ક્રૂર સાહસથી મોત સુધી લઈ જતાં બ્લુ વહેલ ચેલેન્જીસના 50 તબક્કા, દૂર રહેજો આ રમતથી

Please log in or register to like posts.
News

મુંબઈના 14 વર્ષના કિશોરે ઓનલાઈન ગેમ બ્લૂ વ્હેલ ચેલેન્જીસ રમતા જીવ ગુમાવ્યો છે. આ રમતના 50 તબક્કા છે અને તે ઓનલાઈન જ રમી શકાય છે. દરેક તબક્કા પછી અંતિમ તબક્કામાં આત્મહત્યા માટે ઉશ્કેરણી કરાય છે. જો રમનાર વ્યક્તિ આત્મહત્યા કરી લે તો તે વિજેતા ગણાય છે. આ રમતના 50 દિવસના 50 તબક્કાની વિગત અત્રે રજૂ કરી છે.

1. બ્લેડથી હાથ પર f57 કોતરો અને તેનો ફોટો ક્યુરેટરનો મોકલો.
2. સવારે 4.20 વાગે ઉઠો અને ક્યુરેટર મોકલે તેવો વિકૃત અને બિહામણો વીડિયો જૂઓ.
3. હાથની નશ સાથે તમારા હાથને છેદી નાખો, પંરતુ ઘા બહુ ઊંડો હોવો જોઈએ નહીં. ફક્ત ત્રણ જ કાપ મુકો અને તેનો ફોટો ક્યુરેટરને મોકલો.
4. કાગળ પર વ્હેલ માછલીનું ચિત્ર દોરો અને ક્યુરેટરને મોકલો.
5. જો તમે વ્હેલ બનવા તૈયાર છો તો તમારા પગ પર YESનું ચિત્રણ કરો.
6. શૂન્ય કામગીરી
7. હાથ પર f40 ચિત્રો અને ક્યુરેટરને ફોટો મોકલો.
8. શરીર પર #i_am_whale” લખો
9. હવે તમારે બીકને નેવે મુકી દેવાની રહેશે.
10. સવારે 4.20 વાગે ઉઠો અને ધાબે જાવ
11. બ્લેડથી હાથ પર વ્હેલ દોરો અને ક્યુરેટરને ફોટો મોકલો.
12. આખો દિવસ વિકૃત અને બિહામણા વીડિયો જૂઓ
13. ક્યુરેટર મોકલે તેવું મ્યુઝિક સાંભળો.
14. તમારા હોટ કાપો.
15. તમારા હાથમાં સોઈ અનેકવાર ભોંકી દો
16. કાંઈક પીડાદાયક કરો અને માંદા પડી જાવ
17. તમને મળે તેવા સૌથી ઊંચા ધાબે જાવ અને કિનારે થોડો સમય ઊભા રહો.
18. બ્રિજ પર જાવ અને તેની પાળ પર ઊભા રહો.
19. ક્રેન પર ચઢી જાવ અથવા તે માટેનો પ્રયાસ કરો.
20. તમે વિશ્વાસપાત્ર છો કે નહીં તેની ક્યુરેટર ખાતરી કરશે.
21. સ્કાપ પર વ્હેલ (તમારા જેવા અન્ય ખેલાડી અથવા ક્યુરેટર સાથે) વાત કરો.
22. ધાબા પર જાવ અને પાળ પર પગ લટકાવી બેસી જાવ.
23. શૂન્ય કામગીરી
24. આ કામગીરી ગુપ્ત છે
25. વ્હેલ સાથે મુલાકાત કરો
26. ક્યુરેટર તમને તમારા મૃત્યુની તારીખ આપશે અને તમારે તેનો સ્વીકાર કરવાનો રહેશે.
27. સવારે 4.20 વાગે ઉઠો અને રેલવે ટ્રેક પાસે જાવ
28. આખો દિવસ કોઈની સાથે વાત કરશો નહીં.
29. તમે વ્હેલ છો તેવા શપથ લો
30થી 49. દરરોજ સવારે 4.20 વાગે ઉઠો, બિહામણા વીડિયો જૂઓ, તમને મોકલવામાં આવે તેવું સંગીત સાંભળો. દરરોજ તમારા શરીર પર એક કાપ મુકો અને વ્હેલ સાથે વાત કરો.
50. ઈમારત પરથી કૂદકો મારો અને મૃત્યુ પામો.

 

Source: sandesh.com

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.