બાપુ ને ફરિયાદ

Please log in or register to like posts.
News

 

Z+ સુરક્ષા લઈને બેઠા છે બાપુ,
વાત તમારા આદર્શોની કરે છે બાપુ!

રાજનેતાઓ વાતે વાતે વાયદો તોડે છે બાપુ,
જાણે આપનું સત્ય ક્યાંય ખોવાઈ ગયું છે બાપુ!

કરોડો નો ભ્રષ્ટાચાર કરીને ઘર ભર્યું છે બાપુ,
‘વણજોતુ નવ સંઘરવું’ કોઈને યાદ નથી બાપુ!

મોંઘી વિદેશી બ્રાન્ડના શર્ટ, પેન્ટ અને બૂટ પહેરે છે બાપુ,
ચૂંટણી ટાણે આ લોકો ને સ્વદેશી અને ખાદી યાદ આવે છે બાપુ!

કોઈક શૈતાન તો સાધુ બનીને પણ છુપાયા છે બાપુ,
બળાત્કારીઓ પણ બ્રહ્મચર્યની વાતો કરે છે બાપુ!

અકળાઈ ને આપને ફરિયાદ કરૂ છું બાપુ,
ફરીથી જન્મ લઈ દેશ ઉધ્ધારો બાપુ!

– હર્ષિલ મહેતા✍

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.