ડૉ. બાબા સાહેબ આંબેડકરની શાળાની તસવીરો

Please log in or register to like posts.
News

બાબા સાહેબ આંબેડકર ભણતા હતા તે શાળા

ડૉ. બાબા સાહેબ આંબેડકરે સાતારાની આ શાળામાં 7 નવેમ્બર 1900ના રોજ પ્રવેશ લીધો હતો. આજે આ શાળા પ્રતાપસિંહ હાઈસ્કૂલના નામથી ઓળખાય છે.

બાબા સાહેબ અહીં અભ્યાસ કરતા ત્યારે શાળામાં એકથી ચાર ધોરણ હતા. તેમણે ચોથા ધોરણ સુધી અહીં જ અભ્યાસ કર્યો હતો.

1851માં એક હવેલીને આ શાળામાં પરિવર્તીત કરી દેવાઈ હતી

સાતારા સરકારી શાળા રાજવાડા વિસ્તારમાં એક હવેલી(વાડા)માં ચાલતી હતી. આજે પણ તે ઈતિહાસની સાક્ષી છે. હવેલી 1824માં છત્રપતિ શિવાજીના વારસ પ્રતાપસિંહરાજે ભોસલેએ બનાવી હતી.

તે સમયે રાજ પરિવારની કન્યાઓ અભ્યાસ કરી શકે તે માટે અહીં શાળા ખોલવામાં આવી હતી. જો કે 1851માં આ હવેલી શાળામાં ફેરવવા માટે બ્રિટિશ સરકારને સોંપી દેવાઈ હતી.

બાબા સાહેબના પિતા આર્મીમાંથી નિવૃત થયા બાદ સાતારામાં સ્થાયી થયા હતા

ડૉ. બાબા સાહેબ આંબેડકરના પિતા સુબેદાર રામજી આર્મીમાં હતા. નિવૃતિ બાદ તે સાતારામાં સ્થાયી થયા હતા.

7મી નવે. 1900ના રોજ છ વર્ષીય ભીવા (આંબેડકરનું બાળપણનું નામ)એ સાતારા સરકારી શાળામાં એડમિશન(પ્રવેશ) લીધું હતું.

તેમના પિતાએ પ્રવેશ વખતે બાબા સાહેબની અટક આંબડવે ગામ પરથી આંબડવેકર લખી દીધી હતી. આ જ શાળામાં કૃષ્ણાજી કેશવ આંબેડકર શિક્ષક હતા. આથી તેમની આંબેડકર અટક બાબા સાહેબને આપવામાં આવી.

બાબા સાહેબના હસ્તાક્ષર

શાળાના રજિસ્ટરમાં ભીવા આંબેડકર નામ નોંધાયેલું છે. તેમાં 1914ના નંબર સામે તેમના હસ્તાક્ષર પણ છે.

આ ઐતિહાસિક દસ્તાવેજને શાળામાં સંરક્ષિત કરીને રાખવામાં આવેલો છે.

શાળામાં પાંચથી દસ ધોરણ છે

આ શાળાને 100 વર્ષ પૂર્ણ થતાં 1951માં તેનું નામ છત્રપતી પ્રતાપસિંહ હાઈસ્કૂલ રખાયું.

તેમાં સંઘર્ષ કરીને પણ અભ્યાસ કરનારા મહેનતું વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

વિદ્યાર્થિની પલ્લવી પવાર

પલ્લવી રામચન્દ્ર પવાર આ શાળામાં 10મા ધોરણમાં ભણે છે.

તે કહે છે, “ભારતરત્ન ડૉ. બાબા સાહેબ જે શાળામાં ભણ્યા તેમાં ભણવાનો મને ગર્વ છે. દર વર્ષે આંબેડકર જયંતી, શાળા પ્રવેશ ઉત્સવ જેવા દિવસે અહીં કાર્યક્રમો થાય છે.

જેમાં કાર્યક્રમના મહેમાનો ભાષણમાં જણાવતા હોય છે કે બાબા સાહેબે કેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ અભ્યાસ કર્યો. હું પણ તે પરિસ્થિતિ સમજી શકું છું.

મારી માતા ઘરકામ કરે છે અને પિતા પેન્ટર છે. મારે મોટા થઈને કલેક્ટર (ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ) બનવું છે.”

વિદ્યાર્થી વિરાજ સોનાવાલે

ધોરણ દસમાં જ ભણતા એક અન્ય વિદ્યાર્થી વિરાજ મહિપતી સોનાવાલેનું કહે છે, “હું સવારે અખબાર વેચીને શાળામાં ભણું છું. મારી આ પરિસ્થિતિમાં હું બાબા સાહેબનો સંઘર્ષ અનુભવી શકું છું.

મનમાં હું મારી જાતને કહું છું કે મારી મહેનત તેમની સામે કંઈ નથી. હું બાબા સાહેબની શાળામાં ભણું છું તેની મને ઘણી ખુશી છે. બાબા સાહેબની જેમ મારે પણ સમાજ માટે કામ કરવું છે.”

શાળાનાં આચાર્યા શબનમ મુજાવર

શાળાનાં આચાર્યા શબનમ મુજાવર જણાવે છે, “પ્રતાપસિંહ હાઈસ્કૂલમાં ગરીબ, જરૂરિયાતમંદ વર્ગમાંથી આવતા બાળકો અભ્યાસ કરે છે. બાબા સાહેબની વિરાસતનું અમે જતન કરી રહ્યા છીએ એ વાતની અમને ખુશી છે.

પરંતુ આ શાળાને કાયમી આચાર્યની જરૂર છે. શાળાની ઈમારત જૂની થઈ ગઈ છે. અમને નવી ઈમારતની જરૂર છે. અમે વિદ્યાર્થીઓ વધે તેની કોશીશ પણ કરી રહ્યા છે.”

પીડબ્લ્યૂડી દ્વારા શાળાની ઈમારત જોખમી જાહેર કરી દેવાઈ છે

પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) દ્વારા કેટલાક વર્ષ પહેલા શાળાની ઈમારતને ‘માળખાની દૃષ્ટિએ જોખમકારક ઈમારત’ જાહેર કરવામાં આવી. તેની જગ્યા બદલવા પણ ભલામણ કરવામાં આવી છે.

આ જૂની હવેલી ઐતિહાસિક વારસા તરીકે જાણીતી છે.

બાબા સાહેબનું બાળપણનું નામ ભીવા હતું

આજે પ્રતાપસિંહ હાઈસ્કૂલમાં પાંચથી દસ ધોરણ છે અને માત્ર 120 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે તેની પ્રયત્ન થઈ રહ્યો છે.

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.