in

માત્ર 5 રૂ ની ફટકડી તમારા વાળને બનાવશે એટલા મજબૂત અને સિલ્કી કે…

ફટકડીથી તમારા વાળ બનશે કાળા, લાંબા અને સિલ્કી,  તો હવે મોંઘા તેલ વાપરવાનું છોડી દો અને અપનાવી લો આ તેલ..

કોઈ પણ સ્ત્રી હોય એની એવી જ ઈચ્છા હોય છે કે તેના વાળ કાળા, હેલ્ધી અને સિલ્કી હોય ,એ સિવાય અમૂક મહિલાઓની તો એટલી તીવ્ર ઈચ્છા હોય છે કે તેના વાળ લાંબા હોય. એના માટે મહિલાઓ ઘણી હેર પ્રોડક્ટ્સ જેવી કે શેમ્પુ, તેલ, કંડીશનરનો ઉપયોગ કરતી હોય છે. પણ ઘણીવાર તો એનું પરિણામ સાવ ઊંઘું જ આવતું હોય છે જેમ કે વાળ સિલ્કી તો થાય પણ વાળ ખરવા લાગ્યા તો, તો કેટલીક વાર વાળમાંથી ખોડો તો ચાલ્યો ગયો હોય પણ વાળ એકદમ ડ્રાય થઇ ગયા હોય અથવા તો અમૂક એવા કેમિકલવાળા શેમ્પુ આવી જતા હોય છે કે જેનો ઉપયોગ તમારા વાળને સાવ મૂળમાંથી નબળા કઈ દે છે.

તો દોસ્તો હવે ખરેખર વિચાર કરવા જેવો છે કે હેર પ્રોડક્ટ્સ પર આટલો ખર્ચો કરવા છતાં પણ જો કાઈ ફાયદો ના મળતો હોય અને ઉલટું એનાથી નુકસાન થતું હોય તો પછી તમારે એવી પ્રોડક્ટ્સ વાપરવાનો શો મતલબ ? હવે એક વિચાર કરવા જેવો છે કે પહેલાના સમયમાં કે જ્યારે શેમ્પુની કે કંડીશનરની શોધ નહતી થઈ તો શું એ સમયે બધી સ્ત્રીઓના વાળ લાંબા, કાળાને સુંદર ન હતા ? હતા જ ને. ફક્ત એટલું જ નહિ પણ અત્યારની મહિલાની સરખામણીમાં તો એ સમયે સ્ત્રીઓના વાળ વધારે સુંદર અને લાંબા હતા એવું કારણ હતું.

આજે પ્રાકૃતિક ઉપચાર વિષે જાણીશું કે જેમાં એક પણ કેમિકલનો ઉપયોગ નથી કરવામાં આવ્યો હોય. તો એવો જ એક ઉપાય આજે અમે જણાવીશું કે જે બધી વસ્તુઓ તમને સામાન્ય રીતે તમારા રસોઈ ઘરમાંથી સરળતાથી મળી રહેશે. આ ઉપાય તમારા વાળને ખુબ જ સુંદર અને લાંબા બનાવશે. હા દોસ્તો આજે આ લેખમાં ફટકડીના ઉપચાર વિષે જણાવવા જઇ રહ્યા છીએ. જો તમે માત્ર બે રૂપિયાની ફટકડી લેશો તો પણ આ ઉપાય ઘણી વખત થશે અને એક અઠવાડિયામાં તો આ ઉપાયથી તમને ઘણા સારા પરિણામો જોવા મળશે.

દોસ્તો બજારમાં તમે બ્રાન્ડેડ અને કોઈ તેલ ખરીદો એટલે એ લગભગ 100 રૂપિયાથી ઓછું તો નહિ જ આવતું હોય અને એની ગેરેંટી પ્રમાણે કે વાળ વધશે અને કાળા થશે એવું પરિણામ પણ મળતું નથી પણ આજે અમે જે તેલ તૈયાર કરવાની રીત જણાવવાના છે એ આજનું તેલ ફક્ત પચાસ રૂપિયામાં જ તૈયાર થઈ જશે અથવા તો એનું પરિણામ તમે ઉપયોગ કરશો એટલે તરત જ ખબર પડી જશે. એનાથી તમારા વાળની બધી જ સમસ્યા ધીમે ધીમે દૂર થવા માંડશે.

ફટકડીનો ઉપયોગ કરીને તૈયાર કરાતા તેલ માટે જરૂરી સામગ્રી:-

એક ચપટી ફટકડીનો પાવડર,

બે ચમચી એલોવેરા જેલ,

એક આદૂ પીસેલું,

અડધો કપ એરંડિયાનું  તેલ.

ઉપર જણાવેલી ફક્ત ચાર જ વસ્તુનો ઉપયોગ કરીએ આ ઉપચાર બનાવી શકાય છે અને એમાં ફટકડીમાં એન્ટીબેક્ટેરીયલ અને પોટેશિયમના ગુણો રહેલા હોય છે કે જે આપણા વાળને કાળા બનાવે છે. એલોવેરા જેલ તમારા વાળને પ્રાકૃતિક રીતે નરીશ કરે છે. આદૂમાં જિન્જ્રોઇલ નામનું તત્વ રહેલું છે કે જે તમારા વાળને લાંબા બનાવવામાં મદદ કરે છે અને વાળ લાંબા થવાની સ્પીડને પણ વધારશે. એ સિવાય તમને જો વાળ ફાટી જવાની સમસ્યા હોય તો એ સમસ્યાને પણ દૂર કરશે. એરંડિયાના તેલનો ઉપયોગ કરીને વાળનો વિકાસ થાય છે અને એ વાળને મજબૂત પણ બનાવે છે. ચાલો તો જાણી લઈએ કે આ તેલ કઈ રીતે તૈયાર કરવાનું છે.

આ તેલ બનાવવાની રીત:-

આ તેલ બનાવવા માટે સૌ પ્રથમ તો તમારે આદૂને પીસીને એની પેસ્ટ તૈયાર કરવાની છે.

આ પેસ્ટ બનાવ્યા પછી એક બાઉલમાં તેલ લો.

પછી એમાં આદૂની પેસ્ટ, એલોવેરા જેલ અને ફટકડી ઉમેરી દેવાની છે.

હવે આ બધી હલાવીને સરખી રીતે બધું મિક્સ કરી લો.તો હવે તૈયાર છે તમારું આ તેલ.

હવે આ તેલને કોઈ એક એર ટાઈટ કન્ટેઇનરમાં ભરી દેવાનું છે અને એને રાખી દેવાનું છે ,પણ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે આ તેલને તડકામાં નથી રાખવાનું. એમ કરવાથી એમાં રહેલા ગુણો અને તત્વોનો નાશ થાય છે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમે અઠવાડિયામાં બે વાર આ તેલનો ઉપયોગ તમારા વાળમાં કરી શકો છો. આ તેલથી તમને એક જ અઠવાડીયામાં ઘણી સારું પરિણામ જોવા મળશે. તો હવે વિચાર કરો કે લાંબા સમયનો ઉપયોગ કરીને તો તમને કેટલું સારું પરિણામ પ્રાપ્ત થશે.

દોસ્તો આ તેલના ઉપયોગથી તમારા વાળ ખુબ જ હેલ્ધી બનશે સાથે જ તમારા વાળનો ગ્રોથ વધશે, વાળ કાળા, સિલ્કી અને લાંબા બનશે કારણ કે આપણે જે પણ બધી વસ્તુ ઉમેરી છે એ એના ફાયદા જોઈને જ ઉમેરી છે અને આ બધી વસ્તુઓથી તૈયાર કરેલ તેલ એકદમ કેમિકલ ફ્રી છે. આ તેલ વાળની બધી જ સમસ્યાઓ માટે એક સંપૂર્ણ ઈલાજ છે, જો એવું કહીએ તો એ જરા પણ ખોટું નથી , કારણ કે આ પ્રયોગ કરીને તમે તમારા વાળની લગભગ દરેક સમસ્યાને દૂર કરી શકશો અને તમારા વાળને એકદમ સૂંદર અને મજબૂત બનાવી શકશો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

ત્વચા પર રહેલા મોટા ખાડા દૂર કરવા છે તો જાણી લો આ સરળ ઘરેલુ ઉપાય

આજે મહાસંયોગ પર કુબેર લક્ષ્મી આ 6 રાશિઓ ના ભાગ્ય માં કરશે પ્રવેશ, ઉન્નતિ ના ખુલશે રસ્તા