in

સુનીલ શેટ્ટીની છોકરી છે હોશિયાર, K L RAHUL સાથે અફેરની વાતે બંને હાથમાં લાડવો મૂક્યો

બોલિવૂડમાં હમેશાં લિન્કઅપ કે પછી બ્રેકઅપની ન્યૂઝ આવતા રહે છે. ચાહકોને તેમના મનગમતા અભિનેતા તથા અભિનેત્રી વિશે જાણવામાં પણ ઘણો જ રસ ધરાવતા હોય છે. સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ ઘણા લાંબા સમયથી ડેટિંગ પણ કરે છે એવા સમાચાર હતા. હવે આથિયાએ જાતે આ બાબતે પોતાનું મૌન તોડ્યું છે.

Advertisements

છેલ્લા કેટલાક સમયથી આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ એકબીજાને સાથે ડેટ કરી રહ્યા હોવાના ખબરો મળી રહી છે. આ વખતે આથિયાએ આ વાત સ્વીકારી તો નહીં જ પણ તેને નકારી પણ નથી. હવે બોલિવૂડ લાઇફ સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું છે કે લિન્કઅપના આ સમાચારથી તેની પર કોઈ અસર પડે છે કે નહીં? આ વિશે વાત કરતાં આથિયાએ જણાવ્યું, ‘મને લિંકઅપના સમાચારથી કોઈ વાંધો નથી. હું બધી રીતે તૈયાર છું અને તમે આ વિષે મને જે કંઈ પૂછશો તેનો હું તમને જવાબ આપીશ નહીં. પણ હું સમજું છું કે આ બધું પૂછવાનું તમારું કામ છે.

આથિયાએ વધુમાં જણાવતાં કહ્યું કે, ‘હું હંમેશાં માનું છું કે આપણે હમેશા આપણા જીવનનો ઘણો ભાગ દુનિયાને આપીએ છીએ અને તે માણસની ખાનગી બાબત છે. પછી ભલે તે મિત્રતા, સંબંધ કે કુટુંબ હોય. હું હંમેશાં આ બધાને સારી રીતે સાચવીને રાખીશ. તેથી, હું તેના વિશે ક્યારેય વાત કરીશ નહીં.

Advertisements

જાણવા મળ્યું છે કે, મુબારકા ફિલ્મનાં બે વર્ષ પછી અભિનેત્રી આથિયા શેટ્ટી ફરી ફરી એક વખત મોટા પડદા પર ધમાકો કરવા માટે તૈયાર છે. આથિયા ફિલ્મ મોતીચુર ચકનાચુરમાં કામ કરી રહી છે. આ મૂવીમાં નવાઝુદ્દીન સિદ્દીકી તેની સાથે છે. આથિયાના કેએલ રાહુલ સાથેના સંબંધોની વાત કરવામાં આવે તો બંને ઘણી વખત સાથે જોવા મળે છે. હમણાં જ આથિયાના જન્મદિવસ નિમિત્તે રાહુલે પણ સોશિયલ મીડિયા પર તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

ટિપ્પણી
Advertisements

પંતના ખરાબ પ્રદર્શન અને ધોનીની ગેરહાજરીમાં સૌરવ ગાંગુલીએ કર્યો મોટો ખુલાસો, જાણો એક ક્લિક પર

લો બોલો તો આ બાબતને લઈને અનિલ કપૂરે તેના પુત્ર હર્ષવર્ધનનું કરાવ્યું હતું બ્રેકઅપ!