in

ભડકેશ્વર મહાદેવ કે જે વિરાજે છે દ્વારકામાં મધદરિયે ચાલો તો જાણીએ આ સ્વયંભૂ મહાદેવના ઇતિહાસ વિષે

જો આપણા ભારત દેશની વાત કરીયે તો અહીંયા ધાર્મિક સ્થળોની કોઈ જ કમી નથી. અહીંયા હજારો ધાર્મિક સ્થળો આવેલા છે, કે જ્યાં કરોડોની સંખ્યામાં ભક્તો પ્રભુ પાસે પોતાના દુઃખ અને સમસ્યા લઈને આવતા હોય છે. એમાં જ એક એવું ધામ છે દ્વારકાનગરી. દ્વારિકાનગરી એટલે પ્રભુશ્રી કૃષ્ણનું ધામ. આ દ્વારીકાનગરી દુનિયાભરના શ્રધ્ધાળુઓ માટે પાવન તથા પવિત્ર તીર્થસ્થાન ગણાય છે. જયારે લોકો દ્વારકા જાય છે તો દ્વારિકાધીશના મુખ્ય મંદિરમાં દર્શન કરવા માટે જતા હોય છે, પરંતુ ત્યાં બીજા પણ ઘણા દેવસ્થાનો આવેલા છે. તો શું તમને એના વિષે ખબર છે? ચાલો તો આજે અમે તમને એક એવા જ મંદિર વિષે જણાવી દઈએ કે જેના વિષે બહુ ઓછા લોકોને ખબર હોય છે.

Advertisements

ચાલો તો તમને જણાવી દઈએ કે દ્વારકાના મુખ્ય મંદિરથી લગભગ એક થી બે કી.મી. ના અંતરે દરિયામાં એક મંદિર આવેલું છે અને આ ભોળાનાથનું મંદિર છે. આ મંદિરની વાત કરીયે તો એ નાનું છે, અને એ મંદિરનું નામ છે ભડકેશ્વર મહાદેવનું મંદિર. દોસ્તો આ મંદિર દરિયામાં એક શિલા પર આવેલું છે. અત્યારે તો મહાદેવનું આ મંદિર દરેક શ્રધ્ધાળુઓની શ્રધ્ધાનું કેન્દ્રસ્થાન બન્યું છે. તમને જણાવી દઈએ કે જો તમારે આ મંદિરે જવું હોય તો એના માટે દરિયાઈ માર્ગની તમારે મદદ લેવી પડે છે.

આ મંદિર માટે એક એવી માન્યતા રહેલી છે કે અહીંયા મહાદેવ સ્વયં પ્રગટ થયા હતા. આ મંદિર કાંઈ આજ કાલનું નથી પણ એ હજારો વર્ષ જુનું મંદિર છે અને મહાદેવના આ પવિત્ર મંદિરમાંથી સમુદ્રના પશ્ચિમ કિનારે આવેલું દ્વારકાના મુખ્ય મંદિરની બાવન ગજની ધજા ફરકતી જોવી એ પણ આપણને એક અલગ જ અનુભવ કરાવે છે. જો આ દ્રશ્યની વાત કરીયે તો એનો તો લ્હાવો જ બધાથી અલગ છે. સાથે જ એની સાથે એક રસપ્રદ વાત જોડાયેલી છે એના વિષે પણ તમને જણાવી દઈએ, કે આ મંદિરનો સંબંધ વાઘેર વીર માણેક અને મૂળુ માણેક સાથે છે. અંગ્રેજો તથા તેની શરણમાં રહેલા રજ્વાડાઓની સામે બારવટે ચડેલા જોધા-મૂળુ માણેકની વાત ઓખામંડળ સાથે આખા રાજ્યમાં જાણીતી છે.

Advertisements

ચાલો તો એના વિષે ઓણ થોડી માહિતી આપી દઈએ. આ એ સમયની વાત છે જ્યારે વાઘેર બંધુઓએ ભડકેશ્વર મહાદેવના મંદિરમાં લાંબા સમય સુધી આશ્રય લીધો હતો. તેમણે આજ મંદિરમાં મૃત્યુ સુધી હથિયારના મુકવાનો પ્રણ પણ લીધો હતો. આ મહાદેવના આશિર્વાદથી જ અમરેલીની કોર્ટમાં મૂળુ માણેક બોલ્યો કે, ‘મારા એક હાથમાં તલવાર રહેશે અને મારો બીજો હાથ મૂછ પર રહેશે, અને કદાચ જો મારો ત્રીજો હાથ હોત તો પણ હું કોઈ દિવસ અંગ્રેજોને સલામી આપીશ જ નહિ.’

Advertisements

જયારે શ્રાવણનો પવિત્ર મહિનો આવે ત્યારે દૂર-દૂરથી ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે, એ સિવાય શિવરાત્રી પર અહીંયા મોટા મેળાનું આયોજન પણ કરવામાં આવે છે અને જો તમે ક્યારેય પણ દ્વારકાના દર્શને હવે જાવ, એટલે ભડકેશ્વર મહાદેવ મંદિરે જવાનું ભૂલતા નહિ.

ટિપ્પણી
Advertisements

આ એક્ટ્રેસ ની સાથે આવી ડિમાન્ડ કરતો હતો ફિલ્મ પ્રોડ્યૂસર, શો માં કર્યો સૌથી હેરાન કરવા વાળો ખુલાસો

પૈસા અને પોપ્યુલારિટી મા પોતાના પતિ થી ઘણી વધારે આગળ છે આ 4 એક્ટ્રેસીસ, તો પણ નથી એક પૈસા નો ઘમંડ