in

જો ઘરમાં આ સ્થાને અને દિશામાં રાખશો કાચબાની મૂર્તિ, તો ઘરમાં થશે પૈસાનો વરસાદ

ઘરમાં આ સ્થાને રાખશો કાચબો

Advertisements

જો ઘરમાં આ જગ્યાએ રાખશો કાચબો તો એટલા પૈસા આવશે કે સંભાળી પણ નહિ શકાય. આ વાંચીને તમને આશ્વર્ય થતું હશે પણ આ વાત એકદમ સાચી છે. પૌરાણિક સમયથી જ કાચબાનું સંબોધન થતું આવેલું છે. કાચબાને ધાર્મિક રૂપથી સૌભાગ્યશાળી માનવામાં આવે છે. કાચબાનું મહત્વ તો આપણા શાસ્ત્રોમાં પણ ઘણું જ દર્શાવવામાં આવેલું છે અને જ્યારે દેવો અને દાનવો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું તો પણ કાચબાની પીઠ પર જ કરવામાં આવ્યું હતું. એટલે જ વાસ્તુશાસ્ત્રમાં કાચબાના ઘણા બધા ગુણો બતાવવામાં આવેલા છે. જો તમે પણ ઘરમાં કાચબો રાખ્યો છે અને કાચબાનો ફોટો રાખ્યો છે તો એ તમને ઘણી બધી પરેશાનીઓથી દુર રાખે છે.

એવું માનવામાં આવે છે કે ઘરમાં કાચબો રાખવામાં આવે તો આપણા બધા કામો શુભ થાય છે. જો તમારા ઘરમાં પૈસાની તંગી હોય, અથવા તો પૈસાના આગમનમાં વધારે તકલીફ થતી હોય તો એવા સમયે તમે કાચબાને ઘરમાં રાખશો તો એ પ્રશ્નનું નિવારણ આવી જાય છે. આ એકદમ સરળ ઉપાય છે અને એ બધા વ્યક્તિ કરી શકે છે. આ ઉપાય કર્યા પછી દરેક વ્યક્તિ ધન પ્રાપ્ત કરવાનો લાભ મેળવી શકે છે. પણ એના માટે કાચબાને સાચી અને યોગ્ય દિશામાં રાખવામાં આવે એ પણ ખુબ જ જરૂરી છે.

તો આજે આ લેખમાં તમને એ જણાવીશું કે કઈ દિશામાં કાચબો રાખવામાં આવે તો ઘરમાં અને ઓફિસમાં પણ લાભ થશે. એના માટે આ લેખ ખાસ વાંચો…..

Advertisements

એવું કહેવામાં આવે છે કે આ સંસારમાં જેટલા પણ જીવજંતુઓ જોવા મળે છે એમાં કાચબાની ઉંમર સૌથી વધુ હોય છે. જેમ જેમ કાચબાની ઉંમરે વધતી જાય છે એ જ રીતે કાચબાનો આકાર વધતો જાય છે. જો તમે કાચબાને ઘરમાં અથવા તો ઓફિસમાં રાખો છો તો એનાથી તમારી પ્રગતિ થવાનું શરૂ થઇ જાય છે.

એ તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર મુજબ કાચબાને ઘર અથવા તો ઓફિસમાં રાખવાના પણ કેટલાક નિયમ બતાવેલા છે. ઘર અને ઓફિસની કેટલીક એવી જગ્યા બતાવવામાં આવેલી છે કે જ્યાં તમે કાચબાને રાખીને ધન અથવા સુખ અને શાંતિનો પૂર્ણ લાભ મેળવી શકો છો.

Advertisements

એવું કહેવામાં આવે છે કે જો કાચબાને ઘરમાં રાખવામાં આવે તો પછી તરત જ તમારી સફળતાના બધા રસ્તા ખુલી જાય છે અને એ સાથે જ તમારા ઘરમાં ધન અને દૌલતના પણ ભંડાર ભરાવવા માંડશે. એટલે જ તમારે કાચબાને ઓફીસ અથવા ઘરમાં રાખવા હોય તો તમારે કાચબાને ઉત્તર દિશામાં રાખવો જોઈએ. બીજી એક મહત્વની વાત એવી છે કે ઉત્તર દિશામાં જો તમારો સુવાનો રૂમ હોય તો એ જગ્યાએ કાચબાને ના રાખવો જોઈએ. કોઈ દિવસ સુવાના રૂમમાં કાચબો ના રાખવો જોઈએ. કાચબો હંમેશા ઉત્તર દિશામાં જ રાખવો જોઈએ.

એક વાત તમને એ પણ જણાવી દઈએ કે કાચબો ઘર માટે ખુબ જ ભાગ્યશાળી હોય છે. જો કાચબાને ઘરમાં અથવા તો ઓફિસમાં રાખવામાં આવે તો એ બધી જ પ્રકારના વાસ્તુદોષને નાશ કરે છે અને એ સાથે સાથે એનાથી તમને વેપારમાં પ્રગતિ, વિદ્યામાં પ્રગતિ અને સાથે સાથે ધનમાં પણ પ્રગતિ મળે છે. જો ઘરમાં કંકાસ થતો હોય તો એનું પણ નિવારણ આવી જાય છે. જો કાચબાને ઘરમાં રાખવામાં આવે તો એનાથી બધી જ સમસ્યાનું નિવારણ આવી જશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

દીકરો – વહુ 80 વર્ષના ઘરડાં બા ને મૂકી આવ્યા વૃદ્ધઆશ્રમમાં , પણ પછી બા એ જે કર્યું એ

પીએમ મોદી અને સીએમ વિજય રૂપાણીને ખેડૂતોએ લોહીથી લખ્યો પત્ર, કારણ જાણીને દંગ રહી જશો