BMC- બેમિસાલ કેમ્પેઈન કે ભૂખ મિટાઓ કેમ્પેઈન?

Please log in or register to like posts.
News

વડોદરાનો દર્શન ચંદન તેની સેવા થકી લોકોને મસીહા બનીને તેમને અન્ન પૂરું પાડવાનો ભગીરથ પ્રયાસ કરે છે.

ભૂખનું દુઃખ તો જેને ભૂખ વેઠયું હોય તેને જ ખબર પડે! જયારે ભૂખનો પોકાર થાય ત્યારે એક સુકી રોટલી પણ પકવાન જેવી લાગે છે. આપણી આસપાસ કેટલાક લોકો એવા મળી રહેશે કે જેના નસીબમાં બે ટંકનું પુરતું ભોજન પણ મળી રહેતું નથી. પણ કહેવાય છે કે દરેકનું ધ્યાન ઉપરવાળો રખાતો જ હોય છે. પણ દરેક જગ્યાએ તો એ પહોંચી ના શકે તો તેના સ્થાને સમાજમાં એવા વ્યક્તિ હોય છે જે એમની સેવા થકી ગરીબ લોકોના મસીહા બનીને તેમને અન્ન(ભોજન) પૂરું પાડવાનો ભગીરથ પ્રયાસ કરે છે. એવું જ એક નામ છે વડોદરાના દર્શન ચંદનનું.

ફક્ત પાંચ મિત્રો સાથે શરુ કરેલ આ કેમ્પેઈન અત્યારે વટ વૃક્ષ બની ગયું છે. તેમની સાથે બીજા આશરે ૫૦૦ સ્વયંસેવક આ પહેલમાં જોડાયા છે.

દર્શનને જયારે પૂછવામાં આવ્યું કે આ એક ઝુંબેશની શરૂઆત કઈ રીતે અને શા માટે કરી ત્યારે તે ગર્વથી પોતાના લાઈફના ટર્નીંગ પોઈન્ટ વિશે તેના શબ્દોમાં જણાવે છે કે, “એક દિવસ હું મારા ફેમીલી સાથે હોટલમાં ડિનર કરવા ગયો હતો. ત્યારે તની ફૂડ સર્વિસથી હું ખુબ જ નિરાશ થઇ ગયો. એટલે મેં ત્યાના જનરલ મેનેજરને હોટલની સર્વિસ વિશે ફરિયાદ કરી. એ બદલ ત્યાના મેનેજરે માફી માંગતા સામે કોમ્પ્લીમેન્ટ્રી ફૂડ ઓફર કર્યું. પરંતુ મને એ ન ગમ્યું અને તેની સાથે મેં કહ્યું, કે જો તમને ખરેખર મને જમાડવો હોય તો મારા આ ફૂડ થી ગરીબ બાળકોનું પેટ ભરી દેજો. એમને જમાડતા ફોટોગ્રાફ્સ મને મોકલજો. જયારે મેનેજરે મને ફોટોસ મોકલ્યા ત્યારે તે બાળકોના મુખ પર જે નિર્દોષ હાસ્ય અને સંતોષ જોવા મળ્યો, એ જોઇને મારું દિલ ખીલી ઉઠ્યું અને જાણે મને એવો અહેસાસ થયો કે મારું પેટ ભરાઈ ગયું. પછી શું? એ ઘડીથી મેં નિર્ણય લીધો કે આવું સ્મિત મને દરરોજ નહિ પણ અઠવાડિયામાં એક વાર ફક્ત એક પણ બાળકમાં જોવા મળશે તો મારો આ પ્રયાસ સાર્થક ગણાશે. અને આ રીતે ‘ભૂખ મિટાઓ કેમ્પેઈન’ ની શરૂઆત થઇ.”

વડોદરામાં સમતા વિસ્તારમાં આ કેમ્પેઈનની શરૂઆત કરી હતી. અને પહેલા રવિવારે ૪૦ ગરીબ વ્યક્તિઓને જમવાનું પૂરું પાડી તેને એક નાનકડો પ્રયાસ શરુ કર્યો હતો.

ભૂખ મિટાઓ કેમ્પેઈનનો ઉદેશ્ય માત્ર ભૂખ મિટાવાનો જ નથી. પરંતુ ગરીબોને બીજી ઘણી બધી સહાય કરે છે. તે જરૂરિયાતમંદને પુરતા કપડા તેમજ શિયાળાના સમયમાં ધાબળાનું પણ વિતરણ કરે છે. વડોદરામાં આ કેમ્પેઈન ૬ અલગ-અલગ જગ્યાએ છેલ્લા ૧૦ મહિના થી ચાલે છે. તદુપરાંત એક વાર તેમના આરોગ્યને લક્ષી હેલ્થ-ચેકઅપનું પણ આયોજન કરવામાં આવેલ હતું.

દર રવિવારે એક અલગ-અલગ કાયદા તેમજ શિષ્ટાચારને અનુરૂપ શીખવાડી લોકોને આજના ભણતર વિશે જાગૃત પણ કરે છે. નવાઇની વાત તો એ છે કે એમાંથી અમુક બાળકોના માતા-પિતા આનાથી પ્રેરાઇને તેમના બાળકોને શાળાએ પણ મોકલવા લાગ્યા છે.

આવી વિવિધ પ્રકારની સેવાઓ તેમજ સહાય આપી, આ કેમ્પેઈન પાછળનો સપોર્ટ કે આર્થીક સહાય માટે પૂછવામાં આવ્યું ત્યારે અચરજની વાત જણાઈ આવી કે, તેઓ કોઈ પણ પ્રકારની આર્થીક સહાય કોઈ ટ્રસ્ટ કે NGO કે સરકાર તરફથી લેતા નથી. આ કેમ્પેઈનમાં સ્વયંસેવક તરીકે નાના સ્કુલના બાળકો થી માંડીને મોટી વયના વડીલો ઉત્સાહથી સહાય કરે છે.

દર્શનના જણાવ્યા મુજબ ઘણી વાર લગ્નપ્રસંગોમાંથી વધેલું ખાવાનું આપવા માટે ફોન આવતા હોય છે. પરંતુ એમનું એવું માનવું છે કે, જો આવું વધેલું ખાવાનું પોતે ના ખાતા હોય તો આ બાળકોને શા માટે ખવડાવે? એટલે તેઓ તાજુ જ ભોજન આપે છે. અંદાજે એમનું આ કેમ્પેઈન વડોદરામાં દર રવિવારે લગભગ ૮૦૦ થી ૧૦૦૦ જેટલા વ્યક્તિઓને ખવડાવે છે. એ એમના માટે ઘણી મોટી ઉપલબ્ધી છે.

વડોદરા સિવાય આ કેમ્પેઈન બીજા આદિપુર, ગાંધીધામ, નડિયાદ, કોસંબા, હાલોલ તેમજ મુંબઈમાં લગભગ ૫૦૦ જેટલા સ્વયંસેવકોના સપોર્ટથી એક અનેરી સફળતાપૂર્વક કાર્યરત છે.

આ કેમ્પેઈન પાછળનો હેતુ ભારતની યુવા પેઢી જો જાગૃત થાય અને આવી એક પહેલમાં જોડાય તો ઘણા બધા વ્યક્તિઓને ઘણી બધી રીતે સહાયતા મળી શકે. તેમના મુખ પર સ્મિત જોઈ શકીએ અને દુઃખમાં સહભાગી પણ બની શકીએ. આ કેમ્પેઈન સમગ્ર ગુજરાતના મોટા શહેર જેવા કે અમદાવાદ, સુરત અને રાજકોટમાં શરુ કરી ધીરે ધીરે પ્રસરી સમગ્ર ગુજરાત તેમજ ભારત અને પછી દુનિયાને ‘હંગર ફ્રી’ બનાવવાનો છે.

આ પહેલ તેમજ ઝુંબેશનો તાત્પર્ય બિઝનેસમાં ફેરબદલ કરવાનો કે નફો મેળવવાનો નથી. પરંતુ તેમના આશિર્વાદ તેમજ તેમની તકલીફો મહદઅંશે દુર કરવાનો છે.

આપણે પણ આવી કોઈ પહેલમાં જોડાઇ નવ યુવાઓ થકી એકબીજાના સહભાગીદાર બની અને એને અનુરૂપ સહાય કરી આપણા સમાજ તેમજ દેશને વધુ મજબુત બનાવીએ. પોતાનું જીવન સાચા અર્થમાં બીજા માટે જીવી આપણા જીવનની એક સુંદર પરિભાષા બનાવી કેમ્પેઈન ‘ભૂખ મિટાઓ’ની સાર્થકતા પરિપૂર્ણ કરવા માટે એક-જૂટ બની જઈએ.

Article by: Jigar Shah

જો આ લેખ ગમ્યો હોય તો વધુ માં વધુ શેર કરી પ્રોત્સાહન આપજો!!

Keep liking the posts and spread happiness. 🙂

© All rights are reserved to Jo Baka and writer.

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.