બાથરૂમમાં આ પ્રકારે રાખશો વાદળી ડોલ, તો ચમકી જશે નસીબ

Please log in or register to like posts.
News

ડોલ પણ ચમકાવી શકે છે કિસ્મત

વાસ્તુશાસ્ત્રમાં દિશાઓની સાથે સાથે ઘરમાં રાખેલી વસ્તુઓ અને તેના ઉપયોગની રીતોથી પણ ભાગ્ય અને દુર્ભાગ્ય આવે છે. ખાસ કરીને બાથરૂમમાં રાખેલી ડોલ કિસ્મત ચમકાવી શકે છે.

એક ખાસ રંગની ડોલનું સ્થાન

વાસ્તુશાસ્ત્ર અનુસાર સફાઈનું સ્થાન હોવાને કારણે બાથરૂમમાં નકારાત્મક ઉર્જા હોય છે. એટલે જ બાથરૂમને હંમેશા સાફ રાખવું જોઈએ અને દરવાજો હંમેશા બંધ રાખવો જેથી બાથરૂમની નકારાત્મકતા ઘરમાં ન પ્રવેશે. કદાચ તમને ખબર નહીં હોય કે અહીં એક ખાસ રંગની ડોલ, ખાસ પ્રકારે રાખવામાં આવે તો આર્થિક સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે.

વાદળી રંગ છે શુભ

જ્યોતિષની આ શાખામાં રંગોનું વિશેષ મહત્વ છે. વાદળી રંગને શુભ અને ખુશાલીનું પ્રતિક માનવામાં આવે છે. વાદળી રંગ શીતળતા અને અપાર હોવાનો અહેસાસ કરાવે છે. આકાશમાં પણ વાદળી રંગ છે. જ્યારે તમે આકાશનો કોઈ અંત તમને એકપણ તરફથી દેખાતો નથી.

આર્થિક સમસ્યાઓ કરશે દૂર

વાદળી રંગની આ વિશેષતાઓને કારણે વાસ્તુમાં આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે આનો પ્રયોગ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં સતત આર્થિક તંગી રહેતી હોય અને પૈસા આવતા હોય પણ ખર્ચાઈ જતા હોય તો તમારા બાથરૂમમાં વાદળી રંગની એક ડોલ રાખો.

દરરોજ બદલો પાણી

એ બાબતનું ધ્યાન રાખો કે આ ડોલ કદી ખાલી ન હોય. આમાં થોડું કે અડધી ડોલ પાણી ભરીને જ રાખો. પરંતુ આ પાણી પણ સ્વચ્છ હોય તેનું ધ્યાન રાખો. માટે જ દરરોજ વાદળી ડોલનું પાણી બદલી નાખો.

સફાઈ રાખવી જરૂરી

આમ જોવા જઈ તો એકનું એક પાણી ઘણા દિવસ સુધી રહે તો તેમાં ડેંગ્યૂ અને ચીકનગુનિયાના મચ્છરો થઈ શકે છે. એટલે જો એવું થયું તો તમારી આર્થિક સ્થિતિ સુધરવાને બદલે વધુ બગડશે. માટે દરરોજ વાદળી ડોલનું પાણી બદલી નાખવું.

આ ઉપાયથી તમામને થશે ફાયદો

વાસ્તુશાસ્ત્ર અનુસાર વાદળી ડોલમાં પાણી ભરીને બાથરૂમમાં રાખવાનો ફાયદો ત્યારે જ થશે જ્યારે ડોલનું પાણી સ્વચ્છ હશે અને પૂરતી સફાઈ કરાવામા આવશે. જો તમે આ નિયમોનું પાલન કરશો તમારા ઘરમાં ખુશાલી આવશે અને થોડા જ દિવસોમાં આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. વ્યાપાર-વ્યવસાયમાં પણ નવા લાભકારી સ્ત્રોત મળશે. બગડેલા કે અટકેલા કામો પૂરા થશે. નોકરી કરનારાઓની પદોન્નતિ થશે.

Source link

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.