દિલ્લી અને મુંબઇ જેવા શહેરોથી પણ મોડર્ન છે આ ગામ, વર્ષોથી લગ્ન વિના સાથે રહે છે કપલ

Please log in or register to like posts.
News

ભારતીય સમાજમાં યુવકો અને યુવતીઓ લગ્ન પહેલાં સાથે રહે તેને યોગ્ય ગણતા નથી, ત્યાં રાજસ્થાનની અન્ય એક જનજાતિના લોકો પહેલાં થોડો સમય સાથે રહે છે અને પછી લગ્ન કરે છે. ‘ઉદયપુર’ જિલ્લાના ગરાસિયા જનજાતિના ‘બહુલ’ ગામમાં આ પ્રથા સેંકડો વર્ષથી ચાલતી આવે છે. ખાસ વાત તો એ છે કે આ ગામમાં યુવતીઓને યુવકોથી વધારે દરજ્જો આપવામાં આવે છે. લિવ-ઇનનો આ કોન્સેપ્ટ છે ને મજા નો..!!

કેવી રીતે પસંદ કરે છે સાથી?

ઉદયપુર જિલ્લાના નયાવાસા વિસ્તારમાં રહેતી ગરાસિયા જનજાતિમાં બે દિવસની દાપા પ્રથા ચાલે છે. તેમાં યુવક-યુવતી પોતાના સાથી જાતે પસંદ કરે છે. તેમની પર લગ્ન માટે કોઇ દબાવ કરવામાં આવતો નથી. તેમની મરજી હોય છે કે તેઓ ક્યારે પોતાના સંબંધને વિવાહનું ઔપચારિક રૂપ આપવા ઇચ્છે છે.

આ પ્રથામાં શું નિયમો હોય છે?

પોતાનો સાથી નક્કી કર્યા બાદ અહીં જોડીઓ સાથે રહે છે. ખાસ વાત એ છે કે લિવ ઇનની આ રીત સંબંધને ઇમાનદારી અને વફાદારી સાથે નિભાવવામાં મદદ કરે છે. વિવાહ વિના સાથે રહેતી આ જોડીઓ બાળકોને પણ જન્મ આપે છે અને તેનું પાલન પોષણ પણ કરે છે. આ વિસ્તારમાં અનેક વાર વડીલોના વિવાહ થાય છે. તેમાં બાળકો પણ સામેલ હોય છે. એવામાં એક સ્વતંત્રતા એ પણ છે કે જો બાળકો નથી થતા તો વર્તમાન સાથી સાથે સંબંધ તોડીને અન્ય કોઇને પોતાના સાથી બનાવી શકાય છે.

યુવકના ઘરવાળા આપે છે રૂપિયા.!

જ્યારે યુવક કોઇ યુવતીને પોતાની સાથી માની લે છે તો તેના ઘરના સભ્યો યુવતીના ઘરના લોકોને રૂપિયા આપે છે અને લગ્નનો ખર્ચ પણ તેઓ જ ઉઠાવે છે.

જો યુવતી અન્ય કોઇની સાથે રહેવા ઇચ્છે તો?

જો યુવતી પોતાના સાથી સાથે ખુશ નથી તો તે અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે. પણ અન્ય યુવકને પહેલાં વાળા યુવક કરતાં વધારે રૂપિયા આપવા પડે છે.

ગામમાં શું માનવામાં આવે છે?

આ આદિવાસી સમાજ અનેક રીતે શહેરી સમાજથી પણ પ્રગતિશીલ છે. અહીં યુવક અને યુવતીઓને સમાન અધિકાર આપવામાં આવે છે. દરેક યુવતીની પાસે રિજેક્ટ અને પસંદ કરવું આ બંને અધિકાર હોય છે.

આટલા વર્ષોમાં શું બદલાયું?

પહેલાં આ પ્રકારનો સંબંધ ફક્ત મૌખિક વાતોથી નક્કી કરાતો હતો, પણ હવે અનેક કિસ્સામાં તેને માટે લિખિત અનુબંધ હોય છે.

આ પ્રથાના શું ફાયદા છે?

દાપા પ્રથામાં યુવક યુવતી બંનેને સાથી પસંદ કરવાની બરોબર આઝાદી હોય છે. એટલે કે સાથ મન પર નિર્ભર હોય છે. આ સંબંધોમાં જબરદસ્તીને અવકાશ નથી. લગ્ન પહેલાં સાથીને સંપૂર્ણ રીતે સમજવાનો અવસર મળે છે. યુવતીના પરિવારને દહેજની ચિંતા હોતી નથી. તેમને તો રૂપિયા મળે છે. અનેક કિસ્સામાં સંબધને તોડીને નવો સંબંધ ચાલુ કરવાની આઝાદી પણ હોય છે.

સંકલન // પ્રતિક એચ. જાની

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.