in

પોતાના અભિનયથી દિલ જીતી રહેલી ભૂમિની ડ્રેસિંગ સ્ટાઇલ પણ છે હિટ, જુઓ એનો બિંદાસ અંદાજ

હિન્દી સિનેમામાં ભૂમિ પેડનેકરની ઓળખ જાણીતા કલાકારની છે. એ અવારનવાર ફિલ્મોમાં જોરદાર અભિનય કરીને ચર્ચામાં આવી જાય છે. પણ, ફિલ્મોમાં એમની કપડાં પહેરવાની જે સ્ટાઇલ એની પણ એટલી જ ચર્ચાઓ થાય છે. રસ્તા પર એમ જ નીકળી હોય કે શહેરમાં કોઈ કાર્યક્રમમાં ભાગ લેવાનો હોય , ભૂમિની ડ્રેસિંગ સ્ટાઇલ દેખનારાનું મન મોહી લે છે.

Advertisements

હાલમાં જ એમણે એક ફેશન દિવા બનીને આટલી ઠંડીમાં પણ પારો ચડાવી દીધો. આ ફોટોમાં એમણે ભારતીય પોશાક સાડીની સાથે સલ્ટ્રી બ્રાલેટ્સ અને બ્લાઉઝ પહેરી રાખ્યું છે કે જે ખુબ જ સુંદરતાથી વેસ્ટર્ન લુક આપે છે.

ફિલ્મ ‘પતિ ,પત્ની ઓર વો’ માં ભૂમિ એક કામુક, આકર્ષક અને પોતાનું મગજ રાખનારી પત્નીનો રોલ કરી રહી છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન ભૂમિએ પોતાની ફેશનની ચોઈસ પર ઘણા પ્રયોગ કર્યા. એના માટે એમને આલોચકો અને મીડિયાથી ઘણા વખાણ સાંભળવા મળ્યા. કોઈ ગાઉન હોય,સાડી હોય કે કોઈ ખાસ પ્રકારનો ડ્રેસ હોય. ભૂમિએ બધું જ કોઈ પણ ખચકાટ વગર પહેર્યું.

Advertisements

ફિલ્મ ‘દમ લગા કે હઈશા’ ની અભિનેત્રી ભૂમિએ આ વર્ષે 4 ફિલ્મો આપી છે. જેમાં આલોચકો દ્વારા વખણાયેલી ‘સાંડ કી આંખ’ નો પણ સમાવેશ થાય છે. પોતાની ફિલ્મો ‘બાલા’,’સાંડ કી આંખ’ અને ‘પતિ પત્ની ઓર વો’ ના પ્રમોશન દરમિયાન ભૂમિએ પોતાની ખુદની ડ્રેસિંગ સ્ટાઇલને દર્શાવી. એ વધારે પડતું પહેરવામાં સરળ અને દેખાવમાં સારા વસ્ત્રોની પસંદગી કરે છે.

Advertisements

પોતાના કપડામાં અવારનવાર બદલાવ વિષે વાત કરતા ભૂમિએ કહ્યું કે મારો પહેરવેશ હંમેશા અલગ , ખાસ અને પહેરવામાં સુવિધાજનક હોય છે. આ વર્ષે ત્રણ અલગ ફિલ્મોના પ્રમોશન દરમિયાન મારે સારું દેખાવું હતું અને મેં એના માટે અલગ અલગ પ્રકારના કપડાં પસંદ કર્યા અને મને એ ખુબ જ પસંદ આવ્યા.

એમનું કહેવું છે,” મને ઈંગ્લીશ સાડીઓ અને ફિટિંગવાળા આકર્ષક ગાઉન ખુબ જ ગમે છે. હું હંમેશા એ જ પહેરું છું જે પહેરીને હું રમી પણ શકું. ડ્રેસ એજ યોગ્ય છે જે દેખવામાં સારી લાગે અને સાથે જ આરામદાયક પણ હોય.” ભૂમિની સ્ટાઇલ જ અલગ છે કે જેના માટે એમની ડ્રેસિંગ સેન્સ પર ઘણી જ ચર્ચા થાય છે.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

રેલવે સ્ટેશન પર હીરોઈનની સાથે બધી જ હદો કરી પાર, પહેલાં ઘુરી ઘુરીને જોયું પછી એકદમ મારપીટ કરી

જાણો દુનિયાની સૌથી 6 ખતરનાક ફિલ્મો વિષે ,એનાથી તમારા રુંવાડા પણ ઉભા થઇ જશે !!