અપનાવો હળદરના આ જ્યોતિષીય નુસખા, તરત થશે અસર

Please log in or register to like posts.
News

હળદરથી થાય છે આ ફાયદા

રસોઇ ઘરમાં મસાલા સાથે દરરોજ ઉપયોગમાં લેવાતી હળદરથી અનેક ફાયદા થતા હોય છે. પાઠ-પૂજા, શક્તિવર્ધક, રોગ નાશક, માંગલિક કાર્ય અને તાંત્રિક કાર્યો સહિતના કાર્યોમાં હળદરનો પ્રયોગ થતો હોય છે. ત્યારે આજે અમે હળદરના ઉપયોગથી થતા ફાયદા અંગે જણાવીશું.

નજર લાગવી

હળદર દ્વારા રંગાયેલા એક કપડામાં અજમા રાખી તેની પોટલી બનાવો અને દોરા દ્વારા તેને બાળકના ગળામાં બાંધી દો અને બીજા દિવસે તેને કોઇ નદીમાં વહાવી દો. આવું કરવાથી નજરદોષ સમાપ્ત થઇ જશે.

પતિનો પ્રેમ મેળવવા

જે સ્ત્રીઓને પતિનો પ્રેમ નથી મળતો, તેમણે ગુરુવારે પીળા કપડા પહેરી પોતાની પાસે હળદરની એક ગાંઠ રાખી “ૐ રત્યૈ કામદેવાયઃ નમઃ”ની ઓછામા ઓછી એક વખત માળા જપો અને સાંજના સમયે બેસનમાંથી બનેલી વસ્તુઓ ખાવી. આવું કરવાથી પતિનો પ્રેમ મળશે.

વિવાહ માટે

શુક્લ પક્ષના ગુરુવારે સાંજના સમયે સાત પીળી વસ્તુઓ એક કાપડમાં બાંધી તમારા ઇષ્ટ દેવની પ્રાર્થના કરતાં કરતાં ઘરમાં કોઇ એવા સ્થાને રાખી દો જ્યાં કોઇની નજર ન જાય. વિવાહ થયા બાદ આ બધી વસ્તુઓ વહેતા પાણીમાં ફેંકી દો.

ધન પ્રાપ્તિ માટે

કોઇ શુભ સમયે હળદરની ગાઠતી બનાવેલ હરિદ્રા ગણપતિ પ્રાપ્ત કરો. જે બાદ હળદરની માળાથી હરિદ્રા ગણપતિ મન્ત્રનો એક મહિના સુધી જાપ કરો. આવું કરવાથી આકસ્મિક ધનની પ્રાપ્તિ થશે.

ધનમાં વૃદ્ધિ

ગણેશ ચતુર્થીના દિવસે હળદરની ગાંઠને પીળા રૂમાલમાં રાખી ચોખા, નારિયળ, સોપારી અને પૈસાને હળદરમાં રંગી તેની પૂજા કરો. બાદમાં આ રૂમાલને ઘરની તિજોરીમાં રાખી દેવાથી ધનમાં વૃદ્ધિ બની રહેશે.

સ્ત્રીઓને સાસરિયાંમા પ્રેમ મળે તે માટે

જે સ્ત્રીઓને સાસરિયાંમાં પ્રેમ નથી મળતો, તેમણે આ ઉપાય કરવા જોઇએ. હળદરની 7 ગાંઠો, એક પીત્તળનો ટૂકડો, થોડો ગોળ લઇ કન્યા આ બધુ પોતાના હાથમાં લઇને જતી વખતે સાસરિયાં તરફ ફેંકી દો.

નવા મકાનમાં ખુશહાલી રહે તે માટે

ચાંદીના નાગ-નાગિન, 5 સોપારી, હળદરની 7 ગાંઠોને તાંબાના લોટામા રાખ્યા બાદ તેને મકાનના પશ્ચિમ ખુણામાં રાખી દો. આવું કરવાથી નવા ઘરમાં સમૃદ્ધિ બની રહેશે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Source link: IamGujarat

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.