ભોજન કરતી વખતે આ નિયમોનું કરો પાલન, કંઇ કર્યા વગર પણ રહેશે ઘરમાં સુખશાંતિ

Please log in or register to like posts.
News

જે વ્યક્તિ માત્ર એક જ સમય ભોજન કરે છે તે યોગી અને બે સમય કરે છે તે ભોગી કહેવાય છે. એક પ્રસિદ્ધ લોકોક્તિ છે કે ‘સવારનું જમવાનું જાતે ખાઓ, બપોરનું જમવાનું બીજાને આપો અને રાતનું ભોજન દુશ્મનને આપો’. આમ ભોજન કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઇએ તેનાથી સુખ શાંતિ સ્થપાય…

1. ભોજન કરતાં પહેલાં:

 • 5 અંગો (2 હાથ, 2 પગ, મોં)ને સારી રીતે ધોઇને જ ભોજન કરવું જોઇએ
 • ભોજન પહેલાં અન્નદેવતા, અન્નપૂર્ણા માતાની સ્તુતિ કરીને તેમનો આભાર માનીને તથા ‘તમામ ભૂખોનું ભોજન પ્રાપ્ત થાય’, ઇશ્વર પાસે આવી પ્રાર્થના કરીને ભોજન કરવું જોઇએ.
 • ભોજન બનાવનાર સ્નાન કરીને શુદ્ધ મનથી, મંત્ર જાપ કરતાં સમયે જ રસોઇમાં ભોજન બનાવવું અને સૌથી પહેલાં રોટલી (ગાય, કૂતરા, અને કાગડા હેતુ) અલગ રાખીને પછી અગ્નિદેવને ભોગ ધરાવીને જ ઘરના સભ્યોને જમાડો.

2. ભોજન સમય:

 • સવારે અને સાંજે જ ભોજનનું વિધાન છે, કારણ કે પાચનક્રિયાની જઠરાગ્નિ સૂર્યોદયના બે કલાક બાદ અને સૂર્યોસ્તના 2.30 કલાક પહેલાં સુધી પ્રબળ રહે છે.

3. ભોજનની દિશા:

 • ભોજન પૂર્વ અને ઉત્તર દિશાની તરફ મોં રાખીને કરવું જોઇએ. દક્ષિણ દિશાની તરફ કરવામાં આવતું ભોજન પ્રેતને પ્રાપ્ત થાય છે. પશ્ચિમ દિશાની તરફ ભોજન કરવાથી રોગની વૃદ્ધિ થાય છે.

4. આ સમયે ના કરો ભોજન:

 • બેડ પર, હાથમાં રાખીને, તૂટેલા-ફૂટેલા વાસણમાં ભોજન કરવું જોઇએ નહીં
 • મળ-મૂત્રના વેગ થવા પર, કંકાશની સ્થિતિમાં, વધુ અવાજમાં, પીપળા, વટવૃક્ષની નીચે ભોજન કરવું જોઇએ નહીં
 • પીરસવામાં આવેલા ભોજનની કયારેય નિંદા ના કરવી જોઇએ
 • ઇર્ષા, ભય, ક્રોઝ, લોભ, રોગ, દીનભાવ, દ્વેષભાવની સાથે કરાયેલ ભોજન કયારેય પચતું નથી
 • ઉભા-ઉભા, જૂતા પહેરીને, માથું ઢાંકીને ભોજન કયારેય કરવું જોઇએ નહીં

5. આ ભોજન ના કરો:

 • વધુ ભોજન કયારેય ના કરો
 • બહું તીખું કે મીઠું ભોજન ના કરો
 • કોઇનું એઠું ભોજન ના કરો
 • અડધા ખાધેલા ફળ, મીઠાઇઓ વગેરે ફરીથી ખાવા જોઇએ નહીં
 • જમવાનું છોડીને ઉઠી જવા પર ફરીથી ભોજન કરવું જોઇએ નહીં
 • જે ઢંઢોરે પીટીને જમાડી રહ્યા છે ત્યાં કયારેય ના જમો
 • પશુ કે કૂતરાનું એંઠુ, રજસ્વલા સ્ત્રી દ્વારા પીરસેલ, શ્રાદ્ધનું કાઢેલું, વાસી, મોંથી ફૂંક મારીને ઠંડું કરેલું, વાળ પડી ગયો હોય તેવું ભોજન ના કરો
 • કંજૂસનું, રાજાનું, વેશ્યાના હાથનું, દારૂ વેચનારે આપેલ ભોજન અને વ્યાજનો ધંધો કરનારનું ભોજન કયારેય ના કરવું જોઇએ

6. ભોજન કરતાં સમયે શું કરવું જોઇએ

 • ભોજનના સમયે મૌન રહો
 • રાત્રે ભરપેટ ના જમો
 • બોલવું જરૂરી જ હોય તો માત્ર સકારાત્મક વાતો જ કરો
 • ભોજન કરતાં સમયે કોઇપણ પ્રકારની સમસ્યા પર ચર્ચા ના કરો
 • ભોજનને ખૂબ જ ચાવીને ખાઓ
 • ગૃહસ્થે ભૂખ કરતાં વધુ ના જમવું જોઇએ
 • સૌથી પહેલાં મીઠા, પછી નમકીન, અંતમાં કડવું ખાવું જોઇએ
 • સૌથી પહેલાં રસદાર, વચ્ચે કઠોર, અંતમાં દ્રવ્ય પદાર્થ ગ્રહણ કરો
 • થોડું ખાનારાને આરોગ્ય, આયુષ્ય, બળ, સુખ, સુંદર સંતાન અને સૌંદર્ય પ્રાપ્ત થાય છે

7. ભોજન પછી શું ના કરવું જોઇએ

 • ભોજન કર્યા બાદ તરત જ પાણી કે ચા પીવી જોઇએ નહીં. ભોજન કર્યા બાદ ઘોડેસવારી, દોડવું, બેસવું, શૌચ વગેરે કરવું જોઇએ નહીં.

ભોજન બાદ શું કરવું:

ભોજન કર્યા બાદ દિવસમાં ફરવા જવું અને રાત્રે સો ડગલાં ચાલીને ડાબા પડખે સૂવું અથવા વજ્રાસનમાં બેસવાથી ભોજનનું પાચન વ્યવસ્થિત થાય છે. ભોજનના એક કલાક બાદ ગળ્યું દૂધ અને ફળ ખાવાથી ભોજનનું પાચન સારું થાય છે.

શું-શું ના ખાવું જોઇએ:

 • રાત્રે દહીં, સત્તુ, તલ અને ભારે ભોજન કરવું જોઇએ નહીં
 • દૂધની સાથે મીઠું, દહીં, ખાટા પદાર્થ, માછલી, જેકફ્રૂટનું સેવન કરવું જોઇએ નહીં
 • મધ અને ઘીની વસ્તુનું સેવન કરવું જોઇએ નહીં
 • દૂધ-ખીરની સાથે ખીચડી ખાવી જોઇએ નહીં

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.