હસના જરૂરી હૈ – ખુદ મમ્મીને દીકરી ઓળખવા માટે તેમને હસાવવી પડે છે

Please log in or register to like posts.
News

મમ્મી આવું કહે અને જો ગાલ પર ખાડા પડે તો સમજવાનું કે આ અનુષી ને ન પડે તો આયુષી. અંધેરીનાં રમીલા અને હિતેશ ગડાની આઇડેન્ટિકલ ટ્વિન્સ દીકરીઓ એટલી તોફાની છે કે તેઓ પોતાના મિત્રોને પણ તેમના સરખા દેખાવને લીધે અનેક વાર ઉલ્લુ બનાવી ચૂકી છે

અંધેરીમાં રહેતાં શ્રી વાગડ વીસા ઓસવાળ સમાજના લાકડિયા ગામનાં રમીલાબહેન તેમ જ હિતેશ ગડાને સંતાનમાં એક મોટો બાબો છે અને બાબાના જન્મનાં છ વર્ષ પછી તેમને ત્યાં આયુષી અને અનુષી નામની બે ટ્વિન્સ દીકરીઓનો જન્મ થયો ત્યારથી તેમની દુનિયા બદલાઈ ગઈ હોય એવું તેમને લાગે છે. તેમની ફીલિંગ્સ વિશે જાણીએ તેમના જ શબ્દોમાં.

ખુશી સાથે ટેન્શનની લાગણી અત્યારે નવ વર્ષની થઈ ગયેલી જોડિયા બહેનો આયુષી અને અનુષીનાં મમ્મી રમીલાબહેન કહે છે, ‘મારા પિયરમાં અમે છ ભાઈ-બહેન છીએ અને તેમાંથી અમને ત્રણ ભાઈ-બહેનને ટ્વિન્સ છે. મારા મોટા પુત્રના જન્મનાં છ વર્ષ પછી બીજી પ્રેગ્નન્સી વખતે ત્રીજા મહિને મને તકલીફ થતાં ડૉક્ટરે સોનોગ્રાફી કરાવવાની સલાહ આપી ત્યારે મને જાણ થઈ કે મને ટ્વિન્સ આવવાના છે, આ ખબર સાંભળીને એક તરફ મને ખુશીની લાગણી થઈ તો બીજી તરફ રડવું પણ આવ્યું કે હું કેવી રીતે મૅનેજ કરી શકીશ, કારણ કે ઘરમાં મારાં સાસુ બેડરેસ્ટ પર જ છે અને તે વખતે મારાં નણંદ પણ બારમીમાં ભણતાં હતાં, પરંતુ મારા પતિ હિતેશે મને ખૂબ જ સાંત્વન આપ્યું અને તેમણે કહ્યું કે આપણે બન્ને સાથે મળીને આપણાં સંતાનોને ઉછેરીશું અને સાચે જ આયુષી અને અનુષીને મોટી કરવામાં તેમનો ખૂબ જ ફાળો છે. ડિલિવરી પછી હું દોઢ મહિના માટે મારાં ભાભીને ઘેર ગઈ અને તેમણે મારી ખૂબ સંભાળ લીધી ત્યાર બાદ હું સાસરે આવી. અહીં મારું જૉઇન્ટ ફૅમિલી છે. તેથી ઘરના દરેક સભ્યો તેમ જ મારાં નણંદે મને ખૂબ જ સહકાર આપ્યો.’

કોણ નાની, કોણ મોટી?

આયુષી અને અનુષીમાંથી આયુષી મોટી છે, પણ જન્મ સમયે તેમનાં મમ્મી-પપ્પા પણ કોણ નાની અને કોણ મોટી એ સમજવામાં થાપ ખાઈ ગયેલાં એ વિશે રમીલાબહેન કહે છે, ‘અનુષી કરતાં આયુષી ૨૫ મિનિટ વહેલી જન્મેલી, પણ પાછળથી તેના પપ્પા જ કન્ફ્યુઝ થઈ ગયેલા અને નાની અનુષીને જ મોટી દીકરી માનતા હતા. છેલ્લે તો અમે લડી પડ્યાં. આખરે નર્સે આવીને ખુલાસો કર્યો અને અમારા ઝઘડાનું નિવારણ થયેલું.’

કેવી રીતે થયો ઉછેર?

અંધેરીની એ એચ. વાડિયા સ્કૂલમાં ચોથા ધોરણમાં ભણતી આયુષી અને અનુષી જન્મી ત્યારે તેમને સુવાડવા માટે બે ઘોડિયાં રાખ્યાં હતાં. રમીલાબહેન કહે છે, ‘બન્ને દીકરીઓનો સૂવાનો અને ઊઠવાનો સમય એક જ હતો, તેથી મને કામ કરવામાં સારું પડતું હતું. તેઓ સૂઈ જાય તે સમયે હું અને મારાં નણંદ બધાં કામ પતાવી દેતાં હતાં. રાત્રે બેઉ સાથે ઊઠે ત્યારે એકને હું સંભાળું અને એકને મારા પતિ સંભાળે. હું બન્નેને વારાફરતી ફીડિંગ કરાવતી હતી. નાનપણમાં બેઉની બધી હૅબિટ્સ સરખી જ હતી. એકને તાવ આવે તો બીજીને પણ બે-ત્રણ દિવસ પછી તાવ આવતો જ હતો.’

ઓળખમાં મુશ્કેલી

સરખા દેખાવની જોડિયા બહેનોને ઓળખવામાં મુશ્કેલી તો પડતી જ હશે એ પ્રfનના જવાબમાં રમીલાબહેન કહે છે, ‘અમારા બન્ને સિવાય આયુષી અને અનુષીને કોઈ ઓળખી શકતું નહોતું. આજે પણ સ્કૂલમાં તેમના ટીચર્સ કે બેસ્ટ ફ્રેન્ડ પણ તેમને ઓળખી શકતા નથી. આયુષી કે અનુષીએ પોતે જ કહેવું પડે કે તે કોણ છે. એક મોટો તફાવત બન્નેમાં એ છે કે અનુષી હસે ત્યારે તેના ગાલમાં ડિમ્પલ પડે છે તેથી તેમને ઓળખવા માટે લોકોએ તેમને હસાવવાનું કહેવું પડે.’

સ્વભાવમાં ફરક

આયુષી અને અનુષી જેમ-જેમ મોટી થતી જાય છે તેમ-તેમ તેમના સ્વભાવ, હાઇટ વગેરેમાં થોડોક ફરક આવતો જાય છે એમ કહીને રમીલાબહેન ઉમેરે છે, ‘મોટી આયુષી કરતાં નાની અનુષી જન્મી ત્યારે જ થોડીક હેલ્ધી હતી અને તેની હાઇટ આયુષી કરતાં થોડીક વધારે છે. ભણવામાં આમ તો બન્ને સરખી જ છે. ક્યારેક બે-ત્રણ ટકાનો ફરક પડે છે. આયુષી હાઇપર સ્વભાવની છે. તેને સ્કૂલેથી આવ્યા પછી તરત જ ભણવા જોઈએ અને તેને ફરસાણ બહુ ભાવે છે, જ્યારે અનુષી રમતિયાળ છે અને ટેન્શન વગર ભણે તેમ જ તેને મીઠાઈ બહુ ભાવે છે.’

પિતાની પ્રગતિ

આયુષી અને અનુષીના પિતા હિતેશભાઈ બન્નેને પોતાના માટે લકી માને છે. તેઓ કહે છે, ‘આ બન્ને જન્મ પછી અમારી ખૂબ પ્રગતિ થઈ છે. આયુષી અને અનુષીને કારણે લોકો તેમને ઓળખવા માંડ્યા છે. ક્યાંય પણ જઈએ તો આ બન્ને તરત જ લોકોનું ધ્યાન ખેંચે છે અને તેમને કારણે અમે ફેમસ થઈ ગયા છીએ.’

એક અફસોસ

બે દિકરીને ઉછેરવામાં પોતાના એક કર્તવ્યથી પાછળ રહી ગયા હોવાનો વસવસો રમીલાબહેન છે એ વિશે તેઓ કહે છે, ‘અમારા માટે તો અમારાં ત્રણે સંતાનો સમાન છે. જોકે આયુષી અને અનુષીના જન્મ પછી હું થોડો સમય મારા પુત્ર સમીર પર પૂરતું ધ્યાન આપી શકી નહીં એનો મને અફસોસ છે.’

તોફાનમાં અવ્વલ

આયુષી અને અનુષી તોફાનમાં ટૉપ પર છે. સ્કૂલમાં તો ટીચર તેમને તેમના રોલનંબરથી જ ઓળખે છે, પણ મિત્રો એકનું કામ હોય તોય બન્નેનાં નામ બોલીને તેમની સાથે વાતચીત કરે છે. પોતાના સરખા દેખાવનો આ સ્વીટ સિસ્ટરે સારોએવો ફાયદો ઉઠાવ્યો છે. એ વિશે તેમની મમ્મી કહે છે, ‘બન્ને એટલી તોફાની છે કે અમને ઘણી વાર ચકમો આપીને નાસી જાય છે. અમે તેમનાં કપડાં અલગ-અલગ રાખ્યાં છે, પણ તેઓ ઘણી વાર રજાના દિવસે જાણી જોઈને એકબીજાનાં કપડાં પહેરી લે અને આખો દિવસ એકબીજાની એવી ઍક્ટિંગ કરે કે અમને ખબર પણ ન પડે. છેલ્લે સૂવાના ટાઇમે કહે કે મમ્મા, હું આયુષી નહીં અનુષી છું.’

(પીપલ લાઈવ – પૈચાન કૌન?- શર્મિષ્ઠા શાહ)

Souce: Midday

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.