in

ડેબ્યુ પહેલા જ આ સ્ટારકિડે કરણ ઝોહરને કહી એવી વાત, જાણીને થઇ જશો હેરાન

બોલીવુડમાં કરણ ઝોહરની સાથે કરવું એ દરેકનું સપનું હોય છે. ખાસ તો એ કલાકારોનું કે જે પહેલી ડેબ્યુ ફિલ્મની રાહ જોઈ રહ્યા હોય છે. એવી જ એક સ્ટારકિડનું નામ શનાયા કપૂર છે. શનાયા સંજય કપૂર અને મહીપ કપૂરની દીકરી છે. હાલમાં શનાયાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન એવી વાત કહી દીધી કે જે જાણીને તમને જરા પણ વિશ્વાસ નહીં આવે. આ વાતનો સંબંધ કરણ ઝોહર સાથે જ છે.

Advertisements

મિસ માલિની ડૉટ કૉમ વેબસાઈટમાં છપાયેલી ખબર પ્રમાણે શનાયાએ આ વાત એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહી. આ ઇન્ટરવ્યૂમાં શનાયાએ એમના બોલીવુડ ડેબ્યુને લઈને પૂછવામાં આવ્યું. જવાબમાં શનાયાએ કહ્યું,” મને નથી લાગતું કે કોઈ પણ અભિનેતા કરણને ના પાડશે. એ પરિવારની જેમ જ છે. ઘણા જ પ્રતિભાવાન અને સારા નિર્દેશક છે. મને લાગે છે કે હું ત્યારે રોવા લાગીશ જયારે એ પોતાની ફિલ્મમાં મને લેશે. હું ભાવુક થઇ જઈશ અને મરી જઈશ’.

એ સાથે જ શનાયાએ કહ્યું,” મેં અત્યાર સુધી કાંઈ ફાઇનલ નથી કર્યું. કોઈની પણ પહેલી ફિલ્મ એના માટે બાળકની જેમ હોય છે. હું બધી જ પ્રકારની કહાની કરવા માટે તૈયાર છું. આ સમયે ઇન્ડસ્ટ્રીમાં તેજીથી બદલાવ આવી રહ્યા છે. જે ફિલ્મથી તમને આશા ઓછી હોય છે એ બ્લોકબસ્ટર બની જાય છે’. અત્યારે તો શનાયા ગુંઝન સક્સેનાની બાયોપિકમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી રહી છે. શનાયા સોશ્યિલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. એ સાથે જ એ અવારનવાર કોઈ ને કોઈ પાર્ટીમાં અથવા પછી ઇવેન્ટમાં સ્પોટ થાય છે.

Advertisements

ગુંજન સક્સેનાની બાયોપિકનું નામ ‘ગુંજન સક્સેના : દ કારગિલ ગર્લ’ છે. આ ફિલ્મમાં ગુંજન સક્સેનાનો રોલ જ્હાન્વી કપૂર નિભાવી રહી છે. ‘ધડક’ પછી જ્હાન્વી કપૂરની આ બીજી ફિલ્મ છે. ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થઇ ગયો છે. એને લોકોએ પસંદ પણ કર્યો છે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી પણ છે. પંકજે ફિલ્મમાં જ્હાન્વી કપૂરના પિતાનો રોલ નિભાવ્યો છે.

Advertisements

તમને જણાવી દઈએ કે, વર્ષ 1999 માં ‘કારગિલ વૉર’ દરમિયાન ગુંજન સક્સેનાએ ઘાયલોને બચાવવાની જવાબદારી લીધી હતી. ગુંજન સક્સેના અને એની સાથીદાર શ્રી વિદ્યાને કાશ્મીરના એવા એક વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા કે જ્યાં પાકિસ્તાની સૈનિકો ભારતીય સૈનિકો પર ગોળીઓ વડે હુમલો કરી રહ્યા હતા.ગુંજન સક્સેના જરા પણ ડરી નહીં અને કોઈ હથિયાર વીઆઇએન ઘણા જવાનોને સુરક્ષિત કાઢ્યા હતા. આ બહાદુરી માટે ગુંજન સક્સેનાને શૌર્ય એવોર્ડથી નવાજવામાં આવી હતી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

આ પ્રાકૃતિક બ્લીચથી ફક્ત 15 મિનિટમાં મેળવો ચમકતો ચહેરો, જાણો બ્લીચિંગના ફાયદા

રોજ માથે તિલક લગાવવું સ્વાસ્થ્ય માટે હોય છે લાભકારી, જાણો એની ખાસિયત