in

મહિલાઓની દરેક તકલીફનો રામબાણ ઈલાજ છે બદ્ધકોણાસન , જાણો એ કરવાની રીત

મહિલાઓમાં માસિક દરમિયાન દર્દ અને તકલીફ થવી સામાન્ય વાત છે. કેટલીક મહિલાઓ માટે તો ખુબ જ દર્દનાક હોય છે. જેના માટે એમને દવાઓની મદદ લેવી પડે છે. પણ જો યોગનો નિયમિત રીતે અભ્યાસ કરવામાં આવે તો મહિલાઓને માસિકધર્મ દરમિયાન થતી ઘણી તકલીફોમાં આરામ મળી જશે. યોગમાં બદ્ધકોણાસન કરવાથી માસિકની બધી સમસ્યાઓમાં રાહત મળી શકે છે. તો ચાલો જાણીએ આ બદ્ધકોણાસન કરવાની રીત

Advertisements

બદ્ધકોણાસન/તિતલી આસન કેવી રીતે કરશો ?

બદ્ધકોણાસન કરવા માટે સૌથી પહેલા પોતાના પગને ફેલાવીને સીધા બેસી જાઓ. હવે બંને પગને અંદરની બાજુએ વાળી લો. ધ્યાન રાખવું કે તમારા પગના બંને તળિયાં એકબીજાને અડવા જોઈએ. હવે બંને હાથેથી પોતાના બંને પગને પકડી લો.

પ્રયત્ન કરો કે તમારી એડીઓ તમારા જનનાંગોની નજીક હોય. હવે આ અવસ્થામાં લાંબા અને ગહેરા શ્વાસ લો. એ પછી શ્વાસ છોડતા પોતાના ઘૂંટણ અને જાંઘોને જમીન તરફ દબાવો. હવે પતંગિયાની જેમ બંને પગને ઉપરનીચે હલાવવાની કોશિશ કરો. ધીમેધીમે કરીને પોતાની સ્પીડ વધારવી. આ સમગ્ર પ્રક્રિયામાં શ્વાસ લેતા રહેવું.

Advertisements

બદ્ધકોણાસન/ તિતલી આસન કરવાના લાભ :

– આ આસન કરવાથી પ્રસવ સરળતાથી થઇ જાય છે.

– બદ્ધકોણાસન માસિકધર્મ દરમિયાન થતી અસુવિધાને ઓછી કરે છે.

Advertisements

– આ આસન રજોનિવૃત્તિના લક્ષણોમાં આરામ અપાવવામાં સહાયક છે.

– આ આસનની અસર જાંઘો અને ઘૂંટણો પર પડે છે જેના કારણે શ્રોણી અને કુલામાં લચીલાપન આવવા લાગે છે.

– વધારે ચાલવાને કારણે થતી થકાન દૂર થાય છે.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

ઠંડીમાં બનાવો આલુપરોઠા , આ વાતોનું રાખશો ધ્યાન તો વધી જશે સ્વાદ

નાશ્તામાં દૂધ પીવાની તમને આદત હશે, પણ અજાણતામાં દૂધ સાથે આ વસ્તુઓ ખાવી હોઈ શકે છે ખતરનાક