in

બોબી દેઓલની પત્ની કમાય છે એના કરતા પણ વધારે પૈસા અને ખુબસુરતીમાં એક્ટ્રેસને પણ આપે છે માત

ધર્મેન્દ્રના નાના દીકરા અને સની દેઓલના નાના ભાઈ બોબી દેઓલ આજે કોઈ પણ ઓળખાણ માટે મોહતાજ નથી. પોતાની એક્ટિંગના દમ પર બોબીએ હિન્દી ફિલ્મોમાં ઘણું નામ કમાયું છે પણ આજકાલ બોબી ફિલ્મોમાં બહુ ઓછા દેખાય છે.તમને જણાવી દઈએ કે જલ્દી જ બોબી દેઓલ સલમાન ખાન અને અનિલ કપૂરની સાથે ‘રેસ 3’ માં દેખાવાના છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે બોબી દેઓલની સુંદર પત્ની તાન્યા દેઓલ વિષે કે જે બોબી કરતા પણ વધારે પૈસા કમાય છે અને દેખાવમાં પણ કોઈ બૉલીવુડ એક્ટ્રેસથી ઓછી નથી. તો ચાલો જાણીએ બોબી દેઓલની પત્ની તાન્યા વિષે.

Advertisements

આ છે બોબી દેઓલની હસીન પત્ની:

બોબી દેઓલના અંગત જીવન વિષે વાત કરીયે તો એમની પત્ની તાન્યા દેઓલની આવક બોબી દેઓલ કરતા પણ વધારે છે. જી હા,એકદમ સાચુ સાંભળ્યું તમે તાન્યા દેઓલ ને ફર્નિચરનો બિઝનેસ છે,જેનાથી એમના મહિનાની આવક લાખોમાં થાય છે. એ જ કારણ છે કે બોબી દેઓલનું ફિલ્મી કરિયર સારી રીતે ના ચાલતું હોય તો પણ તાન્યાની આવકથી એનું ઘર સારી રીતે ચાલે છે અને એ જ પૈસાથી કોઈ દિક્કત નથી થતી. તમને જણાવી દઈએ કે તાન્યા દેઓલ અને બોબી દેઓલના બે બાળકો પણ છે. તાન્યાને લાઈમલાઈટથી રહેવું જ પસંદ છે માટે એ કેમેરાની સામે ઘણી ઓછી દેખાય છે.

Advertisements

તાન્યા અને બોબીના લવમેરેજ થયા હતા,એ સમયે બોબી ફિલ્મોમાં ઘણા સફળ હતા પણ લગ્ન પછી બોબીનું ફિલ્મી કરિયર બહુ ખાસ ના ચાલી શક્યું અને ત્યારે એ સમયે તાન્યાએ બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને આજે એ પોતાના બિઝનેસમાં ઘણી સફળ પણ છે. જણાવી દઈએ કે તાન્યાની આવકનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે એક ફિલ્મ માટે બોબીને જેટલું મળે છે એટલી તાન્યાની એક દિવસની આવક હોય છે.

ભાઈ અને પિતા જેટલી સફળતા બોબીને ના મળી :

Advertisements

જો બોબી દેઓલના ફિલ્મી કરિયરની વાત કરીયે તો એણે બોલીવુડમાં પોતાની ડેબ્યુ ફિલ્મ ‘બરસાત’ થી શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં બોબીની સાથે ટ્વિકંલ ખન્ના પણ હતી. બોબીની આ પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી સફળ રહી હતી અને આ ફિલ્મ પછી ધર્મેન્દ્ર અને સનીની જેમ બોબીને એક્શન હીરો નહિ પણ એક રોમાન્ટિક હીરો તરીકે ઓળખાવા લાગ્યા હતા. બોબી દેઓલની કેટલીક ફિલ્મો જેમ કે ‘ગુપ્ત’, ‘બિચ્છુ’, ‘હમરાજ’, ‘ક્રાંતિ’, ‘સોલ્જર’ અને ‘અજનબી’ વગેરેની કેટલીક ઉત્તમ ફિલ્મોમાં ગણતરી થાય છે.

બોબી દેઓલે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધર્મેન્દ્રના નાના દીકરા હોવાને કારણે બધાને પોતાના ડાન્સિંગ સ્કિલથી પણ ચોંકાવી દીધા હતા એવું એટલા માટે હતું કારણકે બોબીના પિતા અને ભાઈ સની ફિલ્મોમાં એક્શન હીરો તરીકે જાણતા હતા અને એમને ડાન્સિંગનો કોઈ ખાસ અનુભવ હતો નહિ. એવામાં બોબી દેઓલ દેઓલ પરિવારના પહેલા એવા વ્યક્તિ હતા જેમણે એક્ટિંગની સાથે સાથે ડાન્સિંગ પણ આવડતું હતું. ઘણા વર્ષો પછી બોબી દેઓલ એક વાર ફરી મોટા પડદે દેખાવાના છે સલમાન ખાનની સાથે ‘રેસ 3’માં. હવે તો આવનારો સમય જ જણાવશે કે બોબીને આ ફિલ્મમાં કેટલી સફળતા મળે છે.

Advertisements
ટિપ્પણી
Advertisements

11 સપ્ટેમ્બર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

‘હમ સાથ સાથ હૈ’ ફિલ્મમાં સલમાન સાથે રહેલી આ બાળકી થઇ ગઈ છે ખુબ જ સુંદર અને હોટ , ફોટા જોઈને..