in

જાણો છો બાહુબલીનો ખતરનાક વિલેન કાલકેય હકીકતમાં કેવો દેખાય છે ?

સાઉથ ઇન્ડસ્ટ્રીઝની ફિલ્મોએ પાછલાં કેટલાક સમયમાં જે સફળતા મેળવી છે એને સહેજ પણ ઓછી આંકી શકાય એમ નથી. એક વાત તો ખાસ તો કહેવી જ પડે કે, હવે તો બોલિવૂડને સાઉથ ફિલ્મો લાગલગાટ ટક્કર આપવા લાગી છે. ઘણી ધમાકેદાર ફિલ્મો તમિલ, તેલુગુ, મલયાલમ ભાષાઓમાં બની રહી છે. અલગ અલગ વિષયો પર જે ફિલ્મો બની રહી છે એ દર્શકોના ધ્યાનાકર્ષણમાં સફળતા મેળવી રહી છે.

થોડા સમય પહેલાં બાહુબલીની બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા મેળવી હતી. આટલી ધમાકેદાર પ્રસિધ્ધી કોઇ બોલિવૂડ ફિલ્મ કલ્પી પણ શકે નહિ એ રીતે બાહુબલીની છાવટ ચારેબાજુ છવાઈ રહી હતી. મૂળ તો સાઉથમાં બનેલી આ ફિલ્મનું હિંદી તો ડબ વર્ઝન હતું! બાહુબલીએ ભારતીય ફિલ્મ ઇતિહાસમાં એક નવો આયામ સર કરી લીધો છે. બાહુબલીએ એક માઇલસ્ટોન ઊભો કરીને જે સફળતા મેળવી છે એ તો હવે પછી ઘણાં વર્ષો પ્રેરક બનેલી રહેશે.

તમને ખબર હશે કે, બાહુબલી ફિલ્મમાં ‘કાલકેય’ નામક ભયંકર રાક્ષસનો કિરદાર રહેલો છે. આ વિલેન એટલે કોલસાને શરમાવે તેવો કાળો વાન, ભયાનક મુખ, અસ્તવ્યસ્ત વાળ અને જોતાં જ છળી ઉઠાય તેવો વિકરાળ આકાર! કાલકેયના વિલન રોલને જોરદાર પ્રસિધ્ધી મળી હતી. એ જે રીતે અજીબ ભાષામાં વાત કરતો હતો એ આદત પણ લોકોને મુગ્ધ બનાવી દેતી હતી.

પરંતુ શું તમને એ ખબર છે કે, બાહુબલીમાં ‘કાલકેય’ બનનાર અભિનેતા રીયલ લાઇફમાં કોણ છે, અને એ કેવો છે અને કેવો દેખાય છે? કદાચ એના વિષે તમે નહીં જાણતા હોય. એ વાત જાણીને ચોક્કસથી તમને આશ્વર્ય થશે કે, આ જ છે બાહુબલીનો કાલકેય? તમને વિશ્વાસ નહિ આવે આ રીલ લાઇફના અભિનેતાની રીયલ લાઇફ વિષે જાણીને!

તમને જણાવી દઈએ કે, બાહુબલીમાં કાલકેયનો રોલ કરનાર અભિનેતાનું સાચું નામ છે – પ્રભાકર. આ યુવક એટલે હૈદરાબાદમાં નોકરીની તલાશ કરવા આવેલ એક ભટકતો યુવક એટલે કે પ્રભાકર! તેનું જન્મ સાથળ છે મહબૂબ નગર જીલ્લાનું કોંડગલ ગામ. મૂળ તો ક્રિકેટનો જબરો શોખીન જીવડો છે. જયારે પણ એને ક્રિકેટ જોવાનો મોકો મળે તો ચૂકે જ નહી.

જયારે હૈદરાબાદમાં પ્રભાકર નોકરી ધંધો શોધવા માટે આવ્યો તો એ સમયે એસ.એસ.રાજમૌલીની ફિલ્મ ‘મગધીરા’નું રાજસ્થાનમાં શૂટીંગ ચાલી રહ્યું હતું. રાજમૌલીને કોઇ વિલનના રોલમાં વિકરાળ દેખાય તેવા માણસની જરૂરિયાત હતી. પ્રભાકરના એક મિત્રની રાજમૌલી સાથે ઓળખાણ હતી. એ સબંધથી એણે પ્રભાકરની મુલાકાત રાજમૌલી સાથે કરાવી હતી.

એ પછી તો પ્રભાકર ફરી વખત હૈદરાબાદ આવી ગયો અને નોકરીની તલાશ કરવા લાગ્યો. સમય પસાર થયો અને એક દિવસ રાજમૌલીના આસિસટન્ટનો ફોન આવ્યો. સામેથી એવી માહિતી મળી કે, ‘મર્યાદા રમન્ના’ ફિલ્મ માટે ડાયરેક્ટરે તેમને સિલેક્ટ કર્યો છે. પ્રભાકરે હા પાડી દીધી અને એ પછી એના ફિલ્મી કરિયરની શરૂઆત થઇ.

એક વાત તો સાફ વાત છે કે, પ્રભારકનો મૂળે તો ફિલ્મોમાં આવવાનો કોઇ ઇરાદો ના હતો. કદાચ એણે એવી કલ્પના પણ નહી કરી હોય કે પોતે દર્શકોના દિલોદિમાગ પર એક જડબેસલાક છાપ છોડી દેનાર અભિનેતા બની શકશે. હિન્દુસ્તાનની માઇલસ્ટોન સમાન ફિલ્મમાં કાલકેય બની શકશે! પ્રભાકર તો પોતાને જે પણ સફળતા મળી છે એનો બધો જ શ્રેય રાજમૌલીને આપે છે. એના કહેવા મુજબ, પોતાને ફિલ્મોમાં આટલો મોટો બ્રેક મળ્યો એ પાછળનું કારણ ડાયરેક્ટર રાજમૌલી જ છે.

૧૦ જુલાઇ, ૨૦૧૫ના સૌપ્રથમ દર્શકોની સામે આવેલી ફિલ્મ બાહુબલી એસ એસ રાજમૌલીએ દિગ્દર્શિત કરેલી ફિલ્મ હતી, જે ફિલ્મ મૂળ તો તમિલ-તેલુગુમાં બનેલી હતી. પછીથી એનું હિંદી, મલયાલમ સહિત ઘણી ભાષાઓમાં ડબિંગ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મે મેળવેલી અદ્ભુત સફળતા પછી ‘બાહુબલી-૨’ બનાવવામાં આવી હતી અને એણે સફળતાના ઘણા વિક્રમો સર કર્યાં હતા. આ ફિલ્મમાં પ્રભાસ, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટીયા અને રાણા દગ્ગુબાટી મુખ્ય કિરદારમાં જોવા મળ્યા છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

જો તમે આગામી મહિને અંબાજી જવાનો પ્લાન કરતા હોવ તો થઇ શકે છે તકલીફ

સૈફ થી લગ્ન ને લઈ ને કરીના એ કર્યો મોટો ખુલાસો, 7 વર્ષો પછી બતાવી હેરાન કરી નાખવા વાળી વાત