બેંક અધિકારીઓ ની કરતુત, એક રૂપિયો બાકી રહેવા પર ઘોષિત કર્યો ડિફોલ્ટર, 3 લાખ રૂપિયા પણ મૂકાવ્યા ગેરંટી

Please log in or register to like posts.
News

ચેન્નઈ :આજ ના સમયમાં કોઈ કોઈનું સગુ નથી. દરેક વ્યક્તિ કોઈના કોઈ મતલબ થી જોડાયેલું છે. વડીલો એ સાચું જ કીધું છે કે “મૃત્યુ આવી જાય પરંતુ ઉધાર ન આવે”. ઉધાર એક એવી વસ્તુ છે જે સારા એવા માણસને લઈ ડૂબે છે. ઘણીવાર માણસ પોતાની ગરીબી અને મુશ્કેલીઓથી લડતા-લડતા થાકી જાય છે અને પોતાના ભવિષ્ય ને ઉજ્જવળ બનાવવા માટે લોન લેવું યોગ્ય સમજે છે. પરંતુ, એ આ વાત ભૂલી જાય છે કે આજ લોન એને કાલે ભારી પડી શકે છે. વાસ્તવમાં, લોન અધિકારી વ્યક્તિ નું લોહી કાઢી ને પણ પોતાની રકમ વસૂલવા થી ઉંચો નથી આવતો.

આવામાં રોજબરોજ  ઘણા ખેડૂતો ની આત્મહત્યા ની ખબરો આપણને જોવા અથવા તો સાંભળવા મળે છે. વધારે પડતા લોકો ની મૃત્યુ નું કારણ ઉધાર ના ચૂકવ્યું એ જ છે. કેમકે એક વાર જે માણસ ઉધાર નો સહારો લે છે, એ આખી જિંદગી એ ઉધાર અને એના ઉપર લાગવા વાળા વ્યાજ ને ચૂકવતો રહે છે. કંઇક આવી જ બાબત હમણાં જોવા મળી છે. જ્યાં વિજય માલ્યા જેવા મોટા મોટા લુટેરા બેંક ને લૂંટી ને ખોખલું કરી રહ્યા છે, ત્યાં જ બેંક પોતાનો ગુસ્સો સામાન્ય માણસ ઉપર કાઢતી નજરે પડે છે.

વાસ્તવમાં,પાછલા દિવસો માં એક કસ્ટમરે બેંક થી લોન ની રાશિ લેવું મોંઘુ પડી ગયું. બતાવવામાં આવી રહ્યું છે કે એ વ્યક્તિએ લોન ની બધી રકમ બેંક ને ચૂકવી દીધી હતી પરંતુ આખરે એક રૂપિયો બેંક સુધી ના પહોંચવાના કારણે બેંકે એને ડિફોલ્ટર ઘોષિત કરી દીધું અને એનો 139 ગ્રામ સોનું પાછું આપવાની ના પાડી દીધી. જોકે આ સોનાની કિંમત હમણાં લગભગ ૩લાખ રૂપિયા છે.

તમારી જાણકારી માટે અમે તમને બતાવી દઈએ કે આખી બાબત તમિલનાડુ ના કાંચીપુરમસેન્ટ્રલ કો.ઓપરેટિવ બેંકની પલ્લવરમશાખાની છે. પાંચ વર્ષ પહેલા સી. કુમાર એ પોતાનું સોનુ ગીરવે મૂકીને બેંક થી કેટલીક રકમ ઉધાર લીધી હતી. જેને ચૂકવ્યા પછી બેન્ક વાળાઓએ એક રૂપિયો ઓછો સાબિત કરીને એને ડિફોલ્ટર બનાવી દીધો. સી. કુમારે બેંક થી ઘણી આજીજી કરી અને પોતાનું સોનું પાછું મેળવવાના પ્રયત્ન કર્યા પરંતુ એને બેંક અધિકારીઓએ એ સોનુ પેનલ્ટી ના રૂપમાં કાપી લીધું છે એમ બતાવ્યું.

પાંચ વર્ષ થી સતત ઘુટાઈ રહેલા પંડિત શિવકુમાર એ આખરે હવે હાઈકોર્ટ નો દરવાજો ખખડાવી દીધો છે. શિવકુમારે પોતે મૂકેલી યાચિકા મા બતાવ્યુ છે કે બેંકે એનાથી પાંચ વર્ષ પહેલા 139 ગ્રામ સોનું ગેરંટી ના રૂપે મુકાવ્યું હતું પરંતુ રકમ ચૂકવ્યા બાદ એમણે એ સોનુ પાછું આપવા ની ના પાડી દીધી એના દરેક લોન ખાતા માં એક રૂપિયો પેન્ડિંગ છે હવે એ બેંક ના તો એનું સોનું પાછું કરી રહી છે ના બચેલી રકમ પાછું આપવા તૈયાર છે. હમણાં તો પોલીસે આ બાબત નોંધી લીધી છે જેને હાઇકોર્ટ ના જસ્ટિસ ટી રાજા ને સોંપવામાં આવી છે. ટી રાજા એ આ બાબત ને ગંભીરતા થી લેતા બેંક ના વિરુદ્ધ નોટિસ ફટકારી છે અને એમના થી બે અઠવાડિયા ની અંદર જવાબ માંગ્યો છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.