in

તમારા હોઠ કાળા થઈ ગયા છે ? તો કરો આ એક ઉપચાર અને બનાવી દો ગુલાબી અને મુલાયમ…..

દોસ્તો આજે અમે એક ખુબ જ અગત્યની વાત વિશે કહીશું. આ સમયે આપણા હાથ, પગ, ચામડી, એડી ફાટવાની તકલીફ વધુ પ્રમાણમાં હોય છે. તેની સારસંભાળ ન કરવામાં આવે તો એ કાળા પણ પડી જતા હોય છે. તેવી જ રીતે આપણા હોઠ પણ કાળા પડી જતા હોય છે. તો કાળા પડી ગયેલા અને સુકા રહેતા હોઠ માટે આજે અમે ખુબ જ ઉત્તમ અને આસાન ઉપચાર લઈને આવ્યા છીએ.

આ ઉપચારનો એક જ વાર ઉપાય કરવાથી આપણા હોઠ ગુલાબી રંગના થઇ જશે. હમણાં છોકરો હોય કે છોકરી સુંદર, આકર્ષક અને બધા તેને પસંદ કરે એવું જ ગમતા હોય છે. આપણો ચહેરો ભલે ગમે એટલો આકર્ષક હોય પણ હોઠ કાળા હોય તો એ આપણા ચહેરાને કેટલાક ઓછો ખીલેલો લાગે છે એવું લોકોનું કહેવું છે. એટલા માટે આજે અમે તેનું સમાધાન કહીશું. આ ઉપચાર તમે એકદમ સરળતાથી કરી શકશો અને તેનું પરિણામ પણ 100% મળશે. તો ચાલો જોઈએ આ અગત્યના માટે જોઈતી સામગ્રી વિશે.

પ્રથમ સામગ્રી તેમાં જોઈએ એ છે નારિયેળનું તેલ. નાળિયેરના તેલમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન E હોય છે. જે આપણા વાળની જોડે જોડે આપણા હોઠને પણ ખુબ જ ઉપયોગી રહે છે. સૌથી પહેલા એક ચમચી નાળિયેર તેલ એક નાની વાટકીમાં લો. પરંતુ તેની ફક્ત એક જ ચમચી લેવાની છે તેનાથી વધારે નહી.

દ્વિતીય વસ્તુ છે મધ. મધમાં રહેલા તત્વો અને એન્ટીઓક્સીડેન્ટ આપણી ત્વચા માટે ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. તો આપણે એક ચમચી મધ લેવાનું છે અને તે વાટકીમાં નાખવાનું છે.

તૃતીય અને અંતિમ સામગ્રી છે ખાંડ. ખાંડ સ્ક્રબનું કામ કરે છે. ખાંડની પણ એક જ ચમચી નાની નાખવાની છે.

 

આ બીજી વસ્તુ નાખીને તેને બરાબર ભેગુ કરી નાખવાનું છે. એકાદ મિનીટ સુધી તેને હલાવવાનું છે. જો એક મિનીટ પરફેક્ટ હલાવવામાં આવે તો ખાંડ બિલકુલ ઓગળી જાય છે. તેને બરાબર હલાવશો એટલે એ પેસ્ટ બની જશે. ભેગુ કર્યા પછી આ એક પેસ્ટ તૈયાર છે હોઠ પર લગાવવા માટે.

તે પેસ્ટ એકદમ ઘાટી અને મુલાયમ થશે. તે પેસ્ટને આંગળી વડે હોઠ પર લગાવીને ધીમે ધીમે હોઠ પર મસાજ કરવાની છે. આ પેસ્ટ લગાવીને હોઠ પર ધીમે ધીમે મસાજ કરશો તો હોઠ એકદમ ગુલાબી થઇ જશે. તમારા હોઠ પર રહેલી કાળાશ એકદમ દુર થઇ જશે. હોઠની બંને બાજુ પાંચથી દસ મિનીટ મસાજ કરવી જોઈએ.

તે પેસ્ટ એકદમ ઘાટી અને મુલાયમ થશે. તે પેસ્ટને આંગળી વડે હોઠ પર લગાવીને ધીમે ધીમે હોઠ પર મસાજ કરવાની છે. આ પેસ્ટ લગાવીને હોઠ પર ધીમે ધીમે મસાજ કરશો તો હોઠ એકદમ ગુલાબી થઇ જશે. તમારા હોઠ પર રહેલી કાળાશ એકદમ દુર થઇ જશે. હોઠની બંને બાજુ પાંચથી દસ મિનીટ મસાજ કરવી જોઈએ.

પાંચથી દસ મિનીટ મસાજ કર્યા પછી હોઠને ઠંડા પાણીથી ધોઈ લેવા. હોઠ ધોયા બાદ જોશો તો હળવા એવા ગુલાબી થઇ ગયા હશે. એક જ વખત આ ઉપચાર કરશો એટલે તમારા હોઠ પર 80% પરિણામ જોવા મળશે. પરંતુ જો આ ઉપચારને એક મસમાં ત્રણથી ચાર વખત કરો તો તમારા હોઠ કાયમ માટે ગુલાબી અને મુલાયમ રહે છે. આ ઉપાય એકદમ આયુર્વૈદિક છે અને તેની કોઈ પણ આડઅસર નથી થતી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

બોલીવુડ જગતની અભિનેત્રીઓ પૈકી કોની પાસે છે સૌથી મોંઘુ મંગળસૂત્ર, આટલામાં તો એક આલિશાન ફ્લેટ આવી જાય

તમારા પાર્ટનરને તમારા પર વિશ્વાસ છે કે નહીં? આ એક રીતે જાણો