in

નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દો , વાળ વધશે બમણી ઝડપે સાથે જ સફેદ પણ નહીં થાય

જો આજકાલની લાઇફસ્ટાઇલની વાત કરીયે અને સાથે જ અન્ય કારણો જેમ કે તણાવ, પ્રદૂષણ અને ખાવા-પીવાની ખોટી આદતોને લીધે સાવ નાની ઉંમરમાં લોકોને વાળને લગતી સમસ્યાઓ ઉભી થવા માંડે છે. અત્યારે તો 18-20 વર્ષે પહોંચતાં સુધીમાં તો ઘણાને વાળ સફેદ થવા માંડે છે. પછી એ સફેદ વાળને છુપાવવા માટે લોકો હેર કલર, મહેંદી, દવા અને બીજા કેમિકલ્સનો ઉપયોગ ચાલુ કરી દે છે, અને એનાથી તો વાળને ઘણું જ નુકસાન પહોંચે છે. ચાલો તો આજે અમે તમને એક સરસ ઉપાય જણાવીએ જે કાળા વાળને સફેદ થતા રોકશે અને એના માટે આપણે નાળિયેર તેલની મદદ લેવાની છે.

– નાળિયેર તેલમાં મીઠા લીમડાનાં પાન નાખીને ઉકાળી લો. જયારે પાંદડાનો કલર બ્રાઉન થઇ જાય એટલે એને તેલમાંથી કાઢી લો અને તેલને ઠંડુ થવા દેવું. પછી નિયમિત રીતે આ તેલનો ઉપયોગ કરવાથી તમારા વાળ એકદમ કાળા અને મજબૂત થઈ જશે.

– 100 ગ્રામ શુદ્ધ નાળિયેર તેલ લો અને એમાં 50 ગ્રામ સુકી મેથી નાખી, સૂર્યના તડકામાં સાત દિવસ રાખો. એ પછી તેલ ગાળી લેવું અને એને બોટલમાં ભરી લેવું. આ તેલ સવાર-સાંજ માથામાં ઘસવાથી વાળ એકદમ કાળા થાય છે અને નવા વાળ પણ ઉગે છે.

– આ ઉપાયમાં કોપરેલ તેલમાં લીંબૂનો રસ મિક્ષ કરો અને એને રોજ વાળમાં લગાવવાથી વાળ ધીમે ધીમે કાળા થવા માંડે છે.

– નાળિયેર તેલમાં તાજા આમળા લઈને એટલા ઉકળવા દેવા કે એ કાળા થઈ જાય. પછી આ મિશ્રણને ઠંડુ કરી લો અને રાત્રે સુતા સમયે વાળમાં લગાવી લેવું અને સવારે વાળ ધોઈ લેવા , આ ઉપાય નિયમિત કરવાથી વાળ કાળા થઈ જાય છે.

– નાળિયેર તેલમાં મહેંદી મિક્ષ કરી લો અને એની પેસ્ટ તૈયાર કરી લેવી. પછી આ પેસ્ટ વાળમાં લગાવવાથી વાળનો કલર ડાર્ક બ્રાઉન થઈ જશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

ઓફિસમાં ભૂલમાં પણ ના ખાઓ આ 5 વસ્તુઓ, આવી શકે છે જોરદારની ઊંઘ

દુકાન પર બેસતા પહેલા બોલો માં લક્ષ્મીનો આ મંત્ર, ઘરાગી વધશે તેજીથી