ભગવાન વિષ્ણુ આ 6 રાશિઓ ના જીવન માં કરશે સુધારો, મુશ્કેલીઓ થશે ઓછી, ઘર-પરિવાર રહેશે ખુશહાલ

200 ગરીબ બાળકો ને નવું જીવન આપી રહ્યા છે ટીવી ની દુનિયા ના આ ‘કૃષ્ણ’, જાણી ને થઈ જશો ભાવુક