લો હવે આવી ગયા આયુર્વેદિક ઈંડા, ખેડૂતોને પણ થશે ફાયદો

Please log in or register to like posts.
News

આયુર્વેદિક ઈંડા કેમ કહેવામાં આવે છે?

મેરઠઃ ઈંડાના ફાયદા, નુકસાન અને ઉપયોગને લઈને લોકોના અલગ અલગ દાવા અને તર્ક રહેલા છે. સરદાર વલ્લભભાઈ પટેલ કૃષિ અને ટેક્નોલોજી યુનવર્સિટી (મેરઠ)એ આયુર્વેદિક ઈંડાઓના ઉત્પાદન તરફ અનેક સંભાવનાઓના દ્વાર ખોલી દીધા છે. આ ઈંડા સ્વાસ્થ્યવર્ધનક હશે, જ્યારે ખેડૂતોની આવક બેગણી કરવાના સરકારના અભિયાનને મજબૂતી આપશે. જોકે દક્ષિણ ભારતમાં તેની શરૂઆત પહેલા જ થઈ ચૂકી છે, પરંતુ ઉત્તર ભારતમાં સંભવતઃ આ પહેલો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.

મરઘીઓને આહારમાં જડીબુટી આપવામાં આવે છે

વિવિના કુક્કુ અનુસંધાન અને પ્રશિક્ષણ કેન્દ્રના પ્રભારી ડો. ડીકે સિંહે જણાવ્યું કે આ ઈંડાને આયુર્વેદિક એટલા માટે કહેવામાં આવે છે, કેમ કે આ પ્રક્રિયામાં મરઘીઓને જે આહાર આપવામાં આવે છે તેમાં આયુર્વેદીક જડીબુટીનું મિશ્રણ હોય છે. સામાન્ય રીતે મરઘીના ઈંડા સફેદ હોય છે, પરંતુ આ પ્રક્રિયાથી તૈયાર થતા ઈંડા હલ્કા ગુલાબી કલરના હોય છે.

ખેડૂતોની આવક બે ગણી થશે


પ્રતિકાત્મક તસવીર

ડો.ડીકે સિંહે જણાવ્યું કે, ‘મુર્ગીના આહાર ચાર્ટ પર કામ ચાલી રહ્યું છે. જેમાં અનાજ જેમ કે મકાઈ, બાજરી, દાળની બજરી અને જડી બુટીઓના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવશે. કુલ 15 પ્રકારની જડબુટીઓનું મિશ્રણ તૈયાર કરવામાં આવશે. હળદર અને લસણ પણ મરઘીઓનો આહારમાં આપવામાં આવશે.’ આ ઈંડાથી ખેડૂતોની આવકમાં વધારો થશે. પ્રધાનમંત્રીના લક્ષ્ય મુજબ ખેડૂતોની આવક પણ બે ગણી થશે.

અડધી કિંમતમાં તૈયાર થશે

બેંગલુરુ અને હૈદરાબાદથી આયુર્વેદિક ઈંડા દિલ્હી જેવા મહાનગરોમાં સમીત માત્રામાં સપ્લાઈ થઈ રહ્યા છે. તેની કિંમત 23-24 રૂપિયા પ્રતિ ઈંડા છે. જ્યારે વિવિની હેચરીમાં આ ઈંડા 12-15 રૂપિયામાં તૈયાર કરવામાં આવશે.

આ છે તેના ફાયદા

આયુર્વેદિક ઈંડામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે માછલીઓમાં જોવા મળે છે. જે મસ્તિષ્ક અને હ્રદયને સ્વસ્થ્ય રાખે છે. એનીમિયા અને કુપોષણના શિકારથી બચાવે છે. હાડકા મજબૂત થાય છે. કેન્સરની આશંકા પણ ઘટાડે છે.

રસાયણોએ બગાડી ઈંડાની ગુણવતા


પ્રતિકાત્મક તસવીર

સામાન્ય રીતે મરઘીઓને આપવામાં આવતા આહારમાં કેમિકલયુક્ત ઉચ્ચ પ્રોટીનવાળો આહાર આપવામાં આવે છે. મરઘીઓ કીડા-જંતુઓ પણ ખાય છે. એનિમલ ન્યૂટ્રીશન વિભાગના ડો. અજીત કુમારે જણાવ્યું કે મરઘીનો ગ્રોથ અને બીમારીઓથી બચવા માટે આક્સીટેટ્રા, સાઈક્લિન, ક્લોરા ટેટ્રાસાઈક્લિન, એનરોફ્લાક્સિન, સિપ્રોફ્લાક્સિન અને નિયોમાઈસિન જેવા એન્ટિબાયોટિક પણ આપવામાં આવે છે. આ એન્ટીબાયોટિક મનુષ્યોમાં પ્રતિરોધક ક્ષમતાને દૂર કરે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Source link: IamGujarat

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.