in

આ 4 વસ્તુઓ પત્નીને આપવાથી દેવી લક્ષ્મી રહે છે હંમેશા પ્રસન્ન

ધાર્મિક શાસ્ત્રો પ્રમાણે દેવી લક્ષ્મીના ઘણા રૂપોમાંથી એક રૂપ છે ગૃહ લક્ષ્મીનું. આ રૂપમાં દેવી દરેક ઘરમાં નિવાસ કરે છે. જે ઘરમાં ગૃહલક્ષ્મી પ્રસન્ન અને ખુશહાલ રહે છે એ ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા સદૈવ બનેલી રહે છે અને એમના માટે તમારે વધારે કાંઈ નહિ માત્ર આ 4 વસ્તુઓ પોતાની પત્નીને સમયે સમયે ભેટ રૂપે આપતા રહેવું જોઈએ.

Advertisements

જ્યોતિષશાસ્ત્ર સિવાય મનુસ્મૃતિ અને પુરાણોમાં પણ જણાવવામાં આવ્યું છે કે જે ઘરમાં ગૃહલક્ષ્મી પ્રસન્ન રહે છે, એ ઘરમાં દેવી લક્ષ્મી સદૈવ ધનધાન્ય જાળવી રાખે છે અને જ્યાં એનું મન દુઃખી હોય ત્યાં ધનની પરેશાની અને કઠણાઈઓ આવે છે. માટે બુધવારે અથવા શુક્રવારના દિવસે ગૃહલક્ષ્મીને વસ્ત્ર ભેટ આપવા જોઈએ. ગૃહલક્ષ્મી સિવાય બહેન, માતા અથવા અન્ય સુહાગન સ્ત્રીને પણ વસ્ત્ર આપવા શુભ ફળદાયી હોય છે.

શાસ્ત્રોમાં જણાવાયું છે કે આભૂષણ વિના દેવીની પૂજા સંપન્ન નથી થતી માટે દેવીની પૂજામાં આભૂષણ ચોક્કસ ચડાવવામાં આવે છે. આભૂષણ ગૃહલક્ષ્મીને પણ ખુબ જ ગમતા હોય છે માટે સમયે સમયે નાના મોટા ભલે આભૂષણ ભેટ કરવા જોઈએ. એમ પણ આભુષણથી સજેલી ગૃહલક્ષ્મી સંપન્નતાને દર્શાવે છે માટે શાસ્ત્રોમાં જણાવાયું છે કે ગૃહ લક્ષ્મી સુંદર વસ્ત્રો અને આભૂષણથી પૂર્ણ હોવી જોઈએ.

Advertisements

સુહાગણ સામગ્રી જેવી કે સિંદૂર, ચાંદલા, બંગડીઓ ભેટમાં આપવાથી સૌભાગ્ય વધે છે. એનાથી દેવી ખુબ જ પ્રસન્ન થાય છે માટે સમયે સમયે આ બધી વસ્તુઓ ભેટ રૂપે આપવી જોઈએ.

Advertisements

ગૃહલક્ષ્મીની પ્રસન્નતા માટે આ ઉપહારો સિવાય એક ખાસ ઉપહાર છે જેમાં કોઈ પૈસા ખર્ચ નથી થતા એ ચોક્કસ આપો. એ ભેટ છે સમ્માન અને મીઠા વચન. જો તમે આ ચાર ભેટ આપો છો તો મનુસ્મૃતિ પ્રમાણે ઘરમાં પ્રેમ અને આનંદ ભરપૂર રહેશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

રોજ માથે તિલક લગાવવું સ્વાસ્થ્ય માટે હોય છે લાભકારી, જાણો એની ખાસિયત

વર્ષ 2020 માં આ રાશિઓ પર રહેશે શનિ ની ઢૈયયા અથવા સાડાસાતી, બચવા માટે કરો આ ઉપાય